‘બા રિટાયર થાય, બાપુ નહીં !!!

ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી, પીઢ રાજકારણી અને ૮૨ વર્ષે પણ ૨૮ વર્ષીય યુવા કાર્યકર ને શરમાવે તેવો જોમ અને જુસ્સો તે ગુજરાત ના રાજકારણ માં ‘બાપુ’ તરીકે સુવિખ્યાત શંકરસિંહ વાઘેલા ની સાચી ઓળખ છે. હાલ માં જ તેઓ કોંગ્રેસ ના અસંતુષ્ઠ જૂથ જી-૨૩ સમુહ ના નેતાઓ ની દિલ્હી માં મળેલી ડીનર મિટીંગ માં હાજરી આપી ફરી એક વાર ચર્ચા ના કેન્દ્ર માં આવ્યા છે.શ્રી શંકરસિંહ વાઘેલા એ આર. એસ.એસ. અને ભાજપા ના સંનિષ્ઠ કાર્યકર તરીકે રાજકીય કારકિર્દી શરુ કર્યા બાદ જ્યારે ગુજરાત માં ભાજપા નો સૂરજ સોળે કળા એ ખિલેલો હતો અને બાજપાઈજી અને અડવાણીજી ના નેતૃત્વ હેઠળ ના ભાજપા માં ધરતીકંપ સર્જતા ગુજરાત ભાજપા માં બળવો કરી ને પોતાની અલગ પાર્ટી રાજપા બનાવી હતી. બાદમાં તેઓ ગુજરાત ના મુખ્યમંત્રી પણ બન્યા હતા અને ગુજરાત માં રાજપા ની સરકાર ‘ટનાટન’ ચલાવી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસ માં જોડાયા અને કેન્દ્ર માં કપડા મંત્રી પણ બન્યા. જો કે ૨૦૧૭ માં તેમણે કોંગ્રેસ ને પંજો બતાવી રામરામ કર્યા અને ફરી એક વાર જનવિકલ્પ નામ ના પક્ષ ની સ્થાપના કરી. જો કે વિધાનસભા ની ચૂંટણી માં તેમને ધાર્યો પ્રતિસાદ ના મળતા જૂન ૨૦૧૯ માં તેઓ શરદ પવાર ના રાજકીય પક્ષ એનસીપી માં જોડાયા. પરંતુ ત્યાં પણ ના ગોઠતા માત્ર એક વર્ષ માં એન.સી.પી.માં થી પણ રાજીનામુ ધરી દીધું.

ત્યાર બાદ એક વર્ષ અગાઉ કોંગ્રેસ માં સોનિયા ના અંગત રાજકીય સલાહકાર અહેમદ પટેલ ના અવસાન બાદ તેઓ ફરી કોંગ્રેસ માં જોડાઈ શકે છે તેવી પણ ચર્ચાઓ શરુ થઈ હતી. પંરતુ હવે આખરે તેઓ કોંગ્રેસ સાથે તો નહીં, પરંતુ કોંગ્રેસ ના અસંતુષ્ઠ જૂથ સાથે ની મિટીંગ માં હાજરી આપતા ગુજરાત કોંગ્રેસ માં અને ગુજરાત ના રાજકીય વાતાવરણ માં ચર્ચા ની આંધી ઉઠી હતી.કોંગ્રેસ ના અસંતુષ્ઠ જૂથ જી-૨૩ ની ડિનર મિટીંગ માં હાજરી પૂરાવી દિલ્હી થી પરત ફર્યા બાદ બાપુ એ ગાંધીનગર ખાતે યોજાયેલી તેમની પ્રેસ કોન્ફરન્સ માં કોંગ્રેસ ને કેટલીક વણમાંગી સલાહો પણ આપી હતી.તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી માં સંવાદ નો અભાવ એ હાલ ની મોટી સમસ્યા છે. આ અગાઉ સોનિયા ગાંધી સૌ ને સાંભળી ને નિર્ણયો લેતા હતા. રાહુલ ગાંધી વ્યક્તિ તરીકે ખરાબ નથી પરંતુ યોગ્ય અને કાર્યક્ષમ સલાહકાર ના હોવા ના કારણે પ્ર ના ઉભા થાય છે. તેમણે હાલ ની કોંગ્રેસ ની પરિસ્થિતિ અ – બો લતા જણાવ્યું હતું કે કોઈ નવા નિશાળીયા ને પણ ખબર પડે કે ચાલુ રેસ માં ઘોડા ના બદલાય પરંતુ પંજાબ માં ચૂંટણી આડે છ માસ થી પણ ઓછો સમય હતો ત્યારે અનુભવી કેપ્ટન અમરિન્દરસિંગ ને બદલી નાંખ્યા. જૂની નેતાગિરી અને સારા સલાહકાર ના અભાવે એક રાજ્ય માં થી પોતાની સરકાર ગુમાવી દીધી. સોનિયા ગાંધી તેમની તબિયત સારી ના રહેતી હોવા છતા પાર્ટી ને સારી રીતે સંભાળી રહ્યા છે,

જ્યારે અહેમદભાઈ ના અવસાન બાદ તેમની જગ્યા કોઈ યોગ્ય વ્યક્તિએ સંભાળી હોત તો જી-૨૩ જેવા ગૃ પો જ ના બન્યા હોત.આ ઉપરાંત તેમણે કોરોના કાળ માં બે વર્ષ સુધી કોઈ ને ના મળવા નો રાહુલ-પ્રિયંકા ના નિર્ણય ને પણ ખોટો ગણાવ્યો હતો. લોકો ને પ્રિયંકા ગાંધી થી મોટી આશાઓ હતી. પરંતુ તેમને યુ.પી.ના મહામંત્રી બનાવી ને રાજકારણ માં ઉતારવા નો નિર્ણય પોલિટીકલ મિસફાયર હતું. આ ચૂંટણી થી પ્રિયંકા ની ઈમેજ ઉપર પણ ધબ્બો લાગી ગયો. દરેક ની કારકિર્દી હોય છે એ કારકિર્દી બનાવવા માટે યોગ્ય ટ્યુનિંગ હોવું જોઈએ જેનો અભાવ રહ્યો. યોગ્ય સલાહકાર હોવા જોઈએ જે ના મળ્યા. સમય સમય ઉપર જોડવા નું કામ થવું જોઈએ જેની જગ્યા એ તોડવા નું કામ થયું. આમ ‘બાપુ’ એ કોંગ્રેસ ની યુવા નેતાગિરી માં સામાન્ય રીતે જોવા મળતો જનરેશન ગેપ તેમ જ યોગ્ય અને અનુભવી સલાહકારો ની ટીમ ના મળી હોવા નું જણાવ્યું હતું.ગાંધીનગર ખાતે ની પત્રકાર પરિષદ માં પત્રકારો સાથે હળવાશ ની પળો માં વાત કરતા શંકરસિંહ બાપુ” એ પંજાબ માં પાર્ટી દ્વારા મુખ્યમંત્રી બદલવા ના નિર્ણય અંગે પ્રશ્ન પૂછતા આ વિચક્ષણ રાજનેતા એ માર્મિક જવાબ આપતા જણાવ્યું હતું કે જૂનો દારુ, જૂની દોસ્તી, જૂના નેતા અને જૂના ડોક્ટર સારા !!

Leave a Reply

Your email address will not be published.