લિજેન્ડરી ક્રિકેટર શેન વોર્ન નું નિધન.

ઓસ્ટ્રેલિયા ના લિજેન્ડરી સ્પિનર શેન વોર્ન નું ૪ થી માર્ચે થાઈલેન્ડ ના એક પ્રાઈવેટ વિલા માં આકસ્મિક નિધન થયું હતું. જેના પરિણામે ક્રિકેટ જગત માં ઘેરા શોક ની લાગણી પ્રવર્તી હતી.
માત્ર પર વર્ષ ની ઉંમરે દુનિયા ને અલવિદા કરનારો શેન વોર્ન ‘જાદુઈ સ્પિનર’ ની ખ્યાતિ પ્રાપ્ત હતો. તેના નામે અનેક વિક્રમો નોંધાયેલા છે. તે ટેસ્ટ ક્રિકેટ માં ૭૦૮ વિકેટ લેનારો વિશ્વ નો સર્વ પ્રથમ બોલર બન્યો હતો. પોતાની કારકિર્દી માં વોર્ન એ ૧૪૫ ટેસ્ટ માં ૭૦૮ વિકેટો અને ૧૯૪ વનડે માં ૨૯૩ વિકેટો સાથે કુલ ૧૦૦૧ વિકેટો લીધી હતી. તેણે ૨૦૧૬ માં ઇંગ્લેન્ડ વિરુધ્ધ મેલબર્ન માં ૭00 ટેસ્ટ વિકેટ નો વિક્રમ બનાવ્યો હતો. આટલી વિકેટો લેનારો તે વિશ્વ નો પ્રથમ બોલર બન્યો હતો. શેન વોર્ન ઈંગ્લેન્ડ સામે હંમેશા સૌથી ઘાતક બોલર પૂરવાર થયો હતો. તેણે ઈંગ્લેન્ડ સામે ૭૬ ટેસ્ટ માં ૨૩.૨૫ ની સરેરાશ થી ૧૯૫વિકેટો ઝડપી હતી જ્યારે ન્યુઝીલેન્ડ સામે ૧૦૩ અને સાઉથ આફ્રિકા સામે ૧૩૦ વિકેટો ઝડપી હતી. શેન વોર્ન ૧૯૯૯ ની વર્લ્ડકપ ની સેમી ફાઈનલ અને ફાયનલ માં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. ૧૯૯૯ ની વર્લ્ડકપ માં ઓસ્ટ_લિયા ને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માં શેન વોર્ન નો સિંહફાળો હતો. આમ આ સદી ની શરુઆત માં ઓસ્ટ્રેલિયા ને ક્રિકેટ જગત માં વિશ્વ ની સર્વપ્રથમ ટીમ બનાવવા માં શેન વોર્નનો સૌથી મહત્વ નો ફાળો હતો. અત્યારે વિશ્વ ની સૌથી મોટી લીગ ટુર્નામેન્ટ ગણાતી આઈપીએલ માં આઈપીએલ ટાઈટલ જીતનાર તે વિશ્વ નોક,આ સૌથી પ્રથમ કપ્તાન બન્યો હતો.

૨૦૦૮ માં રમાયેલી પ્રથમ આઈપીએલ ટુર્નામેન્ટ માં પોતાની કેપ્ટનશીપ માં તેણે રાજસ્થાન રોયલ્સ ને ચેમ્પિયન નો ખિતાબ જીતાડ્યો હતો.આવા દિગ્ગજ લેગ સ્પિનર ને થાઈલેન્ડના વિલા માં પોતાના ત્રણ મિત્રો સાથે રોકાયો હતો. તેને થોડા દિવસ અગાઉ પણ હૃદય ની સમસ્યા ના કારણે ડોક્ટર ની સારવાર લીધી હતી. રાત્રે ડિનર ટાઈમે શેન વોર્ન નીચે ગયો હતો. થોડી વાર પછી તેનો મિત્ર પણ નીચે આવતા તેણે વોર્ન ને બેભાનાવસ્થા માં જોયો હતો. તાત્કાલિક ત્રણેય દોસ્તો એ સીપીઆર આપવા નો પ્રયત્ન કરવા ઉપરાંત એબ્યુલન્સ બોલાવી હતી. જો કે આદરમ્યિાન જ વોર્નનું ઘણું લોહી વહી ગયું હતું. એબ્યુલન્સ આવ્યા બાદ રસ્તા માં તથા – હા સિપાટ લપહોંચી ને પણ તેને સીપીઆર આપવા છતા બચાવી શકાયો ન હતો. થાઈલેન્ડ માં જરુરી કાયદાકીય પ્રક્રિયા પુરી કર્યા બાદ વોર્ન ના પાર્થિવ શરીર ને ઓસ્ટલિયા પરત લઈ જવાયું હતું.વોર્ન ને અંતિમ વિદાય આપવા માટે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) થી વધારે યોગ્ય બીજું કોઈ સ્તળ હોઈ જ ના શકે. આ ગ્રાઉન્ડ સાથે વોર્ન ની સફળતા ની અનેક યાદગાર ક્ષણો જોડાયેલી છે. અહીં જ તેણે ૧૯૯૪ ની યાદગાર એશીઝ શ્રેણી માં હેટ્રીક લીધી હતી. ૨૦૦૬ માં પોતાની અંતિમ ટેસ્ટ સિરીઝ રમતા બોક્સિંગ ડે ટેસ્ટ માં આ જ ગ્રાઉન્ડ ઉપર પોતની ઐતિહાસિક ૭૦૦ મી વિકેટ લીધી હતી. વોર્ન નો જન્મ અને ઉછેર પણ મેલબર્ન માં જ થયો હતો. વોર્ન ની મેમોરિયલ સર્વિસ માટે એમસીજી ખાતે ૧ લાખ લોકો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ઓસિ.ના વડાપ્રધાન સહિત ક્રિકેટ જગત ના આ દિગ્ગજ ખેલાડી અને જાદુઈ સ્પિન કરનાર શેનવોર્ન ને અંતિમ અલવિદા કહેવા લાખો લોકો ઉભરવા ની સંભાવનાઓ

Leave a Reply

Your email address will not be published.