પાંચ ભારતીય વિદ્યાર્થીઓ ના મોત
કેનેડા માં ભણતા ભારતીય સમુદાય માટે ૧૨ મી માર્ચ ના રોજ હાઈવે ઉપર થયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માત માં પાંચ ભારતીય વિદ્યાર્થીઓ ના મોત અને બે ગંભીર ઘાયલ ના સમાચાર થી ઘેરા શોક ની લાગણી ફેલાઈ હતી. કેનેડા ખાતે ના ભારતીય હાઈ કમિશ્નર અજય બિસારિયા એ આ માર્ગ અકસ્માત માહિતી આપી હતી.આ નેટ – |રિ યા પ્રોવિન્સ પોલિસ – ઓપીપી ના જણાવ્યા અનુસાર આ તમામ ભારતીય વિદ્યાર્થીઓ એક વાન માં સવાર થઈ ને મુસાફરી કરી રહ્યા હતા. હાઈવે ૪૦૧ ઉપર લગભગ ૩.૪૫ વાગ્યા ની આસપાસ આ વાન નો એક ટ્રેક્ટર-ટ્રેઈલર સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભિષણ હતો કે વાન માં સવાર પાંચ લોકો ના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ગંભીરરુપે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ મુસાફરો ને તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયેલી પોલિસ અને એબ્યુલન્સ એ તત્કાળ હોસ્પિટલ માં ખસેડ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ માર્ગ અકસ્માત માં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ ની ઓળખ (૧) હરપ્રિત સિંગ ઉંમર વર્ષ-૨૪, (૨) જમિન્દર સિંગ ઉંમર વર્ષ ૨૧, (૩) કરણપાલ સિંગ ઉં. વર્ષ ૨૨, (૪) મોહિત ચૌહાણ ઉં.વર્ષ ૨૩ અને (૫) પવન ઉ.વર્ષ ૨૩ તરીકે ની થઈ હતી. ટોરોન્ટો ની કોસ્યુલ જનરલ ઓફ ઈન્ડિયા ની ટીમ પિડીતો ના મિત્રો સાથે જરુરી મદદ કરવા માટે સતત સંપર્ક માં છે. જો કે અા ટ લા ગાં ભી ૨ અકસ્માતા માં ટ્રેક્ટર ટ્રેલર ના ચાલક ને કોઈ ઈજા થઈ નથી. અકસ્માત ની તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. અકસ્માત બાદ હાઈવે ની એક લાઈન બંધ કરી દેવા માં આવી હતી જે જરુરી તપાસ અને વાહનો ના કાટમાળ ને હટાવ્યા બાદ મોડી સાંજે ફરી ખોલી દેવાઈ હતી.ભારત થી ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા ભણવા આવેલા અને સુંદર, ઉજ્જવળ ભવિષ્ય ના સ્વપ્ના જોઈ રહેલા પાંચ-પાંચ વિદ્યાર્થીઓ ના અકાળ અવસાન થી સર્વત્ર શોક ની કાલિમા છવાઈ હતી. પ્રભુ સૌના આત્મા ને શાંતિ પ્રદાન કરે તેવી જ અભ્યર્થના.