વડાપ્રધાન મોદી અમદાવાદ માં
ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ અને ૧૨ મી માર્ચે અમદાવાદ, ગુજરાત ની મુલાકાતે આવ્યા છે. તેમના પ્રમુખ કાર્યક્રમો માં સરપંચ સંમેલન, રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ અને ખેલ મહાકુંભ નું ઉદ્ઘાટન છે. તેઓ ૧૧ મી માર્ચે સવારે ૧૦ વાગ્યે અમદાવાદ પહોંચશે અને ૧૨મી એ ખેલ મહાકુંભ ના ઉદ્ઘાટન સમારોહ બાદ રાત્રે | દિલ્હી પરત ફરશે.દ શ ભ ૨ માં જ્યારે ૧૦ મી માર્ચ ના પાંચ રાજ્યો ની મતગણતરી અને પરિણામો અંગે વ્યાપક ચર્ચાઓ ચાલતી હશે ત્યારે ૧૧મી માર્ચે હેલી સવારે વડાપ્રધાન મોદી દિલ્હી થી બે દિવસ ની ગુજરાત યાત્રા એ જવા રવાના થશે. સવારે ૧૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ કરી ને ૧૦.૩૦ વાગ્યે પ00 બાઈક ની રેલી સાથે કમલમ, ગાંધીનગર જવા રવાના થશે. ૧૧ વાગ્યે ભાજપા ના નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કર્યા બાદ સાંજે ચાર વાગ્યે અમદાવાદ ના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ૧.૨૫ લાખ સરપ‘ચો અને ૭૫ હજાર કાર્યકર્તાઓ સાથે લગભગ ૨ લાખ લોકો ને સંબોધન કરશે. ત્યાર બાદ ૧૨ મી માર્ચે ગાંધીનગર ખાતે ની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ના કાર્યક્રમ માં હાજરી આપશે ત્યાર બાદ સાંજે ૬.૩૦ વાગ્યે અમદાવાદ ના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરત ખેલ મહાકુંભ-૨૦૨૨ નું ઉદ્ઘાટન કરી મહોત્સવ નો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ માટે સરદાર પટેલ સ્ટેડિયમ ને નવા સ્વરૂપે સજાવવા માં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અમેરિકા યાત્રા વખતે ત્યાં ના સ્થાનિકો એ જે જન અભિનદન ના કાર્યક્રમ માં જે રીત થી સ્ટેજ અને લાઈટ્સ અને વિશાળ એલઈડી સ્ક્રીન ની વ્યવસ્થા હતી, તદ્દન એ જ રીતે સ્ટેડિયમ ની વચ્ચોવચ્ચ સ્ટેજ અને તમામ વ્યવસ્થા તે જ રીતે કરાઈ રહી છે. આ ઉપરાંત સ્ટેડિયમ ને અંદર થી ખૂબ સુંદર રીતે સજાવવા માં આવ્યું છે અને સ્ટેડિયમ ની અંદર અને બહાર લાઈસ ની પુરી વ્યવસ્થા કરાઈ છે. ખેલ મહાકુંભ ના ઉદ્ઘાટન સમારોહ માં સ્ટેડિયમ નો એક પણ ખૂણો ખાલી ના રહે અને હૈયે હૈયુ દબાય તેવી ભીડ થવાની સંભાવના છે. આમ વડાપ્રધાન મોદી અમદાવાદ ના બે દિવસ ના પ્રવાસ દરમિયાન ૧૧ તારીખે લગભગ ૨ લાખ સરપંચો- ઉપસરપંચો ના સમારોહ ને સંબોધશે અને બીજા દિવસે ૧૨ મી માર્ચે સાંજે ૬.૩૦ વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરતિ ના ખેલ મહાકુંભ ના ભવ્ય અને રોમાંચકારી ઉદ્દઘાટન સમારોહ માં હાજરી આપી મોડી સાંજે દિલ્હી પરત જવા પ્રયાણ કરશે.