સમાચારો સંક્ષિપ્ત માં

-રશિયાએ યુક્રેન યુધ્ધ ચાલુ છે ત્યારે પોતાના દુશ્મન દેશોની યાદી બહાર પાડી છે. ચીની મિડીયા સીજીટીએમનો દાવો છે કે રશિયા એ તેના દુશ્મન દેશોના લિસ્ટને મંજુરી આપી દીધી છે. રશિયાના દુશ્મન દેશોની યાદીમાં યુક્રેન, અમેરિકા, જાપાન અને બ્રિટન ઉપરા‘ત યુરોપિન યુનિયનના ૨૭ દેશો સામેલ છે. આમ રશિયાએ તેના ૩૧ દુશ્મન દેશો ની યાદી બહાર પાડી છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રની ટોચની અદાલતે રશિયા સામેના કેસની સુનાવણીને ફગાવી દીધી છે. ત્યારે યુક્રેન હેગ ખાતેની ઈન્ટરનેશનલ કોર્ટમાં રશિયા સામે કેસ દાખલ કરતા હેગ ખાતે તેની સુનાવણી ચાલી રહી છે.

– ૧૯૯૯ ના કંદહાર વિમાન અપહરણ કાંડમાં સામેલ પાંચ ગુન્હેગારો પૈકીના એક ઝહુર મિસ્ત્રીની કરાંચીમાં હત્યા થઈ ગઈ હતી. પોતની ઓળખ છુપાવીને ઝાહિદ અખૂંદની નવી ઓળખ સાથે કરાંચીમાં રહેતો હતો. કરાચીની અખ્તર કોલોની સ્થિતિ કેસનૂ ફર્નીચરના માલિક ઝાહિદ અખૂંદ ઉર્ફે ઝહુર મિસ્ત્રીની અંતિમવિધિમાં સૈફ અસગર સહિત જૈશ એ મોહમ્મદની ટોચની નેતાગિરીએ હાજરી આપી હતી.

– અત્યારે જ્યારે આખુ વિશ્વ રશિયાયુક્રેન યુધ્ધના કારણે તણાવગ્રસ્ત છે ત્યારે ઉ.કોરિયાએ ફરી કરેલા કારનામા ના કારણે વિશ્વનું ટેન્શન વધાર્યું છે. ચાલુ વર્ષના હજુ ૧૦ મા સપ્તાહ સુધીમાં જ ઉ.કોરિયાએ આ વર્ષનું નવમું મિસાઈલ પરીક્ષણ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ એક બેલેસ્ટીક મિસાઈલ હતી જેના પરીક્ષણની સાથોસાથ એક અત્યંત મહત્વપૂર્ણ સ્પાય સેટેલાઈટને પણ લોંચ કર્યોહતો. આ ટેસ્ટની અમેરિકા, દ.કોરિયા અને જાપાન એ આકરા શબ્દોમાં ટિકા કરી હતી.

– એક તરફ વિથ રશિયા-યુક્રેન યુધ્ધના કારણે ચિંતાગ્રસ્ત છે અને સંભવતઃ આર્થિક મંદી ડોકાઈ રહી છે ત્યારે પડ્યા ને પાટુ ના ન્યાયે બીજા એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. અમેરિકા અને ચાઈના વચ્ચેના વ્યાપાર યુધ્ધના કારણે સમગ્ર વિશ્વને ૪૨ લાખ કરોડ રૂા.નું નુક્સાન થયું છે. આ નુક્સાન આયાત ટેક્સના સ્વરુપમાં થયું હતું. આટલા મોટા આર્થિક નુક્સાન ના પગલે આર્થિક વૃધ્ધિ દર પણ પ્રભાવિત થવાની સંભાવનાઓ છે.

– ૧૯ મી માર્ચે જાપાનના વડાપ્રધાન ક્યુમિયો ક્રિશિદા ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ ઉપર ૧૪મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેવા તેઓ ભારત આવી રહ્યા છે. ભારત જાપાન વચ્ચે વિશેષ વ્યુહાત્મક, વૈશ્વિક ભાગીદારીના ક્ષેત્રમાં તથા અન્ય વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કરવા અને તેને વધારે સુદૃઢ બનાવવા અંગે વિચારણા કરાશે.

– ક્રિકેટર હરભજનસિંગ ઉર્ફે ભજીને આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવાર ઘોષિત કર્યો છે. તદુપરાંત પંજાબમાં બનન|ારી સ્પોર્ટસ યુનિ.ના સંચાલનની જવાબદારી પણ ભજીને સોંપવામાં આવી શકે છે. ચૂંટણીપ્રચાર દરમિયાન ભગવંત માન એ એલાન કર્યું હતું કે તેમની સરકાર પંજાબમાં રમતગમતને પ્રોત્સાહન આપશે. નવી સરકારે પંજાબના જલંધર ખાતે સ્પોર્ટસ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી હતી.

