‘ વડાપ્રધાને નિહાળી ‘ધ કાશ્મિર ફાઈલ્સ’

બોલિવુડ માં ડાબેરી વિચારધારા, દંભી સામ્પ્રદાયિકતા અને લઘુમતિ તુષ્ટિકરણ કરનારાઓ ની ન માત્ર બોલબાલા છે પરંતુ આવા અમુક લોકો એ ટોળકી રચી ને રીતસર નું બોલિવુડ ને બાન માં લીધેલું છે. આથી જ આવી ટોળકી ના શરણે નહી જનાર અને કાશ્મિરી પંડિતો ઉપર થયેલા નૃશંસ હત્યાકાંડ અને પરિણામે ૫.૫ લાખ કાશિમરી પંડિતો ની હિજરત વખત ની સત્ય ઘટનાઓ આધારીત ફિલ્મ એ બોલિવુડમાં ખાસ પ્રસિધ્ધી ના મળે તેવા ષડયંત્ર સામે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ખુદ આ ફિલ્મ નિહાળી અને પ્રોડ્યુસર, ડિરેક્ટર અને એક્ટર્સ ની ખૂબ પ્રશંસા કરી હતી.બોલિવુડ ફિલ્મો વેબ સિરીઝ અને સિરીયલ્સ માં હિન્દુ ધર્મગુરુઓ, સંતh-મહંતો અને પુજારીઓ ને નશાખોર, ભ્રષ્ટાચારી, બળાત્કારી અને દુરાચારી બતવવા અને અન્ય લઘુમતિ ધર્મ ના ટ્રીપલ તલાક કે હલાલા જેવા મુલ્લા-મૌલવીઓ ના જઘન્ય અપરાધ કે આતંકવાદ ને ઉત્તેજન આપવા જેવી બાબત અંગે ફિલ્મો માં કોઈ ઉલ્લેખ નહીં કરી ઉપર થી તેમને સુફી અને ફરિતા બતાવવા માં આવે છે.

કાશ્મિર માં હિન્દુઓ ઉપર ના નૃશંસ હત્યાકાંડ અને મહિલાઓ ઉપર ના અત્યાચારો અંગે ૭૨ વર્ષો માં એક પણ ફિલ્મ નહીં બનાવનાર ઓ આ જ કાશ્મિર ના નિર્દોષ’ જેહાદી યુવકો ઉપર ભારતીય સૈન્ય ના અત્યાચારોદર્શાવતી ડઝનબંધ ફિલ્મો અને વેબસિરીઝ બનાવી ચુક્યા છે. આમ ભારતીય ફિલ્મ દર્શકો ને જાણે અજાણ્યે પણ આ કોમવાદી સૂત્રધારો હિન્દુધર્મ ના નામે હિનતા અને પાખંડ દર્શાવતા અને આક્રમણખોરો, બળાત્કારીઓ અને લાખો હિન્દુઓ ની કલેઆમ અને જબરદસ્તી – ધર્મ પરિવર્તન કરાવનાર મોગલ Tશાસકો જેવા કે જહાંગીર, શાહજહાં અને અકબર ના મહિમામંડિત કરનારી ફિલ્મો બનાવી દેશ ના હિન્દુયુવાધન ના મગજ માં દુષ્પચાર થકી પોતાના જ ધર્મ પ્રતિ હિન ભાવ પેદા કરવા નો પ્રયાસ કરતા હતા. આ અગાઉ તાત્કંદ ફાઈલ્સ બનાવનારા વિવેક અગ્નિહોત્રી વિદ્ધશ ના ઉંડાણપૂર્વક ના અભ્યાસ, સંશોધન અને તથ્યો આધારીત મહત્વપૂર્ણ ઘટનાક્રમો ઉપર ફિલ્મો બનાવવા માટે જાણિતા છે. આ જ કારણ થી બોલિવુડ ઉપર આધિપત્ય જમાવનારી ટોળકી ના આદેશો કે તેમની જીહજુરી ના કરે તે પણ સ્વાભાવિક છે. જો કે આમ કરવા માટે જીગર અને હિંમત બન્ને જરુરી છે.

