ખેલ મહાકુંભ – ૨૦૨૨

કોરોનાકાળ માં છેલ્લા બે વર્ષ થી મુલત્વી રહેલા અગિયારમા ખેલ મહાકુંભ નો શાનદાર પ્રારંભ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ માત્ર ખેલ નો જ મહાકુંભ નહીં, પરંતુ ગુજરાત ની યુવા મહાશક્તિ નો મહાકુંભ છે.વડાપ્રધાન મોદી એ કહ્યું હતું કે આ માત્ર ખેલનો જ મહાકુંભ નહીં, પરંતુ ખેલમહાકુંભ જેવા આયોજન માં થી નિકળતા યુવાઓ એશિયન – કોમનવેલ્થ – ઓલિમ્પિક જેવા રમતોત્સવ માં ગુજરત નું અને દેશ નું ગૌરવ વધારી રહ્યા છે. હજુ પણ અહીં થી ઘણી નવી પ્રતિભાઓ મળશે. કોરનાકાળ ના બે વરસ ના વિરામ બાદ ફરી અત્યાધિક જોશ અને જનુન થી ખેલ મહાકુંભ નું આયોજન કરવા બદલ તેમણે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમના આ પ્રયાસ એ યુવા ખેલાડીઓ માં જોમ અને ઉત્સાહ ભરી દીધો છે. પોતાનો ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે નો કાર્યકાળ યાદ કરતા તેમણે કહ્યું હતું કે મને બરાબર યાદ છે કે આજ થી ૧૧ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૦ માં મેં ખેલ મહાકુંભ નો પ્રારંભ કરાવ્યો હતો. વિતેલા ૧૨ વર્ષો માં જે સ્વપ્ના નું મેં બીજ વાવ્યું હતું તે આજે વટવૃક્ષ બની ને વૈશ્વિક ફલક ઉપર વિસ્તરી ચુક્યુ છે. વર્ષ ૨૦૧૦માં ૧૬ ખેલ અને ૧૩ લાખ ખેલાડીઓ સાથે શરુ થયેલી આ શરુઆત હવે ૫૫ લાખ ખેલાડીઓ સુધી પહોંચી ગઈ છે. આપણા ખેલાડીઓ કબડ્ડી, ખો-ખો, યોગા ન, ટેનિસ, સ્કેટીંગ સહિત ની અનેક રમતો માં કમાલ નું પ્રદર્શન કરી રહ્યા છે. શક્તિદૂત જેવી સરકાર ની યોજનાઓ ખેલાડીઓ ને પ્રોત્સાહન આપી રહી છે. મને તે કહેતા આનંદ થાય છે કે તમારા સૌ ના નિરંતર, અવિરત પ્રયત્નો, સાધના અને તપસ્યા ના લીધે જ ગુજરાત ના લોકો | એ મળી ને જે સંકલ્પ લીધો હતો તે આજે કે દુનિયાભર માં પોતની સફળતા ના પરચમાં લહેરાવી રહ્યો છે. અગાઉ ખેલજગત માં ભારત ની ઓળખ એકાદ બે ખેલ પૂરતી જ મર્યાદિત હતી. વળી ખેલકૂદ માં પણ રાજકારણ ની જેમ ભાઈ-ભતીજાવાદ ઘુસી ગયો હતો. ખેલાડીઓ ની પસંદગી માં પારદર્શિતા નો અભાવ હતો. આ વમળ માં થી નિકળી ને દુનિયા નો સૌથી યુવા દેશ ખેલ ના મેદાન માં પણ એક તાકાત બની ને ઉભરી રહ્યો છે. ટોકિયો ઓલિમ્પિકમાં ૧૭ મેડલો અને ટોકિયો પેરાઓલિમ્પિકક માં ૧૯ મેડલ્સ જીતી ને ભારતે વૈશ્વિક સ્તરે પરચમ લહેરાવ્યો હતો. મને ભરોસો છે કે ના હિન્દુસ્તાન ઝૂકેગા, ના હિન્દુસ્તાન રુકેગા. ભારતીય ખેલાડીઓ અને તેમની તપશ્ચર્યા ઉપર મને પૂરો વિશ્વાસ છે.

Leave a Reply

Your email address will not be published.