વિશ્વ માં ભારત ના ૧૧.૩૩ લાખ વિદ્યાર્થીઓ

હાલ માં યુક્રેન રશિયા યુધ્ધ માં યુક્રેન માં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ને સહી સલામત પરત લાવવા ભારત સરકારે ઓપરેશન ગંગા ચલાવ્યું હતું ત્યારે સ્વાભાવિક રીતે મગજ માં એવો પ્રશ્ન જરુર થાય કે પ્રમાણ માં ઓછા જાણિતા જો લગભગ ૨૦ હજાર ભારતીય વિદ્યાથી આ હતા, તો ભારત ના કુલ કેટલા વિદ્યાર્થીઓ વિદેશો માં અભ્યાસ કરી રહ્યા છે.વિશ્વ ના કુલ ૧૯૫ દેશો માં થી ૯૯ દેશો માં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમની સંખ્યા ચોંકાવનારી છે. ૯૯ દેશો માં કુલ ૧૧.૩૩ લાખ ભારતીય વિદ્યાથીfઓ અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકી સર્વાધિક ૨.૧૯ લાખ વિદ્યાર્થીઓ યુ.એ.ઈ. માં, ૨.૧૫ લાખ વિદ્યાર્થીઓ કેનેડા માં જ્યારે ર.૧૨ લાખ વિદ્યાર્થીઓ યુ.એસ.એ. માં અભ્યાસ કરી રહ્યા છે. ત્યાર બાદ ઓસિ. માં ૯૨,૩૮૩, સાઉદી અરેબિયા માં ૮૦,૮૦૦, યુ.કે.માં પપ૪૬૫, ચીન માં ર૩,000 અને યુક્રેન માં ૧૮,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ચાલુ વર્ષ ના માર્ચ માસ માં લોકરૂ Iભા માં અપાયેલી માહિતી પ્રમાણે ગુજરત માં થી છેલ્લા પાંચ વર્ષો માં ૧.૭૭ લાખ વિદ્યાર્થીઓ વિદેશો માં અભ્યાસ કરવા ગયા છે. છેલ્લા પાંચ વર્ષો માં ગુજરાત માં થી સર્વાધિક વિદ્યાર્થીઓ ૨૦૧૯ માં ગયા હતા. જે એક જ વર્ષ માં ૪૮૦૫૧ વિદ્યાર્થીઓ વિદેશો માં ગયા હતા. વર્ષ ૨૦૧૬ માં ૨૪,૭૭૫, ૨૦૧૭ માં (૩૩,૭૫૧, ૨૦૧૮ માં ૪૧,૪૧૩, ૨૦૧૯ માં ૪૮,૦૫૧, ૨૦૨૦ માં ૨૩૧૫૬ અને ૨૦૨૧ માં ૬૩૮૭ એમ પાંચ વર્ષ માં ૧.૭૭ લાખ ગુજરાતી વિદ્યાથીઓ વિદેશો માં અભ્યાસ માટે ગયા હતા. જો કે કોરોના મહામારી ના પગલે ૨૦૧૯ ના ૪૮૦૫૧ વિદ્યાર્થીઓ ની સરખામણી એ ૨૦૨૦ માં માત્ર ૨૩૧૫૬ ગુજરાતી વિદ્યાર્થીઓ વિદેશો માં અભ્યાસ માટે ગયા હતા. અર્થાત કે ૨૦૧૯ ની સરખામણી એ ૨૦૨૦માં વિદેશો માં ભણવા જનારા ગુજરાતી વિદ્યાર્થીઓ ની સંખ્યા માં ધરખમ ૫૦ ટકા નો ઘટાડો નોંધાયો હતો. આ જ ક્રમ માં ૨૦૧૯૨૦ માં ભારત માં થી ૧.૯૩ લાખ વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા ગયા હતા. જ્યારે ૨૦૨૦૨૧ માં આ સંખ્યા ૧.૬૭ લાખ વિદ્યાર્થીઓ ની નોંધાઈ હતી. અર્થાત કે એક જ વર્ષમાં ૧૩% નો ઘટાડો નોંધાયો હતો અને છેલ્લા નવ વર્ષ માં આ સૌથી ઓછો આંકડો છે. વિશ્વ ના ૧૯૫ દેશો માં થી ૯૯ દેશો માં ૧૧.૩૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમાં પણ અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે પાકિસ્તાન માં પણ ૨૩૦ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે !!!

Leave a Reply

Your email address will not be published.