રસરંગ

હું હંમેશા તમારી સેવામાં હાજર હોઈશ.’
તમારું બિલ આપશો?’
“એની શી ઉતાવળ છે? મેં હજુ ફાઈનલ નથી કર્યું. એક બે દિવસમાં મનીષને આપીશ.”
“થેંક્સ કાદરી સાહેબ. તમે બહુ ખંતથી થોડા દિવસમાં બહુ કામ કર્યું છે. અમે તમારાં ઋણી છીએ.” | “મારો વ્યવસાય છે. વળી આ કામ એ તો મારી ફરજ હતી. નમસ્તે!”
‘ફરી તમારો આભાર. મનીષ તમારો પણ.’ | ‘મિત્ર મિત્રોને કામ ન આવે તો કોણ આવે?’
બન્ને જતાં આરતીએ ડિટઈલમાં ફાઈલ વાંચી.
મિ.કાદરીએ બહુ ઝીણવટથી બધી માહિતી પુરાવા સાથે એકઠી કરી હતી. કોઈ સારો વકીલ પણ આવો સરસ રિપોર્ટ તૈયાર ન કરી
શકે.
ત્રણચાર દિવસ વિચારતી રહી. કાંઈક નિર્ણય લેવાઈ જતાં વિવેકને કહ્યું, “ઈન્સપેક્ટર જાડેજાને મળવાનું તું ગોઠવ.”
કેમ?”
એને ફોન કર કે તારી પાસે લાખ રૂપિયા આવી ગયા છે. ક્યાં અને ક્યારે મળવું છે?’ વિવેક આરતીનો પ્લાન સમજ્યો નહિ.
એ ફોન કરે એ પહેલાં એના સેલ ફોન પર જાડેજાનો ફોન આવ્યો.
ડૉ. વિવેક, મારી બદલી ચોટીલા થવાની છે. બે અઠવાડિયામાં મારે હાજર થવાનું છે. એ પહેલા

અહીંની ફાઈલોનો નિકાલ કરવાનો
તિમિરનાં તેજ
જય ગજ્જર
છે. બોલો, કંઈ કરવું છે? કરવું હોય તો ક્યારે મળો છો?’
“મારી પાસે સગવડ થઈ ગઈ છે. તમે કહો ક્યાં ક્યારે મળવું છે?’
‘તમારા ગામની વાવ પાસે આવતા બુધવારે રાત્રે નવ વાગે.”
સાથે ફાઈલ અને દાગીના

લેતા આવજો.”
જરૂર. જો કોઈ ગરબડ કરી છે તો તમારો જાન જોખમમાં મુકાશે એ ન ભૂલતા.’
“કશું જ નથી કરવાનો. મારે તો તમારા સકંજામાંથી છૂટવું છે.’
“ઓ.કે.’ વિવેકે ફોન મૂકી
દીધો.
બહુ સરસ વાત તેં કરી. હવે બધુ મારા પર છોડી દે.’
વિવેક આરતીની હિંમત પર વારી ગયો.
“એને લાખ રૂપિયા આપી દેવા માંગે છે?’
બધું મારા પર છોડી દે.”
બુધવારે બન્ને સ્કુટર પર નીકળી પડ્યા. વાવથી થોડે દૂર એક ખેતરમાં વાડની બીજી બાજુ સ્કૂટર મૂકી નવ વાગે વાવ પાસે પહોંચી

Leave a Reply

Your email address will not be published.