સમાચારો સંક્ષિપ્ત માં

-વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો વિશ્વ વિક્રમ ધરાવતી ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટિની અત્યાર સુધીમાં ૭૮ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. સ્ટેગ્યુ ઓફ યુનિટિને એક વિશ્વકક્ષાના પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના વડાપ્રધાન મોદીની દીર્ઘદૃષ્ટિ ની પરિકલ્પના મુજબ આસપાસના વિસ્તારોનો પણ પ્રવાસન આકર્ષણના કેન્દ્ર બનાવી સમગ્ર વિસ્તારનો જ કાયાપલટ થઈ રહ્યો છે.

– ગુજરાત સરકારે ચાલુ વર્ષના રજૂ કરેલા બજેટમાં ઉલ્લેખેલી વિવિધ યોજનાઓ પૈકી કૌશલ્યવર્ધન યોજના અંતર્ગત રાજ્યના યુવાધનને પણ રાજ્યના વિકાસમાં સહભાગી બને અને પોતાની કૌશલ્યતામાં પણ સુધારો કરે તેવા શુભ આશયથી કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપતા આગામી વર્ષમાં ૫ લાખ યુવાઓને કૌશલ્યબધ્ધ કરવાનો નિર્ણય કર્યો છે જે ગત વર્ષના લક્ષ્યાંક કરતા બમણો છે. આ ઉપરાંત ગુજરાત સરકાર તેની અન્નપૂર્ણા યોજના દ્વારા શ્રમિકોને માત્ર પાંચ રૂા.માં ભરપેટ ભોજન મળી રહે તેવું આયોજન પણ કર્યું છે.

– ગુજરાત સરકારે પોતાની નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનામાં પણ માસિક ૨૫૦ રૂા.નો વધારો કર્યો છે. આ યોજના અંતર્ગત ૬૦ થી ૮૦ વર્ષ સુધીના વૃધ્ધ લાભાર્થીઓને અગાઉ જે માસિક ૭૫૦ રૂા. પેન્શન મળતું હતું તેમાં ૨૫૦ રૂા. ના વધારા સાથે માસિક ૧૦૦૦ રૂા. પેન્શન તેમજ ૮૦ વર્ષથી અધિકની આયુના લાભાર્થી વૃધ્ધોને મળતા ૧૦૦૦ રૂા. ના પેન્શનને વધારીને ૧૨૫૦ રૂા. કરી દીધું છે. આ યોજનાનો લાભ રાજ્યના ૧૧ લાખ લાભાર્થીઓ લઈ રહ્યા છે.

– રશિયાએ યુકેન ઉપર કરેલા આક્રમણના એક સપ્તાહમાં યુક્રેનમાંથી અંદાજે એક લાખ લોકો સરહદ પાર કરીને અન્ય દેશોમાં હિજરત કરી ગયા છે. આખા વિશ્વમાં આટલા ઓછા સમયમાં આટલા બધા લોકોએ આટલી ઝડપથી હિજરત કર્યાનું પાછલા ૧૦૦ વર્ષોના ઈતિહાસમાં આ અગાઉ ક્યારેય નોંધાયું નથી. મૂળે સોવિયેટ યુનિયનનો જ હિસ્સો રહેલા બન્ને દેશો વચ્ચે સોવિયેટ યુનિયનના વિઘટન બાદ પણ ૨૦૧૪ સુધી સંબંધો સારા રહ્યા હતા. પરંતુ ૨૦૧૪ માં પશ્ચિમી ઝોક ધરાવતી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ બન્ને દેશો વચ્ચે વિવાદ વધતો ચાલ્યો હતો. આખરે જેલેન્કી સરકારે અમેરિકાની આગેવાની હેઠળના નાટોના લશ્કરી સંગઠનમાં જોડાવાના પ્રશ્ન રશિયાના વિરોધને અવગણતા આખરે યુધ્ધની નોબત આવી ગઈ હતી.

– રશિયા-યુક્રેન યુધ્ધના પગલે વિશ્વમાં ક્રૂડ અને સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. છેલ્લા ૧૪ વર્ષોમાં પ્રથમવાર ક્રૂડના બેરલ નો ભાવ ૧૪૦ ડોલર એ પહોંચ્યો છે. યુધ્ધની અનિશ્ચિતતાની વચ્ચે સોના-ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત ઉછાળો આવતા સોનાનો ભાવ ૨000 ડોલર થી ઉપર જવા ઉપરાંત ચાંદીનો ભાવ પણ ર૬ ડોલરને પાર પહોંચી ગયો છે. જેમાં હજુ પણ વધારો થવાની સંભાવનાઓ એક તરફ યુધ્ધ અને યુધ્ધના પગલે ક્રૂડના ભાવમાં ભડકો થઈ જતા શેરબજાર એકધારુ તૂટી રહ્યું છે. ભારતમાં સેન્સેક્સમાં ૧૯૫૧પોઈન્ટના કડાકા સાથે પર૩૮૨ જ્યારે નિફ્ટી પણ પ૧૬ પોઈન્ટ તૂટીને ૧૫૭૨૯ ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે. યુધ્ધના ૧૨ મા દિવસે જ શેરબજાર એ રોકાણકારોના ભૂક્કા બોલાવી દીધા છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં રોકાણકારોના ૨૯ લાખ કરોડ રૂા. ધોવાઈ ગયા છે.

