કન્ઝર્વેટીવ પાર્ટી લિડરશીપ રેસ
કેનેડા ના મુખ્ય વિપક્ષ કન્ઝર્વેટીવ પાર્ટી ના પૂર્વ નેતા એરીન ટુલ ની વિદાય બાદ નવા નેતાપદ ની સ્પર્ધા શરુ થઈ ગઈ છે. જે સપ્ટેમ્બર માસ ની શરુઆત ના ગાળા માં પૂર્ણ થશે.સ્વાભાવિક રીતે જ ત્રણ ચૂંટણી જીતી ચૂકેલા લિબરલ પાર્ટી ના નેતા અને વડાપ્રધાન સામે થનારી ચોથી ટક્કર માં લિબરલ સરકાર વિરુધ્ધ સંભવતઃ એન્ટિ-ઈન્કમ્બન્સી તેમ જ મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓ ના કારણે આ વખતે કન્ઝર્વેટીવ ને ચૂંટણી જીતવા ની ઉજ્જવળ તકો દેખાતી હોય. અને લિડરશીપ રેસ અને બાદમાં ભાવિ વડાપ્રધાન તરીકે પોતાની જાત ને જોવા ની લાલચ થવી સ્વાભાવિક છે. લોકશાહી દેશ માં સ્વપ્ના જોવા નો સૌ ને પૂર્ણ અધિકાર છે. અત્યાર સુધી માં આ રેસ માં ઝંપલાવી ચૂકેલા ઉમેદવારો ઉપર એક નજર નાંખી તેમનો થોડો પરિચય કેળવીએ.પિયર પોલિ પોલિવે:- એરિન ઓફુલ ની વિદાય બાદ તુર્ત માં જ આ ૪૨ વર્ષીય, લાંબા સમય ના ઓટાવા ના સાંસદ એ પોતાની ઉમેદવારી ની ઈચ્છા પ્રગટ કરતા મોન્ટ્રીયલ,ઓટાવા તેમ જ ટોરેન્ટો માં ઘણા જાહેર સમારhહ માં હાજરી આપવા ઉપરાંત ફંડ રેઈઝીંગ ઈવેન્ટ્સ પણ કરી ચૂક્યા છે.
તેમણે પોતાના પક્ષ ના સભ્યો ને પોતે સત્તા ઉપર આવતા જ કેન્દ્રીય કાર્બન ટેક્સ ની નાબુદી નું વચન આપ્યું છે. તેમનો કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે ટુડો ના પરિવાર ને સંલગ્ન ‘વી ચેરિટી’ સ્કેન્ડલ અંગે કરેલી ચર્ચા માં જસ્ટીન ટ્રુડો ને છક્કા છોડાવ્યા નો વિડીયો સોશ્યિલ મિડીયા માં ખૂબ વાયરલ થયો હતો. લેઝલિન લેવિસઃ ૨૦૨૦ની લિડરશીપ રેસ માં ત્રીજા નંબર ઉપર રહેલા લેઝલીન સાઉથવેસ્ટર્ન ઓન્ટારિયા ના હલ્ડીમંડ-નોફોલ્ક ના સાંસદ છે. ગત ચૂંટણીમાં બે સ્ટ્રીટ ના આ જાણિતા લોયર ને પાર્ટી ના સોશ્યિલ કન્ઝર્વેટીવ સભ્યો નો વ્હોળો ટેકો સાંપડ્યો હતો. આ વખતે પણ તેઓ પ્રબળ દાવેદાર મનાય છે. જીમ શેરેસ્ટ : ક્યુબેક પ્રાંત ના પૂર્વ પ્રિમિયર કે જેઓ તેમના પદ ઉપર એપ્રિલ ૨૦૦૩ થી સપ્ટે. ૨૦૧૨ સુધી હતા તેમણે પણ લિડરશીપ રેસ માં ઝુકાવ્યુ છે. આ ઉપરાંત તેઓ ૨૫ જૂન ૧૯૯૩ થી નવે..૪,૧૯૯૩ સુધી કેનેડા ના પા‘ચમાં નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. જે ૬૩ વર્ષીય જીત પોતાના “ બિલ્ડ ટુ વિન” સૂત્ર હેઠળ પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. •
