શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ જીતતું ભારત
યજમાન ટીમ ઈન્ડિયા અને પ્રવાસી શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચો ની સિરીઝ પૈકી ની બીજી અને અંતિમ ટેસ્ટ ટીમ ઈન્ડિયા એ ૨૩૮ રન થી જીતી લેતા શ્રીલંકાનો વ્હાઈટ વોશ કરતા સિરીઝ જીતી હતી.
બેંગ્લના એમચિન્નાસ્વામિ સ્ટેડિયમ ઉપર આ મેચો માં ટોસ જીતી ને ટીમ ઈન્ડિયા એ પ્રથમ બેટીંગ પસંદ કિમિ કરી હતી. પ્રથમ ઈનિંગ નું ઓપનિંગ કરતા મયંક અગ્રવાલ ને કપ્તાન રોહિત શર્મા મેદાનમાં ઉતર્યા હતા. જો કે મયંક અંગત ચાર રને અને રોહિત શર્મા ૧૫ રને આઉટ થયા હતા. ત્યાર બાદ કોહલી ૨૩, હનુમા વિહારી ૩૧ અને રિષભ પંત પણ ૩૯ રને આઉટ થઈ ગયા હતા. જો કે શ્રેયસ ઐય્યર ના ૯૨ રન ની મદદ થી ટીમ ઈન્ડિયા એ ૧૦ વિકેટે ૨૫ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફ થી એમ્યુલદેનિયા અને જયવિક્રમા એ ૩-૩ વિકેટ જ્યારે દનંજય ડિ સિલ્વા ને ર અને લકમાલ ને ૧ વિકેટ મળી હતી.
શ્રીલંકા એ ૨૫૩ના લક્ષ્યાંકનો પીછો કરતા કુશલ મેન્કિસ અને કપ્તાન કરુણારત્ન એ શરુઆત કરી હતી. પરંતુ કુશલ અંગત-૨, કરુણારત્ન -૪ અને થિરિમાને ના ૮ રન બનવી આઉટ થઈ ગયા હતા. એન્જલા મેગ્યુઝ ના ૪૩ અને નિરોશન ડિક્વેલા ના ર૧ સિવાય અન્ય કોઈ ખેલાડી ક્રિઝ ઉપર ના ટકતા શ્રીલંકા માત્ર ૧૧૯ રન માં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા તરફ થી બુમરાહ-૫ અને આર. અશ્વિન અને સામી ને ૨-૨ વિકેટ જ્યારે અક્ષર પટેલ ને ૧ વિકેટ મળી હતી.ટીમ ઈન્ડિયા એ ૧૪૩ રન ની લીડ સાથે બીજી ઈનિંગ માં મયંક અગ્રવાલ-૨૨, રોહિત શર્મા-૪૬, રિષભ પંત-૫૦ અને શ્રેયસ
ઐય્યર-૬૭ ની મદદ થી ૯ વિકેટે ૩૦૩ અને લીડ સાથે ૪૪૬ રન નોંધાવી દાવ ડિક્લેર કર્યો હતો. શ્રીલંકા INE તરફ થી જયવિક્રમા-૪,એમ્બલદેનિયા-૩ અને વિશ્વા ફર્નાન્ડો અને ધનંજય ને ૧-૧ વિકેટ મળી હતી.શ્રીલંકા એ ૪૪૬ રન ના તોતિંગ લક્ષ્યાંકનો પીછો કરતા બીજી ઈનિંગ માં માત્ર કપ્તાન ની શાનદાર સદી સાથે ૧૦૭ રન અને કુશલ મેન્ડિસ ના ૫૪ સિવાય કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ ઉપર ના ટકતા ૨૦૮ રન બનાવી ને ઓલઆઉટ થઈ ગયા હતા. ટીમ ઈન્ડિયા તરફ થી અશ્વિન-૪, બુમરાહ-૩, અક્ષર પટેલ-૨ અને જાડેજા ને ૧ વિકેટ મળી હતી. આ ટેસ્ટ મેચ ના ત્રીજા દિવસે બીજા સેશન માં જ ટીમ ઈન્ડિયા એ મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા એ મેચ જીતી લેતા શ્રીલંકા નો વ્હાઈટ વોશ કરતા સિરીઝ જીતી હતી. જ્યારે શ્રેયસ ઐય્યર ને પ્લેયર ઓફ ધ મેચ અને રિષભ પંત ને પ્લેયર ઓફ ધ સિરીઝ નો એવોર્ડ અપાયો હતો.