વળી આવી લોબી તેમની ફિલ્મો દર્શકો સુધી ના પહોંચે તેવા તમામ હથકંડા અજમાવતી રહે છે. કરોડો-અબજો માં રમતા આ બોલિવુડ ના કિંગપિનો એક સામાન્ય ફિલ્મ ડિરેક્ટર ને નમાવવા મેદાને પડ્યા હતા. આ ફિલ્મ નું બોલિવુડમાં ક્યાંય જરુરી પ્રમોશન થવા દીધું ન હતું. ખુદ ફિલ્મ ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી ના જણાવ્યા પ્રમાણે તેમણે ફિલ્મ ના પ્રમોશન માટે સામાન્ય રીતે માત્ર ફિલ્મોવાળા જ નહીં,પરંતુ ઓટીટીવાળા, વેબ સિરીઝવાળા અરે વિડીયો યુ ઝી કલા | આલ્બમવાળા પણ જ્યાં પ્રમોશન માટે જાય છે. તેવા ધ કપિલ શર્મા શોનો સંપર્ક કરતા તેમણે ફિલ્મ નું પ્રમોશન કરવા નો એમ કહી ને ઈન્કાર કરી દીધો હતો કે ફિલ્મ માં કોઈ જાણિતી સ્ટારકાસ્ટ નથી. અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોષી જેવી ધરખમ સ્ટારકાસ્ટ હોવા છતા આવુ કારણ આપનાર કપિલ શર્મા અને શો ના પ્રોડ્યુસર સલમાન ખાન એ આવો જવાબ પાઠવ્યો હતો !!!જો કે જ્યારે દેશ ની જનતા ને આ વાત ની ખબર પડી ત્યારે આ ફિલ્મ નું પ્રમોશન ખુદ દેશ ની જનતા જ કરવા માંડી. ધ કાશ્મિર ફાઈલ્સ નું ટ્રેલર અને તેનું જોરદાર પ્રમોશન સોશ્યિલ મિડીયા માં જ શરુ થયું અને તેના પરિણામ સ્વરુપ માત્ર ૧૪ કરોડ ના કુલ બજેટ માં બનાવેલી આ ફિલ્મ એ શુક્રવારે પ્રથમ દિવસે જ ૪.૨૫ કરોડ નો, શનિવારે બીજા દિવસે ૮.૫૦ કરોડ અને રવિવારે ત્રીજા દિવસે ૧૫.૧૦કરોડ એમ પ્રથમ વિકએન્ડમાં ભારતભરમાં થી

બોક્સ ઓફિસ કલેક્શન્સ માં ૨૭.૧૫ કરોડ જ્યારે વિદેશો સહિત વિશ્વભર માં થી ૩૭.૫૦ કરોડ નું વિક્રમી બોક્સ ઓફિસ કલેક્શન્સ મેળવ્યું હતું. જ્યારે પ્રથમ વિકમાં જ ૯૮.૭૫ કરોડ નું વિક્રમી બોક્સ ઓફિસ કલેક્શન્સ મેળવ્યું હતું.વિક્રમી એટલા માટે કે સામાન્ય રીતે પ૫૦૦ થી ૭૦૦૦ થિયેટરો માં રજુ થતી ફિલ્મ ની સામે આ ફિલ્મ ને માત્ર ૭00 થિયેટરો મળ્યા હતા. જે પૈકી પણ ૧૫૫ થિયેટરો ને બોલિવુડ ગેંગ એ આ ફિલ્મ દર્શાવશો તો અમારી ફિલ્મો તમારા થિયેટર ને ક્યારેય નહીં મળે તેવી ધમકી આપતા છેલ્લી ઘડી એ તેઓ ખસી જતા માત્ર ૫૪૫ થિયેટરો માં રિલીઝ થયેલી આ ફિલ્મ આટલુ ગંજાવર બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું હતું. આમ બોલિવુડ ગેંગ એ જે ફિલ્મ નું પ્રમોશન ના થવા દીધું કે થિયેટરો ના ફાળવ્યા તો જનતા એ એવું જબરદસ્ત પ્રમોશન કર્યું કે જે થિયેટરો માં ફિલમ દર્શાવાય છે ત્યાં સવાર ના ૬ થી ૯ અને રાત ના ૧૨ થી ૩ ના સ્પેશ્યિલ શો ચલાવવા પડ્યા હતા અને તમામ શો હાઉસફુલ જઈ રહ્યા છે. આ ઉપરાંત આ ફિલ્મ ને ગુજરત, હરિયાણા અને મધ્યપ્રદેશ માં ટેક્સ ફ્રી કરી દેવાઈ છે જે આગામી સમય માં વધારે ભાજપ શાસિત રાજ્યો માં કરમુક્તિ નો લાભ મેળવશે. આમ ધ કાશ્મિર ફાઈલ્સ ને જનતા નો પ્રચંડ ટેકો અને પ્રેમ સંપાદન થઈ રહ્યો છે જેનાથી બોલિવુડ ગેંગ વિહવળ છે.

Leave a Reply

Your email address will not be published.