ભારત ને મળશે સસ્તુ ક્રૂડ

સામાન્ય રીતે આજ ના ગ્લોબલ અને વૈશ્વિક બજારો ના માહોલ માં વિશ્વ માં ક્યાંય પણ બે દેશો વચ્ચે તણાવ વધે તો તેની અસર સમગ્ર વિશ્વ ના બજારો ઉપર વધતા ઓછા અંશે પડતી હોય છે. હાલ રશિયા ના ફૂડ, ગેસ ને અમેરિકા, નાટો અને યુરોપ ના દેશો એ પ્રતિબંધિત કરતા રશિયા ડિસ્કાઉન્ટેડ ભાવે ભારત ને ફૂડ આપવા ઓફર કરી ચુક્યું છે જેના ઉપર વાટાઘાટો OIL ચાલે છે.અમેરિકા અને પશ્ચિમી દેશો ના વિવિધ આર્થિક પ્રતિબંધો સામે ઝીક લઈ રહેલા રશિયા ને આ પરિસ્થિતિ માં થી બહાર નિકળવા વિશ્વ ના મોટા બજારો અને મિત્ર રાષ્ટ્ર સાથે સંકલન સાધી નવા, મોટા ગ્રાહકો શોધી રહ્યું છે. આમાં ભારત પોતાની અનુકૂળતા અને જરૂરિયાત ના હિસાબે એવા કરાર ભણી આગળ ધપી રહ્યું છે જેમાંથી ન માત્ર મોંઘા ક્રૂડ ઓઈલ ના બોજ થી જ રાહત મળશે, પરંતુ ભારતીય ચલણ રૂપિયો પણ વધારે મજબૂત થશે. જેના અંતર્ગત બારત રશિયા પાસે થી અંદાજે ૩૫ લાખ બેરલ ક્રૂડ ખરીદશે. આ ઉપરાંત શિપિંગ અને પરિવહન વીમા ની બે મોટી જવાબદારી પણ રશિયા જ ઉપાડશે. આ ઉપરાંત રશિયા ઉપર આંતરરાષ્ટ્રીય ચૂકવણી સ્વિફ્ટ’ દ્વારા પ્રતિબંધિત કરાતા આ સોદો રૂપિયા-બલ ના વ્યવહાર માં જ થશે તો તે પેટ્રોલિયમ માર્કેટ માં અમેરિકી ચલણ-ડોલર માં એકાધિકાર સામે પણ મોટો પડકાર બનશે. ચીન પણ સાઉદી અરેબિયા સાથે યુઆન માં કુડ ખરીદવા વાતચીત કરી રહ્યું છે. આમ પેટ્રોલ જગત માં વેચાણ પધ્ધતિ માં આંતરરાષ્ટધીય ચલણ માં થી અમેરિકી ડોલર નો એકાધિકાર ખતમ થઈ રહ્યો છે.રુપિયા-સબલ ના વ્યવહાર થી સ્વાભાવિક રીતે જ આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયો મજબૂત થશે. આ સોદો ડોલર માં થવા નો ના હોવા થી ડોલર ઉપર ની આપણી નિર્ભરતા ઘટશે, અને રૂપિયા ની કિંમત વધશે તેમ જ આયાત બિલ પણ ઘટશે. પેટ્રોલ ના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ભારતીય પેટતોલ કંપની અને સરકાર ઉપર ભાવ વધારવા નું અનિવાર્ય હતું, પરંતુ ભાવ વધારતા મોંઘવારી વધશે તે પણ નિર્વિવાદ હતું જેથી સરકાર મુંઝાતી હતી. આવી પરિસ્થિતિ માં રશિયા દ્વારા ન માત્ર ડિસ્કાઉન્ટેડ ભાવે ફૂડ પરંતુ શિપીંગ અને પરિવહન વિમા ની જવાબદારી પણ રશિયા ઉપાડતા ભારત માટે ફાયદા નો સોદો છે.

Leave a Reply

Your email address will not be published.