૧૨૨૫ જણા ને ફૂડ પોઈઝનીંગ

ભારતીય લોકશાહી માં રાજપણ જાત ની યોગ્યતા કે માપદંડો વગર ના અને સંભવતઃ ગુનાઈત ભૂતકાળ ધરાવતા રાજકીય નેતાઓ દેશ ની જનતા ના “માઈ-બાપ’ અને સરકાર બની પોતાની પર જાત ને કાયદા-કાનુન થી ઉપર મને છે. કોંગ્રેસી નેતા છે વઝીર ખાન પઠાણ ના સુપ_ત્ર ના લગ્ન માં આખે આખુ સવાલા ગામ ના ૧૨૨૫ લોકો ને ફૂડ પોઈઝનીંગ થતા સરકારી હોસ્પિટલો માં દાખલ કરાયા હતા.
પઠાણ ના પુત્ર શાહરુખ ખાન ના નિકાહ બાદ યોજાયેલી રિશેપ્શન પાર્ટી માં યોજાયેલી દાવત માં નોનવેજ ભોજન આરોગ્યા બાદ આખેઆખા સવાલા ગામ ના ૧૨૨૫ લોકો ને ફૂડ પોઈઝનીંગ થઈ ગયું હતું. રાત્રે ૧ વાગ્યે વિસનગર અને આસપાસ ના છ ગામો ની હોસ્પિટલો એબ્યુલન્સ ની સાયરનો થી ગાજી ઉઠી હતી. જેનો મહેસાણા, વિસનગર, ઊંઝા, ખેરાલુ અને વડનગર તથા ગાંધીનગર ની સિવિલ હોસ્પિટલો માં દર્દીઓ ને દાખલ કરી ને સારવાર અપાઈ હતી. આ ઘટનાક્રમ ની જાણ થતા જ રાજ્ય ના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિત નો સ્ટાફ રાત્રે ૩.૩૦ વાગ્યે જ વિસનગર ધસી ગયો હતો. સરકારી ચોપડે નોંધાયેલા આ ૧૨૨૫ દર્દીઓ ની સારવાર માં ડોડક્ટરો અને નસની મેડિકલ ટીમ આખી રાત ખડેપગે રહી હતી. જો કે હજુ ઘણા દર્દીઓ સરકારી તેમ જ ખાનગી હોસ્પિટલો માં સારવાર લઈ રહ્યા છે. સમગ્ર ઘટનાક્રમ અંગે બોલતા કોંગ્રેસી આગેવાન વઝીરખાન પઠાણે જણાવ્યું હતું કે હવે કોરોના ના નિયમો હળવા થતા પુત્ર ના નિકાહ નું આયોજન કર્યું હતું. આ માટે દેશ ની સુવિખ્યાત
કેટરર્સ બ્રાન્ડ પૈકી ની એક એવા મુંબઈ ના દિલ્હી દરબાર કેટરર્સ નો સંપર્ક કરી ને દાવત ની સંપૂર્ણ જવાબદારી કેટરર્સ ને આપવા માં આવી હતી.જો કે કોંગ્રેસી આગેવાન એ કેટરર્સની દાવત ની સંપૂર્ણ જવાબદારી સોંપાઈ હોવાનું જણાવી ઘટનાક્રમ થી પોતે દામન બચાવી નિકળવા નો પ્રયત્ન કર્યો જે કમનસીબે સફળ પણ રહ્યો. સંભવતઃ હવે પોલિસ રાજકારણી ની શેહ માં આવી ને દિલ્હી દરબાર કેટરર્સ ની પાછળ લાગશે. પરંતુ કાયદેસર આ ઘટનાક્રમ પાછળ પ્રથમ અને મુખ્ય જવાબદાર વ્યક્તિ વઝીરખાન પઠાણ નથી શું? શું કોરોના ના નિયમો હળવા થતા અમર્યાદ મહેમાનો ને નિકાહ માં આમંત્રણ આપવા ની છૂટ મળી ગઈ છે? અત્રે યાદ રહે ૧૨૨૫ સરકારી ચોપડે નોંધાયેલ દર્દીઓ છે. તો કુલ કેટલા માણસો ની દાવત હતી? આ અંગે કોઈ કાયદેસર ના પગલા લેવાશે કે પછી…?

Leave a Reply

Your email address will not be published.