રાશિ ભવિષ્ય ( ભવિષ્યવાણી)

મેષ (અ,લ,ઈ)
આ સપ્તાહમાં આવક કરતાં જાવક વધતાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે. યાત્રા-પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવો. માનસિક ચિંતા ઉચાટ રહ્યા કરે. હરો ફરો પરંતુ મન ક્યાંય લાગે નહિ, નવા આયોજનો તેમજ અગત્યનાં કાર્યો હાલ પૂરતા મોકૂફ રાખવા પડે. વાદ-વિવાદથી દૂર રહેવુ. ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ. સ્નેહીજન સાથે | મિલન મુલાકાત થાય.
gIભ (બ,વ,ઉ)
આ સપ્તાહમાં નવા આયોજનો હાલ પૂરતા મોકૂફ રાખવા. પારિવારીક મતભેદનાં પ્રસંગો સર્જાય. એક બાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. હરો ફરો પરંતુ મન ક્યાંય લાગે નહિ. વિરોધીઓ ફાવી જતાં જણાય. માનસિક વ્યગ્રતા જણાય. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અન્યને દોરવાયે દોરવાઇ જવુ નહિ.
મિથુન (ક,છ,ઘ)
આ સપ્તાહમાં ધાર્યા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. લાભની તકો મળી રહે. નેહીજનનો સાથ-સહકાર મળી રહેતા આનંદ-ઉત્સાહ રહે. નવા આયોજનો અમલમાં મૂકી શકશો. લાભની તકો મળી રહે. નોકરિયાતોને બઢતી તેમજ બદલીની તકો મળી રહે. ધંધાકીય ક્ષેત્રે અગત્યનાં નિર્ણયો લઇ શકશો. પારિવારીક મનમેળ રહે.

કર્ક (ડ, હ)
આ સપ્તાહમાં અગત્યનાં કાર્યો અટવાઇ જતાં જણાય. માનસિક ચિંતા-ઉચાટ રહ્યા કરે. પારિવારીક મનમેળ રહે. સ્વાસ્થ કાળજી માંગી લેશે. નવા આયોજનો હાલ પૂરતા મોકૂફ રાખવા. લાભની આશા ઠગારી નીવડે. સામાજીક તેમજ ધાર્મિક કાર્યોમાં સફળતા મળે. સંપત્તિને લગતાં પ્રશ્રો વધુ ગૂંચવાતા જણાય. વ્યર્થનાં વાદ-વિવાદમાં પડવુ નહિ.
‘સિંહ(મ,ટ) TR.
આ સપ્તાહમાં ધાર્યા કાર્યો સફળતાપૂર્વક પાર પાડી શકશો. મનની મુરાદ બર આવે. અટવાયેલા વિલંબમાં પડેલા કાર્યો પાર પડે. માનસિક આનંદઉત્સાહ રહે. વિરોધીઓથી સાવધ રહેવું. અગત્યની મુલાકાત લાભદાયી રહે. નાણાંકીય મુશ્કેલીઓ હળવી થાય. નવા આયોજનો અમલમાં મૂકી શકો. નેહીજનથી મિલન-મુલાકાત થાય.
કન્યા (પ,ઠ,ણ)
આ સપ્તાહમાં યાત્રા-પ્રવાસ મજાનો રહે. નવા આયોજનો અમલમાં મૂકી શકશો. નાણાંકીય પ્રશ્નો હળવા થાય. આવકમાં સારો એવો વધારો થાય. અગત્યની મુલાકાત લાભદાયી રહે. ધંધાકીય ક્ષેત્રે વિકાસનો માર્ગ મોકળો થાય. અણધાર્યા લાભ મળે. પારિવારીક મતભેદનાં પ્રસંગો સર્જાય. વ્યર્થનાં વાદ-વિવાદમાં પડવું નહિ.

તુલા(ર, ત)
આ સપ્તાહમાં લાભની તકો મળી રહેતા | આનંદ-ઉત્સાહ રહે. આપનાં પરિશ્રમ મુજબનું ફળ ચાખી શકશો. અગત્યની મુલાકાત લાભદાયી | રહેધંધાકીય ક્ષેત્રે વિકાસનો માર્ગ મોકળો થાય. પારિવારીક મતભેદનાં પ્રસંગો સર્જાય. વાદ-વિવાદ) થાય. સ્વાથ્યની કાળજી રાખવી. સ્નેહીજન સાથે મિલન-મુલાકાત થાય. નાણાંકીય મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. અટવાયેલા કાર્યો પાર પડે.
વૃશ્ચિક (ન,ય)
આ સપ્તાહમાં કોઇ પણ નવુ સાહસ કે રોકાણ કરવું સલાહભર્યું નથી. અન્યનાં દોરવાયે દોરવાઇ જવુ નહી. આવક કરતાં જાવક વધે નહી તેની તકેદારી રાખવી. ધંધાકીય પ્રશ્નો હળવા કરવા તરફ વધુ ધ્યાન આપવું પડે. અટવાયેલા કાર્યો પાર પડવાની અણીએ આવીને અટવાઇ પડે. ધીરજથી સમજી વિચારીને જ નિર્ણયો લેવા.
ઘન (ભ,ધ,ઢ, ફ).
આ સપ્તાહમાં આપ નવા આયોજનો અમલમાં મૂકી શકશો. મુશ્કેલીનાં વાદળો વિખરતાં જણાય. નાણાંકીય પ્રશ્નો હળવા થાય. સંપત્તિને લગતા પ્રશ્રોમાં સફળતા મેળવી શકશો. પારિવારીકા મનમેળ રહે. સ્વાથ્ય તકેદારી માંગી લેશે. વાદવિવાદમાં પડવું નહી. વાણી પર સંયમ રાખવો. વિરોધીઓ ફાવી જાય નહી તેની કાળજી રાખવી.

મકર (ખ, જ)
આ સપ્તાહમાં આપે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી. આવેશમાં આવીને ઉતાવળિયા નિર્ણયો લેવા નહી. આવક કરતાં જાવક વધી જાય નહી તેની કાળજી રાખવી. સ્નેહીજન સાથે મિલનમુલાકાત થાય. ધંધાકીય પ્રશ્રો પાર પાડી શકશો. સંપત્તિને લગતાં પ્રશ્રોમાં ધીરજથી કામ લેવુ. દામ્પત્યજીવનમાં સુમેળ રહે.
કુંભ (ગ,શ,સ,ષ)
આ સપ્તાહમાં મનની મુરાદ બર આવતા આનંદ ઉત્સાહ રહે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં ધારેલી સફળતા મળી રહે. નાણાંકીય મુશ્કેલીઓ દૂર થતાં રાહત જણાય. આવકમાં સારો એવો વધારો નોંધાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો થતો જણાય. અગત્યની મુલાકાત લાભદાયી રહે. લાભની તકો મળી રહે. સંપત્તિને લગતાં કાર્યો વધુ ગુંચવાતા જણાય.
મીન (દ,ચ,ઝ,થ)
આ સપ્તાહમાં મનની મુરાદ બર આવતા આનંદ-ઉત્સાહ રહે. ધાર્યા પરિણામો હાંસલ કરી શકશો. લાભની તકો મળી રહે. પારિવારીક પ્રશ્નો ઉકેલી શકશો. મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નવીન મુલાકાત લાભદાયી રહે. યાત્રાપ્રવાસ થાય. આવક કરતાં જાવક વધે નહી તેની કાળજી રાખજો. નવા આયોજનો અમલમાં મુકી શકશો.

Leave a Reply

Your email address will not be published.