-પાંચ રાજ્યોમાં કોંગ્રેસના ઘોર પરાજય બાદ હવે કોંગ્રેસના અસંતુષ્ઠ જી-૨૩ સમુહના નેતઓએ વિદ્રોહનું બ્યુગલ ફૂંકી દીધું છે. તેમણે પસાર કરેલા ઠરાવમાં જણાવાયું છે કે કોંગ્રેસ અને વર્તમાન પડકારોમાંથી બહાર કાઢવા માટે સામુહિક નેતૃત્વનું મોડલ જ એક માત્ર માર્ગ છે. આના ઉપરથી તેમણે એ બાબત સ્પષ્ટ કરી દીધી છે કે તેમને રાહુલ ગાંધીનું નેતૃત્વ મંજુર નથી. નેતૃત્વની ખોટી કાર્યશૈલી ના કારણે જ કોંગ્રેસની માઠી દશા થઈ છે. ગુલામ નબી આઝાદે આ બાબતે ચાલુ બેઠકે જ સોનિયા ગાંધીને ફોન કરીને ઠરાવ બાબતે જાણ કરી હતી. સાથોસાથ તેમણે એ પણ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેમને કાઢી મુકવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કોંગ્રેસ છોડશે નહીં.

– ગુજરાતમાં હનુમાનદાદા ના સુપ્રસિધ્ધ યાત્રધામ સારંગપુર ખાતે બોલિવુડના સુવિખ્યાત મ્યુઝીક ડિરેક્ટર/સિંગર અને એક્ટર અને ગુજરાતી મૂળના હિમેશ રેશમિયા એ સપરિવાર યાત્રાધામની મુલાકાત કરીને હનુમાનજીના દર્શન કર્યા હતા.

– કોંગ્રેસના નેતૃત્વએ જી-૨૩ સમુહના નેતઓનો સંપર્ક કરીને તેમની વાત સાંભળવાની કવાયત શરુ કરી દીધી છે. અસંતુષ્ઠ નેતાઓની બુધવારની બેઠક બાદ ગુરુવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને મહામંત્રી રાહુલ ગાંધીએ આ સમુહના સભ્ય અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને ફોન કરીને મળવા બોલાવ્યા હતા. તેમની એક કલાકથી વધારે લાંબી ચાલેલી મુલાકાત દરમ્યિાન હરિયાણાની રાજકીય પરિસ્થિતિ ઉપરાંત હાલની વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને પાર્ટીને મજબૂત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

– પાકિસ્તાનના વડાપ્રધાન ઈમાન ખાન | નિયાઝી સામે સંસદમાં દાખલ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ રજુ થયા અગાઉ જ તેમની ખુદની પાર્ટીના ૨૪ સાંસદોએ તેમનો સાથ છોડીને વિપક્ષો સાથે જવાના સંકેતો આપી દીધા છે. આ પૈકીના મોટાભાગના સાંસદો ઈસ્લામાબાદના સિંધ હાઉસ માં છૂપાયા છે. કારણ કે તેમને ડર છે કે વિપક્ષો સાથે જોડવાના તેમના નિર્ણય ના પગલે પાક.નું સરકારી અને સૈન્ય તંત્ર તેમને નિશાનો બનાવી શકે છે. આમ ઈમરાન સરકારની ખુરશી ખતરામાં છે.

– ઓગસ્ટ-૨૦૨૧ માં કાબુલ ઉપર કળ્યો જમાવ્યા બાદ તાલિબાની સરકાર ને સૌ પ્રથમ ટેકો જાહેર કરનાર પાકિસ્તાનની ઈમરાન ખાન નિયાઝીની સરકારને જોરદાર ઝટકો આપતા તાલિબાને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તહરિક એ તાલિબાન પાકિસ્તાન – ટીટીપી ને પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવતા રોકશે નહીં. ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ એન્ડ સિક્યોરિટી ના અહેવાલમાં થયેલા આ ખુલાસા બાદ હવે અફઘાન-પાક ના સરહદી વિસ્તારોમાં હિંસા વધવાની સંભાવનાઓ છે.

– ઈસ્લામિક સહયોગ સંગઠન ઓઆઈસી ની આગામી સપ્તાહે પાકિસ્તાનમાં મળનારી કોન્ફરન્સમાં જોડાવા હરિયત કોન્ફરન્સના ચેરમેનને આમંત્રણ પાઠવ્યું છે. જેની સામે નારાજગી અને સ્પષ્ટ વિરોધ વ્યક્ત કરતા ભારતીય વિદેશ મંત્રાલયે ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ સંગઠનને આ રીતે પ્રોત્સાહન ના આપવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.