સીડબલ્યુસી બાદ કોંગ્રેસ માં આક્રોશ.

પાંચ રાજ્યો ની વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસ ના નાલેશીજનક પ્રદર્શન બાદ પણ સીડબલ્યુસી ની બેઠક માં થયેલી ચાટુકારિતા બાદ હવે પંજાબ કોંગ્રેસ ના પૂર્વ પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડે આ બેઠક ને ચાપલુસી ગણાવી હતી. જ્યારે પ્રખર ધારાશાસ્ત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે સ્પષ્ટ શબ્દો માં ગાંધી પરિવાર ને નેતૃત્વ છોડવા હાકલ કરી હતી.પંજાબ કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખડે પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત ચન્ની ને પક્ષ માટે બોજ ગણાવ્યા હતા અને તેમના લોભ એ પાર્ટી ને અર્ચ થી ફર્શ પર લાવી દીધા નું જણાવ્યું હતું. પાર્ટી ના વરિષ્ઠ નેતા અંબિકા સોની નું નામ લીધા વગર તેમની ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે ભગવાન નો આભાર માનો કે તેમને કોંગ્રેસ વર્કીગ કમિટી માં નેશનલ ટ્રેઝર એસેટ તરીકે જાહેર નથી કરાયા, તેમણે તેમને મુખ્યપ્રધાનપદ માટે ના પ્રથમ વ્યક્તિ તરીકે પ્રસ્થાપત કર્યા હતા. તેમના માટે ભલે ચન્ની મહાન વ્યક્તિ હોય, પરંતુ પાર્ટી માટે તેઓ એક ભારે બોજ જ પુરવાર થયા હતા.

તેઓ ટોચ ના કાર્યકર્તા તો ન્હોતા જ, પરંતુ તેમના લોભ નું નુક્સાન પાર્ટી એ ભોગવવું પડ્યું હતું. રાજ્ય માં ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરીંગ કેસ માં ઈડી એ પાડેલા દરોડા અને ચશ્રી ની તસ્વીર સાથે અખબાર માં શિર્ષક “ઈડી એ ચન્ની ના સંબંધી પાસે થી ૧૦ કરોડ વસુલ્યા’- કેસ માં મુખ્યપ્રધાન ના ષડયંત્ર સાથે ના સંપર્ક અંગે ઉલ્લેખ કર્યો હતો. આમ પંજાબ કોંગ્રેસ ના પૂર્વ પ્રદેશ પ્રમુખે ચન્ની, અંબિકા સોની સામે આકરા પ્રહારો કરવા ઉપરસંત સીડબલ્યુસી ની બેઠક ને પણ ચાપલુસી ગણાવી હતી.જ યા ૨ વરિષ્ઠ કોંગ્રેસી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમ જ કોંગ્રેસ ના બળવાખોર જૂથ મનાતા જી-૨૩ ના નેતા કપિલ સિબ્બલ એ કહ્યું હતું કે આ યોગ્ય સમય છે જ્યારે ગાંધી પરિવારે કોંગ્રેસ ની લિડરશીપ થી વ્હાર થઈ જવું જોઈએ, | અને નેતૃત્વ ની ભૂમિકા માટે બીજા કોઈ યોગ્ય વ્યક્તિ ને તક આપવી જોઈએ. કપિલ સિબ્બલ નું આ નિવેદન પાંચ રાજ્યો ની વિધાનસભા ની ચૂંટણીઓ માં કોંગ્રેસ ના થયેલા ઘોર પરાજય અને બાદમાં યોજાયેલી કોંગ્રેસ વર્કીગ કમિટી ની બેઠક બાદ આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક માં સોનિયા ગાંધી ના નેતૃત્વ માં ભરપૂર વિશ્વાસ અને તેમને જ અધ્યક્ષપદે યથવિત રખાયા હતા.આ ઉપરાત સિબ્બલે કોંગ્રેસ પાર્ટી માં મંથન સત્ર યોજવા ના પક્ષ ના નિર્ણય ની મજાક ઉડાવતા કહ્યું હતું કે હજુ પણ પાર્ટી નું નેતૃત્વ “કુકુ લેન્ડ’ માં જ જીવી રહ્યું છે. જો તે ૨૦૧૪ ના આઠ વર્ષો બાદ પણ પક્ષ ના પતન ના કારણો અંગે જાણતા ન હોય ? જી-૨૩ સમહ ના નેતાઓ એ બે વર્ષ અગાઉ જ ૨૦૨૦ માં સોનિયા ગાંધી ને પાર્ટી માં મોટા ફેરફારો કરવા માંગ કરી હતી. કપિલ સિબ્બલ કોંગ્રેસ ના પ્રથમ એવા વરિષ્ઠ નેતા છે જેમણે ગાંધી પરિવાર ને કોંગ્રેસ માં નવા નેતા માટે રસ્તો બનાવવા ની માંગ કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ગાંધી પરિવારે સ્વેચ્છા એ જ દૂર થઈ જવું જોઈએ. કારણ કે તેમના દ્વારા જ નામાંકીત થયેલી સંસ્થાઓ તેમને ક્યારેય સત્ય નહીં જણાવે કે તેઓ એ સત્તા ની લગામ પોતાના હાથો માં ચાલુ રાખવી જોઈએ નહીં. સિબ્બલે તેમ પણ ઉમેર્યું હતું કે તેઓ ના તો વિધાનસભા ની ચૂંટણી માં મળેલા ઘોર પરાજય થી આશ્ચર્ય પામ્યા છે ના તો ફરી એકવાર સોનિયા ગાંધી ના નેતૃત્વ માં વિશ્વાસ વ્યક્ત કરવા ના સીડબલ્યુસી ના નિર્ણય થી.

