દાદીમા ના નુસખા

લક્ષણો – શરૂઆતમાં નાભિની તથા આંતરડામાં દરદ થાય છે. એવું લાગે છે કે કોઈ છરીથી આંતરડાને કાપી રહ્યો છે. ત્યારબાદ મળદ્વારથી પાતળો, ચીકણો અને દુર્ગધયુક્ત મળ બહાર નિકળવા માંડે છે. હંમેશા પેટ ખેંચાયેલું રહે છે. વારંવાર સંડાસ માટે જવું પડે છે. મળ થોડા પ્રમાણમાં નીકળે છે જેમાં મરડા સાથે લોહી ભળેલું હોય છે. કોઈકોઈવાર તો તાવ પણ આવી જાય છે.

નુસખાં – મરડો થયો હોય તો અડધા કપ દાડમના રસમાં ચાર ચમચી પપૈયાનો રસ મેળવી પીઓ.

– કેળાને વચમાંથી ભાગ કરી તેમાં એક ચમચી કાચી ખાંડ મૂકી ખાઓ. એકવારમાં બે કેળાથી વધુ ખાવા નહીં.

– ૧૦ ગ્રામ સૂકવેલ ફૂદીનો, ૧૦ ગ્રામ અજમો, ચપટી સિંધવ મીઠું અને બે દાણા મોટી ઈલાયચી – આ બધાને વાટી ચૂરણ બનાવો. સવાર-સાંજ જમ્યા પછી એક એક ચમચી ચૂરણ છાશ કે તાજા પાણી સાથે લો.

– ચાર-પાંચ મરી મોઢામાં મૂકી ચૂસો. થોડીવાર પછી અડધો ગ્લાસ હૂંફાળુ પાણી પીઓ.

– બે ચમચી જાંબુનો રસ, અને બે ચમચી ગુલાબજળ

– બંનેને મેળવી તેમાં થોડી ખાંડ કે સાકર નાખી ત્રણચાર દિવસ સુધી પીઓ.

– જૂના મરડામાં અડદી ચમચી જેટલું વાટેલું સુંઠ હૂંફાળા પાણી સાથે લો.

-મરડાના રોગમાં લીંબુનું શરબત અથવા દહીં સાથે થોડો મેથીનો પાવડર બહુ લાભદાયક છે.

– સફરજનના છોતરામાં થોડા મરી નાંખી ચટણી વાટી લો. આ ચટણી સવાર-સાંજ જમ્યા પછી ખાઓ.

– આખા દિવસમાં ત્રણચારવાર વરિયાળીનું પાણી પીવાથી ઘણો લાભ થાય છે.

– ૨૫ ગ્રામ જેટલી જબના ઝાડની છાલ લઈ સૂકવી લો, પછી તેનો કાઢો બનાવો. ઠંડો થયા પછી બે ચમચી મધ મેળવી પી જાવ.

– જૂના મરડામાં કાળી ગાજરનો રસ સવાર-સાંજ ત્રણચાર દિવસ સુધી જમ્યા પછી લો.

– કેરીની ગોઠલી સૂકવી લો. ત્યારબાદ તેમાંથી ગરી કાઢી વાટી લો. તેમાંથી બે ચમચી જેટલું ચૂરણ દહી અથવા છાશદાદી માં સાથે લો.

– અજમો, સૂકો ફૂદીનો, મોટી ઈલાયચીને ૧૦-૧૦ ગ્રામ વાટી ચૂરણ બનાવો. જમ્યા પછી અડધી ચમચી જેટલું ચૂરણ પાણી સાથે લો.લોહીવાળા મરડામાં છાશ (મઠા) સાથે ચપટી જેટલી જાવિત્રી લેવાથી પણ ઘણો લાભ થાય છે.

– દાડમના દાણા વરિયાળી તથા ધાણા – આ બધાંને ૧૦૦૧૦૦ ગ્રામ જેટલું લઈ કચરીને ચૂરણ બનાવો. ત્યારબાદ તેમાં થોડી સાકર મેળવી દિવસમાં ચારવાર લો. આ નુસખો લોહીવાળા મરડા માટે બહુ લાભદાયક છે.
દાદીમા – ની સાત-આઠ કૂંપળો સાકર સાથે લો. – જમ્યા પછી રોજ એક ગ્રામ રાળનું ચૂરણ સાકર મેળવી લો. મરડામાં વરિયાળી પણ લાભદાયક છે.

– વરિયાળીના તેલના પ-૬ ટીપાં એક ચમચી ખાંડમાં રોજ દિવસમાં ચારવાર એક કપ ગરમ પાણીમાં ૧૦ ગ્રામ બાવળનું ગુંદર નાંખો. થોડીવાર પછી જ્યારે બાવળ ફૂલી જાય તો પાણીમાં વલોવી પી જાવ.

– એક ચમચી કાચા કેળાનો રસ જીરૂ તથા મરી સાથે સવાર-સાંજ લો.

– એક ચમચી ઈસબગોલની ભૂસી ૨૫૦ ગ્રામ દૂધમાં પલાળો. જ્યારે ભૂસી ફૂલી જાય તો જરાક સૂંઠ અને જીરૂ મેળવી સેવન કરો.

– જૂના મરડાને મટાડવા માટે દરરોજ સવારે કંઈપણ ખાધાવિધા વિના બે ચમચી આદુનો રસ, થોડું સિંધવ મીઠું નાંખી લો. – નાની હરડના ચૂરણને ઘી માં સાંતળો

Leave a Reply

Your email address will not be published.