મુસ્લિમો હવે અલ્પસંખ્યક નહીં – હિંમત
ભારતીય રાજકારણ માં અને માત્ર લઘુમતિ તુષ્ટિકરણ ની રાજનીતિ માં રાચતા કોંગ્રેસ, સપા, બસપા, આરજેડી, એઆઈએમઆઈએમ સહિત ના મોટા ભાગ ના વિપક્ષો જે સત્ય સ્વિકારવાની હિંમત નથી કરતા તે વાત આસામ ના નિડર અને નિર્ભિક મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા એ કરતા જણાવ્યું હતું કે અસલ રાજ્ય ની વસ્તી માં ૩૫ ટકા આબાદી મુસ્લિમો ની છે ત્યારે તેમને હવે પૂર્વોત્તર ના આ રાજ્ય માં અલ્પસંખ્યક માની શકાય નહીં.આ મામ વિધાનસભા ના બજેટ સત્ર માં રાજ્યપાલ ના અભિભાષણ ઉપર ની ચર્ચા દરમિયાન બોલતા મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા એ કહ્યું હતું કે આજે મુસ્લિમ સમુદાય ના લોકો વિપક્ષ ના નેતા, ધારા ભ્યપદે બિરાજમાન છે. તેઓ દેશ ના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિપદ પણ એક થી વધુ વખત શોભાવી ચુક્યા છે. તેમની પાસે સમાન અવસર અને શક્તિ છે તેથી તે નક્કી કરવું પણ તેમનું કર્તવ્ય છે કે આદિવાસી લોકો ના અધિકારો ની રક્ષા કરવા માં આવે અને તેમની ભૂમિ ઉપર કન્નો કરવામાં ના આવે. છઠ્ઠી અનુસૂચિત ક્ષેત્ર માં રહેતા આદિવાસીઓ ની ભૂમિ ઉપર તેમણે અતિક્રમણ કરવા ની કોઈ જરૂર નથી. જો બોરા અને કવિતા (અસમિયા ઉપનામ) તે ભૂમિ ઉપર વસ્યા નથી તો ઈસ્લામ અને રહેમાન | (મુસ્લિમ ઉપનામ) એ પણ એ જમીન ઉપર વસવા થી બચવું જોઈએ. સત્તા જવાબદારી સાથે આવે છે અને મુસ્લિમ આસામ ની વસ્તી ના ૩૫ ટકા આબાદી છે ત્યારે અલ્પસંખ્યકોની રક્ષા કરવી તેમનું કર્તવ્ય છે. રાજ્ય માં મુસ્લિમ સમુદાય ની વસ્તી વધી ગઈ છે અને હવે તેમણે એક બહુ સંખ્યક સમાજ તરીકે વર્તવા નું શરુ કરી દેવું જોઈએ.મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા એ સાંપ્રદાયિક સદ્ભાવના નક્કી કરવા ની જવાબદારી પણ મુસ્લિમ સમુદાય અને તેમાં પણ સવિશેષ સ્વરુપે બંગાળીભાષી મૂળ લોકો ઉપર નાંખતા હ્યું હતું કે આસામ ના મૂળ નિવાસી મુસ્લિમો ને પણ પોતાની ઓળખ ગુમાવવા નો ડર લાગી રહ્યો છે. મુખ્યમંત્રી એ પોતાના દાવા ના સમર્થન માં પુરાવા હોવા નું પણ સ્પષ્ટ કર્યું હતું. આ ઉપરાંત પોતાના સંબપેન માં તેમણે જ્યાં મુસ્લિમો બહુસંખ્યક સમાજ હતો તેવા કાશ્મિર માં થી ૧૯૯૦ માં કાશ્મિરી હિન્દુઓ ની હિજરત નો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અન્ય સમુદાયો નો ડર દૂર કરવો તે રાજ્ય ના મુસ્લિમો નું કર્તવ્ય છે.