યુક્રેન અને ભારત
હાલ માં રશિયા-યુક્રેન યુધ્ધ ના સમયે ભારત ના ઘણા લોકો ને આ બાબતે અમેરિકા અને વિશ્વ ના દેશો ના રશિયા વિરોધી અને યુક્રેન તરફી અભિગમ જોઈ ને ભારતે પણ યુક્રેન ને ટેકો જાહેર કરવો જોઈએ તેમ માનતા હોય છે.જો કે બે દેશો વચ્ચે યુધ્ધ ના પ્રસંગે સાથ આપતા અગાઉ તે દેશ સાથે ના સંબંધો ના ભૂતકાળ તપસી લેવો જોઈએ. ૧૯૯૧ માં યુએ એસઆર ના વિઘટન બાદ છૂટા પડેલા યુક્રેન ને ભારતે ડિસે. ૧૯૯૨ માં સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી અને બીજા જ મહિને અર્થાત કે જાન્યુ. ૧૯૯૨ માં યુક્રેન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપી દીધા. યુક્રેન ની રાજધાની કિવ માં મે,૧૯૯૨ માં ભારતીય દૂતાવાસ પણ શરુ કરી દીધુ ત્યાર બાદ યુક્રેન ને ફેબ્રુઆરી ૧૯૯૩ માં દિલ્હી માં દૂતાવાસ શરુ કર્યું. ભારત ના પ્રધાનો થી માંડી ને રાષ્ટ્રપતિ એ યુક્રેન ની મુલાકાતો કરી હતી. એશિયા ના કોઈ દેશ માં સૌથી વધુ નિકાસ યુક્રેન કરતુ હોય તો તે દેશ ભારત હતો. આમ ભારતે નવા સવા અસ્તિત્વ માં આવેલા દેશ યુક્રેન સાથે હરસંભવ સહાયતા કરી બદલા માં યુક્રેન એ જ્યારે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત ની કોઈ પણ બાબત હોય હંમેશા ભારત વિરુધ્ધ જ સ્ટેન્ડ લીધુ છે. ૧૯૯૮ માં પોખરણ માં ભારતે કરેલા પરમાણુ વિસ્ફોટ બાદ યુ.એન.માં ભારત વિરુધ્ધ પ્રતિબંધો લાદતા અમેરિકા એ જે પ્રસ્તાવ મુક્યો તેની તરફેણ મા સર્વ પ્રથમ મત યુક્રેન નો જ હતો. આ ઉપરસંત યુનાઈટેડ નેશન માં જ્યારે જ્યારે કાશ્મિર ના મુદ્દે ભારત વિરુધ્ધ જ મત આપ્યો હતો. હમણાં જ કાશ્મિર માં થી ૩૭૦ હટાવવા ના મુદ્દે પણ યુએન ને મધ્યસ્થી કરવા યુક્રેન એ દબાણ કર્યું હતું. યુએન ની સિક્યોરીટી કાઉન્સિલ ના સભ્યપદ (કાયમી) મેળવવા માં પણ યુક્રેન એ ભારત ના વિરોધ માં જ મત આપ્યો હતો. એશિયા માં સૌથી વધુ નિકાસ ભારત ખાતે કરી ભારત થી પૈસા કમાવવા છતા ભારત ના હંમેશા વિરોધ માં ઉભુ રહેતુ યુક્રેન આટલે થી ના અટકતા પાકિસ્તાન ને શસ્ત્રો પણ વેચતુ રહ્યું હતું. હવે જ્યારે રશિયા કે જે દાયકાઓ થી ભારત નું ગાઢ સાથી રહેવા ઉપરાંત દરેક મુદ્દે યુ.એન.માં ભારત ના ટેકા માં અડીખમ ઉભુ રહ્યું છે ત્યારે ભારતે રશિયા-યુક્રેન મુદ્દે અપનવેલું વલણ યથાયોગ્ય જ છે.