રસરંગ પૂર્તિ
મિનિસ્ટર વડતાલ જવાના છે એ માહિતી મલતાં સુલેમાનને હાઈવે પર બોમ્બ લઈ ઊભો રાખ્યો. બોમ્બ નાંખી કૂદી પડવાની એને સૂચના આપી. પાછળ આવતી વેન એને તરત જ ઉપાડી રાજસ્થાન બાજુ લઈ જાય. રાજસ્થાનની હદમાં પહોંચતા સુલેમાન જીવતો હોય તો જાડેજાના સાગરીતો એને મારી નાંખી એની લાશ આબુની ખીણમાં ફેંકી દે. | આવી કંઈક એમની યોજના કામિયાબ નીવડી. | સુલેમાન ભવિષ્યમાં નિમકહરામ નીકળે અને કોઈને સત્ય જણાવી દે એ બીકે એને મારી નાંખવો એ જરૂરી લાગ્યું હતું. એ સાગરીતો કોણ હતા એ માહિતી ઈન્સપેક્ટર જાડેજા પાસેથી જ મળી શકે.એ હકીકત છે કે ચીફ મિનિસ્ટરના કહેવાથી પાંચ લાખની લાલચે અને ટ્રાન્સફર અટકાવી દેવાની હાંમાં ગૃહ મિનિસ્ટરને મારી નાંખવાનું કાતીલ કામ ઈન્સપેક્ટર જાડેજાએ કરાવ્યું હતું.બધા જ પુરાવા સાથે કંપ્લીટ રિપોર્ટ તૈયાર કરી મનીષ સાથે આરતીને મળવા ગયા. વિવેક અને આરતી બન્ને ઘેર હતા. નિખિલ સ્કૂલમાં રમતોસ્તવ હતો એટલે સ્કૂલમાં ગયો હતો.‘આવો કાદરીસાહેબ, બોલો શું લેશો? ઠંડુ કે ગરમ?’ | “કશું જ નહિ. ફરી કોઈકવાર. મારી તપાસ પુરી થઈ છે એનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી ખાસ આપને મળવા આવ્યો છું.’સલીમ કાદરીએ આરતીને તિમિરનાં તેજ જય ગર એમની તપાસનો સંક્ષિપ્ત અહેવાલ આપી બધા પૂરાવા સાથેના રિપોર્ટની ફાઈલ આપી.હવે શું?”પહેલાં તમે શાંતિથી રિપોર્ટ વાંચી જાઓ. કોઈ કડી ખૂટતી હોય તો મને ફોન કરજો. એ પછી તમે તમારી રીતે કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરી શકો છો. પૂરાવા પૂરતા છે એટલે સકંજામાં જરૂર આવશે. કદાચ સત્તાના જોરે ચીફ મિનિસ્ટરને કોઈ આંચ ન આવે એ બનવા જોગ છે. પણ એમની કેરિયર પર છાંટા ઉડશે. જાડેજાને તો ફાંસી કે આજન્મ કેદ જરૂર થશે?કાયદેસર કામ લેવું એ જ હિતાવહ છે,’ વિવેકે સલાહ આપી.મારી પણ એ જ સલાહ છે,’ મનીષે કહ્યું.“પુરાવા એટલા સોલિડ છે કે તમે કોર્ટમાં એને મહાત કરી શકશો.’ મિ. કાદરીએ કહ્યું.
“થેંકસ. મને પુરાવા જોઈ થોડો વિચાર કરવા દો. તમારી બહુ જરૂર પડશે.’‘હું હંમેશા તમારી સેવામાં