યુધ્ધ જીતશે કે પ્રેમ ?

યુક્રેન ના યુધ્ધગ્રસ્ત વિસ્તારો માં ફસાયેલા મોટાભાગ ના ભારતીય વિદ્યાથીઓ તો મોદી સરકાર ના અથાક પ્રયાસો થી સહીસલામત, ક્ષેમકુશળ વતન પરત ફરી ગયા છે. પરંતુ યુક્રેન-માલ્કોવા બોર્ડર ઉપર યુક્રેનિયન પત્ની ના ભારતીય વર અને બન્ને ના ચાર માસ ના પુત્ર ની કથા સાચે જ હૃદયદ્રાવક છે.યુ.પી.ના ફિરોઝાબાદ ડિસ્ટ્રીક્ટ ના શિકોહાબાદ ના રહેવાસી દિપાંશુ પ્રતાપસિંહ રાણા ભારત થી યુક્રેન મેડિકલ નો અભ્યાસ કરવા ગયા હતા. આ દરમિયાન યુક્રેનિયન યુવતિ નતાલિયા સાથે દિપાંશુ ને પ્રેમ થઈ ગયો. ભણતર પુરું કર્યા બાદ ૧૮ ડિસે. ૨૦૧૯ ના દિવસે યુક્રેન ના ઓડેસા માં નતમલિયા અને દિપાંશુ એ લવમેરેજ કર્યા અને આ બન્ને નું દામ્પત્યજીવન શરુ થયું. લગ્ન ના પોણા બે વર્ષ બાદ ૧૯ ઓક્ટો. ૨૦૨૧ માં બન્ને ના દામ્પત્યજીવન માં પુત્ર રાજા નો જન્મ થયો. આ કુટુંબ આનંદ કિલ્લોલ થી જીવન વ્યતિત કરી રહ્યું હતું પરંતુ વિધિ ના લેખ કંઈક જુદા જ લખાયા હશે. રશિયા-યુક્રેન યુધ્ધ ફાટી નિકળતા રશિયા એ ઓડેસા શહેર ઉપર પણ ભિષણ બોંબમારો કર્યો હતો. સદ્ભાગ્યે આ ફેમિલી જાન બચાવી ને બંકરો મા લપાતા છુપાતા યુક્રેન ના પાડોશી દેશ મોલ્દોવા પહોંચ્યા. યુક્રેન ની વિષમ પરિસ્થિતિ અને માત્ર ચાર માસ ના બાળક ને લઈ ને જેમતેમ કરી ને તેઓ માલ્કોવા પહોંચી ને લાઈટ પકડી ને ભારત આવવા માંગતા હતા પરંતુ માલ્કોવા બોર્ડર ઉપર દિપાંશુ ને તો બોર્ડર પાર કરવા ની મંજુરી મળી કારણ કે તેની પાસે ભારતીય પાસપોર્ટ હતો. પરંતુ પત્ની અને બાળક ને રોકી દેવાયા. જો કે દિપાંશુ અને નતાલિયા પાસે તેમનું મેરેજ સર્ટિફિકેટ છે.આ ઉપરાંત બાળક નું બર્થ સર્ટિ| ફિકેટ, બન્ને ના પાસપોર્ટ તથા ઈન્ડિયન એમ્બેસી માં એપ્લાય કરવા માટે ના ડોક્યુમેન્ટ પણ છે. તેમ છતા તેમને ભારત પરત ફરવા માં મુશ્કેલી આવી રહી છે. હાલ માં જ યુક્રેન થી ભારત ફરેલા વિદ્યાર્થીઓ કે જેઓ માલ્કોવા થી જ આવ્યા છે અને બોર્ડર ઉપર દિપાંશુ અને નતલિયા ને મળ્યા હતા તેમના જણાવ્યા પ્રમાણે યુધ્ધ ની વિનાશક પરિસ્થિતિ અને સતત થઈ રહેલા બોમ્બાર્ડીગ વચ્ચે નતાલિયા રડતા રડતા દિપાંશુ ને બાળક ને લઈ ને ભારત જતા રહેવા અને તેને પોતાની હાલત ઉપર જ છોડી દેવા | વિનંતી કરી રહી છે અને કહે છે કે જો બચી જઈશ તો ફરી મળીશું. જો કે એક ભારતીય પતિ તરીકે ડૉ. દિપાંશુ કહે છે કે એક જવાબદાર પતિ તરીકે તે પોતાની પત્ની ને આવી મુસીબત માં ના છોડી શકે. જો ભારત જઈશું તો આખો પરિવાર સાથે જ ભારત જશે. જો કે વિદેશ મંત્રાલય ના ધ્યાન ઉપર સમગ્ર બાબત લાવતા વિદેશ મંત્રલયે આ મામલો યુરેશિયા ના જોઈન્ટ સેક્રેટરી આદર્શ સવાઈકા ને સોંપ્યો છે. ટૂંક સમય માં ડૉ.દિપાંશુ પત્ની નતાલિયા અને ચાર માસ ના પુત્ર સહિત ભારત સુખરૂપ પહોંચે તેવી આશા.

Leave a Reply

Your email address will not be published.