હવે એસઆરકે પ્લસ !
બોલિવુડ ના બાદશાહ કિંગ ખાન શાહરુખ ના ચાહકો લાંબા વિરામ બાદ શાહરુખ ને ફરી તેની આગામી ફિલ્મ ‘પર્સન દ્વારા સિલ્વર સ્ક્રીન ઉપર જોવા બેતાબ છે ત્યાં શાહરુખે સોશ્યિલ મિડીયા માં મુકેલી પોસ્ટ થી ખળભળાટ મચાવ્યો છે.શા હ સુ ખો ૫ ) તા – ની બ્લોક બસ્ટર મુવી ના ટાઈટલ ને સંલગ્ન સા શિય લ મિડીયા માં પોસ્ટ મુકી હતી “કુછ હોનેવાલા હૈ ઓટીટી દુનિયા મેં આ સાથે જ થમ્સ અપ ની સાઈન સાથે નો પોતાનો ફોટો મૂકી ને સાથે લખ્યું હતું એસઆરકે પ્લસ. આની ઉપર થી તેના ચાહકો અને ફોલોઅર્સ મુંઝવણ માં પડી ગયા હતા. જો કે શાહરુખ ની આ પોસ્ટ ઉપર શાહરુખ ના સેલેબ્સ મિત્રો ના સંદેશા આવવા ના શરુ થઈ ગયા. ધર્મા પ્રોડક્શન્સ ના કરણ જોહરે પોસ્ટ મૂકતા લખ્યું કે આ વર્ષ ના સૌથી મોટા સમાચાર, આના થી ઓટીટી ની ઓળખ જ બદલાઈ જશે, અતિ ઉત્સાહિત. ફિલ્મદિગ્દર્શક અનુરાગ કશ્યપ એ રિવિટ કરતા લખ્યું કે સ્વપ્ન સાકાર થયું. શાહરુખ ની સાથે તેની નવી એપ એસઆરકે પ્લસ ને સહયોગ કરી ને. જ્યારે બોલિવુડના દબંગ સ્ટાર સલમાને પણ રિટ્વિટ કરતા લખ્યું હતું કે આજ કી પાર્ટી તેરી તરફ સે શાહરુખ ! તારી નવી ઓટીટી એપ એસઆરકે પ્લસ માટે અભિન”દન. આવા બધા સંદેશા ઉપર થી એ બાબત નો ખ્યાલ આવ્યો કે બોલિવુડ નો રોમાન્સ ગણાતો શાહરુખ મ | ? એક્ટર જ નથી પરંતુ હવા ને પારખી ને ‘ બિઝને શ માં ઝુકાવતો એક સફળ બિઝનેસમેન પણ છે જેનો પૂરાવો તેની આઈપીએલ ની ટીમ તેમ જ રેડ ચિલી એન્ટરટેઈનમેન્ટ નામક પ્રોડક્શન હાઉસ છે. આ પોસ્ટ ઉપર થી એવું માનવા માં આવે છે કે શાહરુખ પોતનું ડિજિટલ પ્લેટફોર્મ લઈ ને આવી રહ્યો છે. જો કે એવી પણ અફવા ફેલાઈ છે કે તેણે ડિઝની પ્લસ સાથે કોલાબોરેશન કર્યું છે. અન્ય ચર્ચાતી વાતો પ્રમાણે આગામી દિવસો માં શાહરુખ નવા પ્રોમો માં અનુરાગ કશ્યપ સાથે જોવા મળશે. તે અનુરાગ ને ડિજિટલ પ્લેફોર્મ માટે સ્ક્રિપ્ટ તૈયાર કરવા નું કહે છે. આમ બન્ને વચ્ચે ની વાતચીત આ પ્રોમો માં દર્શાવવા માં આવશે.