મિસાઈલ શરતચૂક થી પાકિસ્તાન માં

ભારતીય સૈન્ય દ્વારા ૯ મી માર્ચે એક મિસાઈલ શરતચૂકથી પાકિસ્તાન માં મિયાં ચડ્યુ વિસ્તાર માં જઈ ને પડી હતી. ભારત તરફ થી આ મિસાઈલ અકસ્માતે પાકિસ્તાન માં જઈ ને પડવા અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. સદ્ભાગ્યે આના થી કોઈ જાનહાનિ કે માલ-મિલ્કત નું નુક્સાન થયું નથી.ભારત ના હરિયાણા ખાતે ના સિરસા ખાતે મિસાઈલ પરીક્ષણ દરમ્યિાન અકસ્માતે ફાયર થઈ ગયેલી આ મિસાઈલ સાંજે ૬:૪૩ એ ફાયર થઈ હતી. સાંજે માત્ર ત્રણ મિનિટ માં, અર્થાત કે ૬:૪૬ એ પાકિસ્તાન ની સરહદ પાર કરી ને ૬:૫૦ મિનિટે પાકિસ્તાન ના મિયા ચક્ષુ વિસ્તાર માં જઈ ને પડી હતી. જો કે ઘટનાક્રમ ના બે દિવસ બાદ અર્થાત કે શુક્રવારે ૧૧ મી માર્ચે પાકિસ્તાને ભારતીય રાજદૂત ને સમન્સ પાઠવી ને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે પાકિસ્તાન ના વિદેશ મંત્રી શાહ અહમદ કુરેશી એ આદત પ્રમાણે આ મામલે યુ.એન. સિક્યોરીટી કાઉન્સિલ ના પી-૫ દેશો સમક્ષ ઉઠાવવા ની ધમકી આપી હતી. ભારતે આ ઘટના અંગે નિવેદન જાહેર કરી ને કહ્યું હતું કે ૯ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ નિયમિત જાળવણી દરમ્યિાન ટેકનિકલ ખામી ના કારણે મિસાઈલ નું આકસ્મિક ફાયરીંગ થયું હતું.

ભારત સરકારે આ બાબત ને ગંભીરતા થી લીધી છે અને ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઈન્કવાયરી નો આદેશ આપી દીધો છે. પાકિસ્તાન ની સેના તો નહીં પણ રાજકારણ આ મામલા ને ગંભીરતા થી લઈ રહ્યું છે. ત્યાં એવો પણ પ્રચાર કરાઈ રહ્યો છે. ભારતે સંભવિત હુમલો કરતા પાકિસ્તાન ની એર મિસાઈલ અને ડિફેન્સ સિસ્ટમ ની ચકાસણી કરી લીધી હતી. જો કે પાકિસ્તાન દ્વારા આ મામલા ને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ઉછાળવા ની નાકામિયાબ કોશિષ કરી હતી. જો કે અમેરિકા એ સ્પષ્ટ પણે કહી દીધું છે કે આ એક ઘટના માત્ર છે, તેમાં કોઈ ષડયંત્ર જણાતું નથી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડિફેન્સ એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે તમે મિસાઈલ તેને કહી શકો છો જ્યારે તેમાં કોઈ વોરહેડ લગાવેલા હોય. જો કે સામા પક્ષે પાકિસ્તનિ ની વાયુસેના એ આ ભારતીય મિસાઈલ ને પ્રોજેક્ટાઈલ શબ્દ નો પ્રયોગ કર્યો હતો. આમ ભારતીય મિસાઈલ શરતચૂક થી પાકિસ્તાન જઈ ને પડી હતી.જો કે પાકિસ્તાનમાં અત્યારે રાજકીય માહોલ ગરમ છે. વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી વિરુધ્ધ ત્યા ની સંસદ માં અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરાયો છે. પાકિસ્તાન માં ભિષણ બનેલી મોઘવારી અને આંતરરાષ્ટવય ક્ષેત્રે પણ રશિયા ની નિષ્ફળ મુલાકાત ને રાજકીય બવંડર અને આઈએમએફ ના નવી વધારે લોન આપવા ના સ્પષ્ટ ઈન્કાર બાદ આ વખતે પીટીઆઈ ના સાથી પક્ષો પણ ઈમરાન ની વિરુધ્ધ માં મત આપે તેવી પ્રબળ સંભાવનાઓ છે.