તેમણે કહ્યું હતું કે કમિટી ની વ્હાર મોટી સંખ્યા માં કોંગ્રેસી નેતાઓ નો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે અલગ છે. તેમણે કહ્યું હતું કે કમિટી વ્હાર પણ કોંગ્રેસ છે. કૃપા કરી ને તેમના પણ મંતવ્યો સાંભળો. જો તમે ઈચ્છો તો કમિટી ના નિર્ણય કરતા વ્હાર ના નેતાઓ નો પરિપ્રેક્ષ્ય સંપૂર્ણપણે ભિન્ન છે. તેમના મતે માત્ર મુઠ્ઠીભર નેતાઓ ની કમિટી દેશ માં કોંગ્રેસ નું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ મને તે યોગ્ય નથી લાગતું. દેશભર માં ઘણા બધા કોંગ્રેસીઓ છે. જેમ કે કેરળ, મહારાષ્ટ્ર, આસામ, યુ.પી., જમ્મુ-કાશ્મિર અને ગુજરાત જેવા રાજ્યો માં પણ કોંગ્રેસ છે જેઓ કમિટી જેનો અભિપ્રાય ધરાવતા નથી. જો કે હું બીજાઓ ના વતી બોલી શકતો નથી. અને આ મારો અંગત મત છે કે આજે ઓછા માં ઓછું મને માત્ર એક પરિવાર નહીં પરંતુ ની બધા ની કોંગ્રસ જોઈએ છે. હું મારા અંતિમ શ્વાસ સુધી સહુ ની કોંગ્રેસ માટે લડતો રહીશ.આમ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને કોંગ્રેસ ના અસંતુષ્ઠ જૂથ ના નેતા કપિલ સિબ્બલે ગાંધી પરિવાર ને કોંગ્રેસ પરિવાર ને સ્વેચ્છા એ કોંગ્રેસ નું નેતૃત્વ છોડી ઘર કી કોંગ્રેસ ની જગ્યા એ સબ કી કોંગ્રેસ નું સ્વપ્ન સાકાર કરે.

Leave a Reply

Your email address will not be published.