– રશિયામાં વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ અને યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રી કુલેબા અંતાલ્યામાં બેઠક કરવા તૈયાર થયા છે. આશા રખાય છે કે આ દરમ્યિાન યુધ્ધ રોકવા અંગે કોઈ નક્કર વાતચીત થશે. તુકના વિદેશમંત્રીએ રશિયા અને યુકેનના વિદેશમંત્રીઓ અંતાલ્યામાં મળશે તેવી જાહેરાત કરી હતી.

– મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક જેઓ હાલ જેલમાં છે તેમને ૨૧મી માર્ચ સુધી જ્યુડિશ્યિલ કસ્ટડીમાં મોકલી દેવાનો કોર્ટે આદેશ કર્યો હતો. દાઉદ પાસેથી કથિત રીતે બજાર મુલ્ય કરતા સસ્તા દરે મિલ્કત ખરીદવાનો તેમ જ મની લોન્ડરીંગ કેસ મામલે તેઓ ઈડીના સકંજામાં છે.

– ભારતમાં પાંચ રાજ્યોમાં મતદાન પૂર્ણ થતની સાથે જ એક્ઝિટ પોલ ના વર્તારા જાહેર થયા છે. જે મુજબ યુ.પી.માં ભાજપા સ્પષ્ટ બહુમતથી સરકાર બનાવે છે. બીજા નંબરે સ.પા. અને ત્રીજા નંબરે બસપા પછી છેકચોથા સ્થાને અને દ્વિઅંકી સુધી પણ કોંગ્રેસ પહોંચી શકી નથી. પરંતુ કોંગ્રેસના મહાસચિવ અને યુ.પી.ના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા હજુ વર્ષો બાદ કોંગ્રેસ યુ.પી.ની ૪૦૩ વિધાનસભાની સીટો પૈકી ૪૦૦ સિટો ઉપર ચૂંટણ લડ્યા તેને જ સિધ્ધિ માને છે. તેમનું કહેવું હતું કે જોઈએ હવે પરિણામ શું આવે છે. જ્યારે સ.પા. ના અખિલેશ યાદવ પણ એક્ઝિટ પોલ જાહેર થયા બાદ પમ યુ.પી.માં સમાજવાદી પાર્ટી જ સરકાર રચવા જઈ રહી છે. મતગણતરીના સમયે તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે અને સ.પા.ની જ સરકાર બનશે તેવો આશાવાદ પ્રગટ કર્યો હતો.

– મમતા બેનરજી યુ.પી.માં ચૂંટણી પ્રચાર કરીને પોતાની ચાર્ટર ફ્લાઈટ માં પરત આવી રહ્યા હતા ત્યારે ફલાઈટને હવામાં જ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે મમતા બેનરજીને છાતીના ભાગે તથા પીઠના ભાગે સાધારણ ઈજાઓ પણ થઈ હતી. વાસ્તવમાં જ્યારે તેમનું વિમાન હવામાં હતું ત્યારે જ અચાનક સામે બીજુ વિમાન આવી ગયું હતું. જો કે તેમના પાયલટની સમય સૂચકતાના કારણે તેણે તત્કાળ વિમાન ને ૬000 ફૂટ નીચે લઈ થોડી દિશા બદલી દેતા સ્ટેજ માટે ગોઝારો અકસ્માત થતો રહી ગયો હતો. મમતાએ ડીજીસીએ પાસે આ બાબતે રિપોર્ટ માંગ્યો છે.

– જમ્મુ-કાશ્મિર પોલિસે અવંતિપોર માં ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. વાસ્તવમાં આ ચારેય આતંકવાદીઓ લશ્કર-એ-તોયબાના આતંકીઓ હતા જેમના પકડાઈ જવાથી ગ્રેનેડ ફેંકવાના મોડ્યુલનો પર્દાફાશ કરાયો હતો. આ આતંકીઓ દ્વારા કોઈ મોટા ખોફનાક યોજનાને તેઓ અંજામ આપે તે પૂર્વે જ ઝડપી પડાતા સંભવિત મોટા આતંકી હુમલાને ટાળી શકાયો હતો.

Leave a Reply

Your email address will not be published.