આપણું રસોડું

કલાકંદ

સામગ્રી : ૧ કપ મિલ્ક મેડ ૫૦૦ ગ્રામ પનીર અડધો કપ સમારેલી ચેરી ૧ ચમચી ઇલાયચી પાવડર ૫ ટીપાં કેવડાનું એસેન્સ ચપટી ખાવાનો લાલ રંગ સજાવટ માટે ચાંદીનો વરખ

રીત :

સૌ પ્રથમ પનીરને મસળી લો. હવે એક પેનમાં મિલ્કમેડ લઇ તેમાં સમારેલી ચેરી અને પનીર ઉમેરી ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતાં રહો. ત્યાર બાદ તેને નીચે ઉતારી તેમાં ખાવાનો લાલ રંગ, કેવડાનું એસન્સ અને ઇલાયચીનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર મિશ્રણને ઘીવાળી થાળીમાં લઇ ઠંડુ થાય ત્યાર બાદ તેને ફ્રીઝમાં ઠંડુ થવા દો. બરાબર ઠંડુ થઇ જાય ત્યાર બાદ તેને ચાંદીનાં વરખથી સજાવી સર્વ કરો.


બુંદી સેવની ભેળ
સામગ્રી : ૨ કપ ફુદીનાવાળી સેવ ૩ કપ મસાલાવાળી બુંદી ૨ નંગ ઝીણી સમારેલી ડુંગળી ૨ નંગ ઝીણું સમારેલું ટામેટું ૩ ચમચી ચાટ મસાલો ઝીણી સમારેલી કોથમીર ૨ ચમચી ઝીણી સમારેલો ફુદીનો ૩ ચમચી લીલી ચટણી ૩ ચમચી આંબલીની ગળી ચટણી અડધો કપ દાડમના દાણા

રીત:
સૌ પ્રથમ ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાને બાઉલમાં લઇ તેમાં મસાલા બુંદી, ફુદીનાવાળી સેવ અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર, ફુદીનો, લીલી ચટણી, આંબલીની ગળી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે દાડમનાં દાણાથી સજાવી સર્વ કરો.

સ્પીન્ચ બ્રેડ રોલ્સ

સામગ્રી: ૬-૮ બ્રેડની સ્લાઇઝ ૨૫૦ ગ્રામ પાલક ૧ નંગ ડુંગળી ૨-૩ લવિંગ તજનો ટુકડો ૧ કપ વ્હાઇટ સોસ ૨ ચમચી છીણેલુ ચીઝ ૨ ચમચી માખણ સ્વાદ પ્રમાણે મીઠું અને મરી ૧ નંગ ઝીણું સમારેલું લીલું મરચું ૧ ચમચી ટોમેટો સોસ

રીત : – સૌ પ્રથમ બ્રેડની કિનારી કાપી ભીના કપડામાં ઢાંકી રાખો. હવે વ્હાઇટ સોસમાં મીઠું, મરી અને છીણેલુ ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી લો.પાલકને ધોઈને ઝીણી સમારી લો. ડુંગળીને પણ ઝીણી સમારી લો. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં તજ અને લવિંગ નાખી ડુંગળી સાંતળો. હવે તેમાં પાલક ઉમેરી મીઠું, મરી, લીલા મરચાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. પાલક નરમ થાય ત્યાર બાદ તેને ગેસ પરથી નીચે ઉતારી બ્લેન્ડરથી ક્રશ કરી જાડો પલ્પ તૈયાર કરી લો. હવે તેમાં ૧ ચમચી માખણ ઉમેરી બરાબર હલાવી લો. હવે બ્રેડની સ્લાઇઝને લાંબી વણી તેની પર પાલકનો તૈયાર પલ્પ પાથરી બ્રેડનો વીંટો વાળી લો. બધા રોલ આ રીતે તૈયાર કરી લો. હવે બેકિંગ ડિશમાં બટર લગાવી બ્રેડ રોલ ગોઠવી ઉપર વ્હાઇટ સોસ પાથરી છીણેલુ ચીઝ ભભરાવો. માખણનાં નાના ટુકડા ગાર્નિશ કરી ઉપર ટોમેટો સોસનાં ટપકાં કરો. હવે બેકિંગ ડિશમાં બેક કરી ગરમા ગરમ સર્વ કરો.

બટાકા-રતાળુનો રોટલો

સામગ્રી : ૨ નંગ બટાકા ૨ નાનું ગોળ રતાળું ૨ ચમચી કોકીલાવરનું છીણ ૨ ચમચી ગાજરનું છીણ ૨ ચમચી લીલા વટાણા ૨ ચમચી ઝીણી સમારેલી ફણસી સ્વાદ પ્રમાણે મીઠું, મરી ૧ ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં ૧ ચમચી લાલ મરચું ૨ ચમચી છીણેલુ ચીઝ ૨ ચમચી માખણ અડધી વાટકી બ્રેડનો ભૂકો ૨ ચમચી ક્રીમ

રીત:
સૌ પ્રથમ બટાકાને બાફીને છોલીને માવો કરી લો. હવે રતાળુને છોલીને જાડી સ્લાઇઝ કરી વરાળે બાફી લો. હવે તેનો માવો કરી લો. હવે બંને માવામાં મીઠું, મરી અને માખણ અને લીલા મરચાં ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ લીલા વટાણા અને ફણસીમાં થોડુક પાણી ઉમેરી ચડાવી લો. હવે ૧ ચમચી માખણ ગરમ કરી તેમાં ફ્લાવર અને ગાજરનું છીણ અધકચરુ સાંતળી લો. હવે તેને ગેસ પરથી નીચે ઉતારી તેમાં ફણસી અને વટાણા ઉમેરી મીઠું, મરી અને છીણએલુ ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે બેકિંગ ડિશમાં થોડું બટર લગાવી બટાકાનાં માવામાં ક્રીમ અને થોડો બ્રેડનો ભૂકો ભેળવી ડિશનાં તળિયામાં પાથરો. તેની પર ચારે તરફ તૈયાર કરેલું મિશ્રણ પાથરી ઉપરથી રતાળુનાં. માવામાં બ્રેડનો ભૂકો ભેળવીને તૈયાર કરેલું, મિશ્રણ પાથરી લો. હવે હળવે હાથે દબાવીને ગરમ ઓવનમાં બેક કરી લો. બંને પડ ગુલાબી, થાય ત્યાર બાદ તેને બહાર કાઢી ઉપરથી ચીઝથી. ગાર્નિશ કરી સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published.