પેટ્રીક બ્રાઉન : ઓન્ટારિયો પ્રોગ્રેસિવ કન્ઝર્વેટીવ પાર્ટી ના પૂર્વ લિડર અને હાલ માં બ્રામ્પટન ના મેયર પેટ્રિક બ્રાઉન એ પણ ૧૩ મી માર્ચે લિડરશીપ રેસ માં ઝંપલાવ્યું છે. આ અગાઉ તેઓ બેરી ના સાંસદ પદે રહી ચૂક્યા આ ઉપરાંત રોમન બાબર ઓન્ટારિયો ના નિર્દેલિય એમ.પી.પી. છે. તેમને ઓન્ટારિયો ના પ્રિમિયર ડગ ફોર્ડ એ જાન્યુ-૨૦૨૧ માં કોવિડ-૧૯ લોકડાઉન વિરુધ્ધ બોલવા બદલ પી.સી. કોકસ માં થી હટાવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે આમ કરનાર તેઓ પ્રથમ ઉમેદવાર આ રેસ માં છે અને આ સંસ્કૃતિ ને નાબૂદ કરવા હંમેશા અડગ રહેશે.જો કે આ વખત ની સ્પર્ધા માં થી અમુક જાણિતા અને યોગ્ય ઉમેદવારો વિવિધ કારણો થી સ્પર્ધા માં થી વ્હાર રહ્યા છે. જેમ કે ગત વખત માં નં. ૨ ઉમેદવાર પિટર મેકે. જેઓ અગાઉ ની સ્ટિફન હાર્પર સરકાર માં કેન્દ્રીય મંત્રી પણ હતા. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ હજુ ગત વખત ની ચૂંટણી ના ખર્ચા ના દેવા ભરપાઈ કરવા માટે ફંડ રેઈઝીંગ કરી રહ્યા છે. આ વખતે સ્પર્ધા માં ઉતરવા ની તેમની કોઈ ઈચ્છા નથી.
આ ઉપરાંત પાર્ટી ના છેલ્લા કાર્યકારી લિડર અને લોકપ્રિય રોના એમ્બ્રોસ કે જેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ છે. તેમના જણાવ્યા પ્રમાણે ઘણા ટોચ ના સભ્યો ને આશા છે, પરંતુ તેઓ આ સ્પર્ધા માં ઉમેદવારી માટે ઈચ્છુક નથી. ઓન્ટમેરિયો ના પ્રિમિયર ડગ ફોર્ડ પણ તેઓ આવતા જૂન માસ માં આવી રહેલી પ્રાંતિય ચૂંટણી માં ફરી ચૂંટાવા અને સરકાર રચવા માં વ્યસ્ત હોવા થી આ સ્પર્ધા માં થી વ્હાર છે. જ્યારે આલ્બર્ટા ના પ્રિમિયર પૂર્વ નેશનલ ડિફેન્સ મિનિસ્ટર અને પૂર્વ સિટિઝનશીપ અને ઈમીગ્રેશન મિનિસ્ટર જેસન કેની ના જણાવ્યા પ્રમાણે તેઓ પાર્ટી ની “ટોપ જોબ ની સ્પર્ધા માં થી બહાર છે.કન્ઝર્વેટીવ પાર્ટી ની લિડરશીપ રેસ માં હજુ નવા ઉદવારો ની સંભાવનાઓ નકારતિી નથી. એક વાર ઉમેદવારી કરવા ની અંતિમ તારીખ પૂરી થયા પછી ઉમેદવારો વચ્ચે પ્રચાર યુધ્ધ ચરમસીમા એ પહોંચશે. જો કે પેટ્રિક બ્રાઉન એ અત્યાર થી જ પિયર પોલિવ્ર ઉપર હુમલા કરવા ના શરુ કરી દેતા પિયરે તેના આક્ષેપો ને જુદાણુ ગણાવ્યું હતું. અંતિમ પરિણામ ચૂંટણી ના દિવસે અર્થાત ૧૦ સપ્ટે. ૨૦૨૨ ના જાણવા મળશે.