લાજવાબ મનોજ મુતશિરા

બોલિવુડ માં હંમેશા યંગ જનરેશન ની બોલબાલા રહી છે. ફિલ્મ એક્ટર્સ અને સિંગર્સ ની જેમ હવે એક ખૂબ જ ઉંચા દર્શા ના શાયર અને લેખક કે જેમની કલમ થી માત્ર પ્રેમગીત અને શાયરી જ પરંતુ દેશદાઝ અને રાષ્ટ્રપ્રેમ ની ભાવના થી ઈતિહાસ ને નવી નજરે આલેખતો લેખક પણ છે તેવા પ્રતિભાશાળી ગીતકાર અને લેખક મનોજ મુંતશિર વિષે જાણીએ.પ્રખરરાષ્ટ્રવાદી મનોજ મુતશિરમોગલ બાદશાહો- અકબર, હુમાયુ, ઔરંગઝેબ, શાહજહાં અને જહાંગીર ને ગ્લોરીફાઈડ ડાકુ કહે છે તો દેશ ના જાણિતા સારે જહાં સે અચ્છા. ના ગીતકાર અલાલા ઈકબાલ ને વાંચવા ની ના પાડે છે. આ જ રીતે આઝાદી ના મહાનાયક ચંદ્રશેખર આઝાદ ની સ્થાપિત છબી ની સામે પોતાની કવિતા “જીઓ તિવારી, જનેઉધારી’ થી દેશ સમક્ષ પ્રથમ વાર ચંદ્રશેખર તિવારી ની છબી સુસ્પષ્ટ કરવા નું શ્રેય પણ તેમને જ જાય છે. એક ઈ – 2 માં તેમણે બોલિવુડ,૨ટ -મનો. પ્રેમ અને દ શ દાઝા જ વ ા મુદ્દાઓ ઉપર ખૂબ ખીલી ને વાત કરી હતી, તેમના જણાવ્યા પ્રમાણે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પોતાના નાયક માને છે. તેમને લાગે છે કે ભારત નો ખરો ભાગ્યોદય ૨૦૧૪ પછી જ થયો છે. તેમણે કહ્યું છે કે મારી જનરેશન ના લોકો ની સાથે બહુ જ મોટો વિશ્વાસઘાત થયો છે. અમે જે અભ્યાસ કર્યો, અમને જે ઈતિહાસ ભણાવાયો જેને અમે ૨૦૧૪ સુધી સાચો માનતા હતા, હવે ખબર પડી કે તે બધુ એક એજન્ડા હેઠળ હતું.

હું ઈતિહાસ બદલવા માંગતો નથી પરંતુ હવે સાચી દૃષ્ટિ કેળવાઈ છે અને હું મારો દૃષ્ટિકોણ રજુ કરું છું. હમણા સુધી જે વાત ને લઈ ને હું ગર્વ થી ફરતો હતો કે હું સેક્યુલર છું પરંતુ ઘણા વરસો પછી ખ્યાલ આવ્યો કે મારી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે.કય લર | મુશિર હોવું એ નાગરિક નું નહીં, પરંતુ સર કા ૨ નું કામ છે. વડાપ્રધાન મોદીએ હું નાયક માનું છું. કારણ કે સમાજ ના સૌથી નીચલા સ્તર થી આવેલી આ એક વ્યક્તિ આજે દેશ ના સૌથી ઉંચા સિંહાસન ઉપર બેસે છે અને ત્યાર બાદ પણ વારંવાર પોતાની ઉપયોગિતા સિધ્ધ કરે છે. ચંદ્રશેખર આઝાદ ની કવિતા ઉપર થઈ રહેલા વિવાદ ઉપર પણ બેબાક બોલતા કહ્યું હતું કે આ દેશ ની કમનસીબી છે કે જ્યારે કોઈ એક હિન્દુ ધર્મપરિવર્તન કરી ને મુસ્લિમ કે ખ્રિસ્તી બની જાય તો બધા ચૂપ રહે છે, પરંતુ હિન્દુ થઈ જાય ત્યારે બૂમાબૂમ થઈ જાય છે. ભગતસિંહે કહ્યું હતું કે હું નાસ્તિક છું, છતા તમે તેનો પાઘડી સાથે નો સ્વિકાર કર્યો, તો ચંદ્રશેખર આઝાદ ને જનોઈ સાથે કેમ નહીં? બોલિવુડ પણ ભારત માં જ આવેલું છે. એટલે ભારત ની જેમ અહીં પણ જમણેરી અને ડાબેરી બે અલગ અલગ હિસ્સા છે જ. જો કે ૨૦૧૪ પહેલા આપણે ઈન્ડિયા માં જીવતા હતા, હવે ભારત માં જીવીએ છીએ. ૨૦૧૪ પહેલા ખુબ ગંદી રીતે લિબરલીઝમ બોલિવુડ ઉપર રાજ કરતું હતું. સંવેદનહીન હોવા નું નામ લિબરલ હોવું જોઈએ. પહેલા બૂમ પાડવા ની કોઈ ના માં હિંમત ન હતી. બધા ને દબાવી ને રાખવા માં આવ્યા હતા.

હવે લોકો એ બૂમો પાડવા નું શરુ કર્યું છે તો કહે છે કે અસહિષ્ણુ થઈ ગયા.કાશ્મિર ઉપર કેટલાક વર્ષો પહેલા એક ફિલ્મ બની હતી. જો કે આ ફિલ્મ બાદ લોકો નો પ્રતિભાવ આવ્યો કે આવું તો કાંઈ બન્યું જ ન હતું. પછી લિબરલીઝમ વાળાઓ એ હિન્દુ-મુસ્લિમ ભાઈ ભાઈ ના નારા બુલંદ બનાયા હતા. વાસ્તવિકતા એ છે કે વાંધાજનક ભૂતકાળ નો સ્વિકાર કરવા અને શક્ય હોય તો ભૂલ સુધાર્યા વગર ક્યારેય મિત્રતા થઈ શકતી નથી. કાશ્મિર મુદ્દે પણ ૩૨ વર્ષો બાદ બોલિવુડ ના કોઈ ભડવીરે ઈતિહાસ ના તે કાળા પ્રકરણ ને પ્રથમવાર જાહેર માં લાવવા નું કામ કર્યું છે. બાહોશ ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી એ હિંમત બતાવી છે જેના કારણે તેઓ ભોગવી પણ રહ્યા છે. આ ફિલ્મ તેમણે કોઈ પૈસા કમાવવા કે લોકપ્રિયતા મેળવવા બનવી ન હતી. તેઓ માત્ર ભારત ની જનતા થી જે વાત છૂપાવાઈ રહી હતી તે સત્ય ને ઉજાગર કર્યું છે. તેઓ આ બાબતે પોતાનો દૃષ્ટિકોણ એક વાત ના માધ્યમ થી કહેવા માંગતા હતા, પરંતુ કમનસીબે આની ભરપાઈ તેમણે ઈન્ડસ્ટ્રી માં કોઈ ને કોઈ સ્વરુપે કરવા ની રહેશે, પરંતુ તેઓ બહાદૂર છે, આ ઉપરાંત તેમને પોતાના વતન અંગે બોલતા જણાવ્યું હતું કે અમેઠી મારું છે અને હું અમેઠી નો દીકરો છું. અમેઠી ની જે પણ રીતે સેવા કરવા ની મને તક મળે હું તન, મન, ધન થી સેવા કરવા તૈયાર છું. જ્યારે પણ અમેઠી ને મારી જરુર પડશે, ત્યારે હું ત્યાં જોવા મળીશ.


Leave a Reply

Your email address will not be published.