ભારતે યુક્રેન માં થી ૧૬ હજાર ને કાઢ્યા

રશિયા-યુક્રેન ના કારણે યુક્રેન માં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પૈકી ભારત સરકારે ૧૬ હજાર નાગરિકો ને સફળતાપૂર્વક વ્હાર કાઢી લીધા છે જે પૈકી ૧૩ હજાર ભારત પહોંચી પણ ગયા છે. આ માહિતી ભારત ના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દિલ્હી માં એક પ્રેસ કોન્ફરન્સ માં આપી હતી.કેન્દ્રીય ગૃ હમંત્રી એ જણાવ્યું હતું કે રશિયા-યુકે ન વચ્ચે પ્રવર્તતી તંગદિલી ના પગલે યુધ્ધ પૂર્વે જ ૧૫ મી ફેબ્રુઆરી એ અમે એડવાઈઝરી જાહેર કરી હતી. ત્યાર બાદ યુધ્ધ શરુ થઈ જતા યુક્રેન માં ફસાયેલા ભારતીય બાળકો ને સુરક્ષીત વ્હાર કાઢવા ઓપરેશન ગંગા લોંચ કરવા ઉપરાંત અમે યુક્રેન ની આરૂ પાસ ના ચાર પાડોશી દેશો માં કેન્દ્રીય મંત્રીઓ સહિત ની ટીમો મોકલી અને કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો. ૪ થી માર્ચ અને શુક્રવાર સુધી માં અમે ૧૬000 નાગરિકો ને બહાર કાઢવા માં સફળ રહ્યા છીએ જે પૈકી ૧૩000ભારત પહોંચી પણ ચુક્યા છે અને હજુ વધારે ફલાઈટ્સ આવી રહી છે. આ સાથે જ અમિત શાહે કીધુ હતુ કે લોકો અને ચૂંટણી ઉપર આ બાબત ની સકારાત્મક અસર પડી છે. ઉત્તરપ્રદેશ માં ફરી એક વાર ભાજપા જોરદાર તાકાત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. યોગી આદિત્યનાથ ના નેતૃત્વ માં ઉત્તરપ્રદેશ ની કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ માં બહુ મોટુ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. યુ.પી. રાજ્ય ની તમામ ગુન્હાઈત પ્રવૃત્તિઓ માં ૩૦થી ૭૦ ટકા નો જોરદાર ઘટાડો નોંધાયો છે. હાલ માં રાજ્ય ના મોટાભાગ ના માફિયાઓ જેલ માં છે. હવે યુ.પી.માં મોડી સાંજે પણ છોકરીઓ અને મહિલાઓ પો તા સુરક્ષિત અનB C D ભવે છે.જો કે મહારાષ્ટ્ર ના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટDલે એ કેન્દ્ર ની મોદી સરકાર ના ઓપરેશન ગંગા અભિયાન ને એક ઢોંગ ગણાવ્યું હતું. એક વિડીયો શેર કરી ને નાના પટોલે એ જણાવ્યું હતું કે ઓપરેશન ગંગા મોદી સરકાર નો ઢોંગ છે. યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ પોતાના જીવ જોખમ માં મુકી ને ૬૦૦ કિ.મી. ચાલી ને બોર્ડર ઉપર જઈ રહ્યા છે. આ સાથે તેમણે સુમી સ્ટેટ યુનિ.ના વિદ્યાર્થીઓ નો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં વિદ્યાર્થી કહી રહ્યા હતા કે આજે યુધ્ધ નો ૧૦ મો દિવસ છે. અમે ભારતીય દૂતાવાસ ની મદદ માટે લાંબો સમય રાહ જોઈ હતી. હવે વધારે સમય રાહ જોઈ શકીએ તેમ નથી. અમે અમારો જીવ જોખમ માં મુકી ને યુક્રેન ની સરહદ તરફ જઈ રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published.