આવી કટોકટી ની ક્ષણો માં બનેલી આ ઘટના નો પાકિસ્તાની આર્મી થી વધારે વિરોધ રાજકીય સ્તરે થઈ રહ્યા છે, શાસક પક્ષ તથા વિપક્ષો બન્ને પોતપોતના ફાયદા માં આ ઘટના ને રાજકીય રંગ આપવા માં લાગેલી છે. પાકિસ્તાની મિડીયા રિપોર્ટસ પ્રમાણે પાકિસ્તાન એ ૯ મી માર્ચે પડેલી મિસાઈલ ની ૧૧ મી માર્ચે કરાયેલા વિરોધ ના વિલંબ ના મામલે એરફોર્સ ના સંલગ્ન એક કમાન્ડર અને બે એર માર્શલ ને નોકરી માં થી બરતરફ કર્યા છે. જો કે તેને પરાણે સેવાનિવૃત્તી નું નામ અપાયું હતું. પાક. પત્રકાર મોહમ્મદ ઈબ્રાહિમ કાઝી એ સોશ્યિલ મિડીયા મા એવો દાવો કર્યો છે કે ભારત તરફ થી છોડવા માં આવેલી અને પાકિસ્તાન ના મિયાં ચક્ષુ વિસ્તાર માં પડેલી મિસાઈલ, ભારત ની ખતરનાક મિસાઈલ બ્રહ્માસ્ત્ર હતી, તેની રેન્જ ૨૯૦ કિ.મી. હતી. ઈન્ડિયન એરફોર્સ તેનો સ્ટોક રાજસ્થાન ના શ્રી ગંગાનગર માં રાખે છે. જો કે પાક. સેના ના દાવા પ્રમાણે આ મિસાઈલ હરિયાણા ના સિરસા થી છોડાઈ હતી. આ સમગ્ર બાબતે એ ચર્ચાઓ થઈ રહી છે કે પાકિસ્તાન એરફોર્સ મિસાઈલ ફાયર થયા ના બે દિવસ પછી એક્શન માં કેમ આવી? મિસાઈલ ફાયર થતા જ પાકિસ્તાને લગાવેલી ચીની બનાવટ ની એન્ટિ મિસાઈલ સિસ્ટમ એ તેનું ડિરેક્શન કેમ ના કર્યું કે તેને તોડી ના પડાઈ?

આ તો ઘણી નાની અને અનઆર્ડ મિસાઈલ હતી, જો મોટી અને આસ્ડ મિસાઈલ હોત તો શું થાત ? વળી ભારત માં પાક. રાજદૂત રહી ચૂકેલા પૂર્વ ડિપ્લોમેટ અબ્દુલ બાસિત એ જણાવ્યું હતું કે ભારત કોઈ ખતરનાક પ્લાન બનાવી રહ્યું છે. આપણે યોગ્ય સમયે સતર્ક થઈ જવા ની જરુર છે. જરા યાદ કરો ૨૨મી ફેબ્રુઆરી, ૧૯૯૪ માં ભારત ની સંસદ માં એક પ્રસ્તાવ પસાર થયો હતો તેમાં કહેવાયું હતું કે તેઓ પી.ઓ.કે. જે તેમનું અવિભાજ્ય અંગ છે તેને પાછુ લેશે. આથી એ સવાલ અસ્થાને નથી કે તેઓ ખાલી મિસાઈલ છોડી ને હુમલા પૂર્વે પાકિસ્તાની એરફોર્સ અને સેના કેટલી તૈયારી છે કે શું પ્રતિક્રિયા આવે છે તે જોવા તો નથી માંગતા ને? જો આમ જ હોય તો પાકિસ્તાન માટે આ ઘણી ખતરનાક બાબત બની શકે છે. સંભવતઃ ભારત નો ભાવિ પ્લાન પી.ઓ. કે ઉપર મિસાઈલ એટેક દ્વારા કબ્બો મેળવવા ની સંભાવના નકારી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published.