બાયડન નબળા, મુર્ખઃ ટ્રમ્પ
રશિયા એ યુક્રેન ઉપર કરેલા સીધા યુધ્ધ, રશિયન સૈન્ય દ્વારા યુક્રેન માં વેરાતી તારાજી અને આ બધા ના મુકપ્રેક્ષક બની ને માત્ર આર્થિક પ્રતિબંધો ની માળા જપતા અમેરિકા અને નાટો ની આખા વિશ્વ માં ટીકાઓ થઈ રહી છે. જો કે અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ને નબળા અને મૂર્ખતાપૂર્ણ કાર્ય કરનારા ગણાવ્યા હતા.અમેરિકા માં કન્ઝર્વેટીવ પોલિટિકલ એકશન કોન્ફરન્સ માં પોતાના સંબંધોન માં ફરી એક વાર રશિયા ના વખાણ કર્યા હતા અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન ને સ્માર્ટ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ ૨૧ મી સદી ના એક માત્ર અમેરિકન રાષ્ટ્રપતિ હતા જેમને વિદેશો માં રશિયન કાર્યવાહી નો સામનો કરવો પડ્યો ન હતો. પહેલા આપણે એક સ્માર્ટ દેશ હતા, હવે આપણે એક મૂર્ખ દેશ છીએ. મારા કાર્યકાળ દરમ્યિાન રશિયા પણ અમેરિકા ને સન્માન આપતું હતું પરંતુ હવે તેઓ જો બાયડન ને નબળા માને છે. રશિયા એ બાયડન ને ઢોલ ની જેમ વગાડે છે. પુતિન ચોક્કસ સ્માર્ટ છે, પરંતુ સમસ્યા એ છે કે આપણા નેતાઓ મૂર્ખ છે, બહુ જ મૂર્ખ! પુતિન એવું કહેતા રહ્યા છે કે પશ્ચિમી દેશો મારી ઉપર પ્રતિબંધો લગાવી રહ્યા છે, છેલ્લા ૨૫ વર્ષો થી મારી ઉપર પ્રતિબંધો લગાવ્યા કરે છે. એનો અર્થ એવો નથી કે કોઈ આખા દેશ ઉપર કન્નો કરી લે અને તમે પ્રતિબધ-પ્રતિબંધ રમ્યા કરો. આવું કરવાનો અર્થ તેમ થાય કે તમે રશિયા ના મનોવૈજ્ઞાનિક રીતે ટૂકડે ટૂકડા થવા દેવા માંગતા નથી. રશિયા-યુક્રેન યુધ્ધ ના મામલે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના લગભગ તમામ નિવેદનો માં રશિયા ની પ્રશંસા કરી હતી તેમ જ નાટ-અમેરિકા ની નિંદા કરીહતી. રશિયા એ યુધ્ધ અગાઉ યુક્રેન ના બે પ્રાંતો ને જ્યારે સ્વતંત્ર દેશ જાહેર કર્યા ત્યારે પણ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ રાષ્ટ્રપતિ પુતિન ને જિનિયસ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન અને નાટો એ સ્માર્ટ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ની સરખામણી એ મૂર્ખતાપૂર્ણ કાર્ય કર્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો રશિયા ક્યારેય યુક્રેન ઉપર આક્રમણ ના કરત. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪ માં ફરી અમેરિકા ના રાષ્ટ્રપતિ ની ચૂંટણી લડવા ની ઈચ્છા અનેકવાર જાહેર કરી ચૂક્યા છે. હાલ ના અમેરિકન રાષ્ટ્રપતિ તેમના સ્વાથ્ય અને ઉંમર ના કારણે આગામી ચૂંટણી લડી શકે તેવું જણાતું નથી. વળી તેમની લોકપ્રિયતા નો ગ્રાફ પણ ઘણો નીચે આવી ગયો છે. આથી સત્તાધારી પાર્ટી ઉપર હુમલાઓ કરી ને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાને ચર્ચા માં રાખવા નો પ્રયત્ન કરી રહ્યા છે.