રશિયા માં જ યુધ્ધ નો વિરોધ
રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ની લશ્કરી ગણતરીઓ ખોટી પડી રહી છે. યુધ્ધ ના ૧૬ મા દિવસે પણ કિવ કે ઝેલેન્કી હજુ રશિયા ના કજા માં આવ્યા નથી ત્યારે વિશ્વભર માં તો ઠીક પરંતુ હવે રશિયા માં જ, રશિયન લોકો દ્વારા યુધ્ધ નો વિરોધ,ક પ્રદર્શનો શરુ થઈ ગયા છે.હાલ માં રશિયા ના ઓછા માં ઓછા પ૬ શહેરો માં યુક્રેન સામે ના યુધ્ધ નો વિરોધ થઈ રહ્યો છે. ગત વર્ષે વિપક્ષ ના નેતા અને ટીકાકાર એલેક્ઝાઈ નવલીન ની ધરપકડ બાદ દેશ માં ઉઠેલી વિરોધ ની લહેર કરતા પણ અત્યારે વ્યાપક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

માત્ર રવિવારે જ યુક્રેન સામે ના યુધ્ધ નો વિરોધ કરી રહેલા ૫૦૧૬ લોકો ની અને યુધ્ધ શરુ થયુ ત્યાર થી અત્યાર સુધીમાં ૧૨ હજાર લોકો ની ધરપકડ થઈ ચૂકી છે. વાસ્તવ માં તો રશિયા માં યુધ્ધ શબ્દ ઉપર જ પ્રતિબંધ છે.રશિયન સત્તાવાળાઓ ના જણાવ્યા પ્રમાણે યુક્રેન માં લશ્કરી કવાયત ચાલી રહી છે. જ્યારે યુક્રેન સામે ના યુધ્ધ નો ઘરઆંગણે જ જે વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે તેની મહિતી જાહેર ના થાય તે માટે કડક નિયંત્રણો લાદતા સત્તાવાળાઓ સ્વતંત્ર સમાચાર આઉટલેટ્સને બ્લોક કરી રહ્યા છે. રવિવારે પણ ઘણી સ્વતંત્ર સમાચાર આઉટલેટ્સ ને બ્લોક કરી દેવાઈ હતી. તદુપરાંત ગત સપ્તાહે ઘણી મિડીયા સંસ્થાનો ને બ્લોક જે કરી દેવાઈ હતી. રશિયન સરકારી મિડીયા એ વિરોધ પ્રદર્શન અંગે કેટલાક અહેવાલ તૈયાર કર્યા હતા પરંતુ આખરે તેને ન્યુઝ બુલેટીન માં સામેલ કરાયા ન હતા.

રશિયા ના ટોકોતેરીનબર્ગ માં યુકેન યુધ્ધ નો અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવા કાર નું હોર્ન વગાડી ને વિરોધ વ્યક્ત કરાયો હતો. ત્યાં રશિયન પોલિસે કાર નું હોર્ન વગાડનારાઓ ની પણ ધરપકડ કરી લીધી હતી. રશિયા માં યુધ્ધ નો વિરોધ કરતા ધરપકડ કરાયેલા ૫૦૧૨ લોકો માં મોટી સંખ્યા માં મહિલાઓ નો પણ સમાવેશ થાય છે. યુક્રેન યુધ્ધ નો વિરોધ કરી રહેલા લોકો એ રશિયા ની બરફાચ્છાદિત કડકડતી ઠંડી માં પણ વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને બરફાચ્છાદિત સપાટી ઉપર “નો વોર “જેવા સ્લોગનો લખ્યા હતા જે ત્યાર બાદ પોલિસ એ બરફ દૂર કરી ને હટાવ્યા હતા.