૧૮ માર્ચે ‘બચ્ચના પાંડે’
આવતા શુક્રવારે ૧૮ મી માર્ચે ફિલ્મ “બચ્ચન પાંડે’ રિલીઝ થઈ રહી છે. જો કે આ ફિલ્મ માં ના તો અમિતાભ બચ્ચન છે, ના તો ચંકી પાંડે ફક્ત ફિલ્મ નું નામ “બચ્ચન પાંડે’ છે જેમાં કામ કર્યું છે બોલિવુડ ના ખિલાડીકુમાર ઉર્ફે અક્ષયકુમારે.અક્કી ની આ ફિલ્મ “બચ્ચન પાંડે’ ઉપર ન માત્ર ફિલ્મ ના પ્રોડ્યુસર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ ને, પરંતુ પુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બહુ મોટી આશાઓ છે. કારણ કે લગભગ બે વર્ષો બાદ હવે ભારતભર માં મોટાભાગ ના સિનેમાઘરો 100 ટકા ક્ષમતા સાથે અને ચારેય શો શરુ થઈ ચૂક્યા છે. આ અગાઉ રિલીઝ થયેલી સંજય લીલા ભણશાળી ની ફિલ્મ ગંગ_બાઈ કાઠિયાવાડી પણ બોક્સ ઓફિસ ઉપર ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. આમ સો ટકા ની ક્ષમતા અને નાઈટ શો પણ શરૂ થઈ જતા અક્ષય ની લાંબા સમય થી દર્શકો રાહ જોતા હતા તેવી ફિલ્મ ‘બરચન પાંડે’ પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ ઉપર બંપર ૨૦ કરોડ નું ઓપનીંગ મેળવે તેવી આશા ફિલ્મ ના પંડિતો દર્શાવી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ ના માનવા પ્રમાણે લાંબા વિરામ બાદ અક્કી ની ફિલ્મ બચ્ચન પાંડે” થી બોલિવુડ ને પણ પાછા અચ્છે દિન” શરુ થવા ની આશા છે. આમ પણ અક્ષયકુમાર ની ફિલ્મો ૨૦૦-૨૫૦ કરોડ નો ધંધો તો કરી જ લેતી હોય છે. વળી અત્યારે દર્શકો ને પણ લાંબા સમય પછી થિયેટર ના વિશાળ સ્ક્રીન ઉપર નવી ફિલ્મ જોવા ની તક મળશે. બાકી ઓટીટી ઉપર જ ફિલ્મો જોઈ ને કંટાળેલા લોકો આ ફિલ્મ જોવા થિયેટરો માં જરુર થી આવશે. ટ્રેડ પંડિતો ના અનમાન મુજબ આ ફિલ્મ પ્રથમ સપ્તાહ માં જ ૧૨૫ થી ૧૫૦ કરોડની કમાણી કરી લેશે. આ ફિલ્મ માં અક્ષયકુમાર ની સાથે ક્રિતી સેનન, જેક્લિન ફર્નાન્ડીઝ અને અર્શદ વારસી તથા પંકજ ત્રિપાઠી અને પ્રતિક બબ્બર એ પણ કામ કર્યું છે. ફિલ્મ પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા ની ફિલ્મ નું ડિરેક્શન ફરહાદ શામજી એ કર્યું છે. અક્ષયકુમાર આ ફિલ્મ માં ગેંગસ્ટર ના અનોખા ગેટઅપ માં દેખાશે. અક્ષયકુમાર ના આ ગેટઅપ માટે રોજ લગભગ બે કલાક મેકઅપ આર્ટીસ્ટ પાસે બેસી ને ગેટઅપ તૈયાર કરાતો હતો. આ ફિલ્મ ની અક્ષય ના ચાહકો, પ્રશંસકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. જો કે ૧૮મી માર્ચે બચ્ચન પાંડે ની રિલીઝ ના માત્ર એક સપ્તાહ બાદ અર્થાત કે ર૫ મી માર્ચે એસ. એસ.રાજામૌલી ની ફિલ્મ “આરઆરઆર’ રિલીઝ થનારી છે. આમ એક સપ્તાહ બાદ બચ્ચન પાંડે ને આરઆરઆર બીજા શુક્રવારે રિલીઝ થનારી છે.