હાર્દિક પંડ્યા ફીટ
ગુજરાત ટાઈટન્સ ટીમ ના આયોજકો નો હવે શ્વાસ હેઠો બેસ્યો હશે જ્યારે હાર્દિક પંડ્યા એ જરુરી યો યો ટેસ્ટ પસાર કરી ને પોતાની ફિટનેસ પૂરવાર કરી હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા નવી આઈપીએલ ટીમ ગુજરાત ટાઈટન્સ નો કપ્તાન છે.અ અગાઉ ગત – રવિવારે ક્રિકેટ છે ના સમસ્ત વિશ્વ ના સૌથી વિશાળ સ્ટેડિયમ – નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે હાર્દિક પંડ્યા અને જય શાહ એ ગુજરાત ટાઈટન્સ ની જર્સી લોન્ચ ઈવેન્ટ માં ભાગ લીધો હતો. આઈપીએલ ના ઈતિહાસ માં પ્રથમ વાર ગુજરાત ટાઈટન્સ ની ટીમે મેટાવર્સ નો ઉપયોગ કરી ને લોગો લોન્ચ ની ઈવેન્ટ આયોજી હતી. જેમાં ગુજરાત ટાઈટન્સ ના કપ્તાન હાર્દિક પંડ્યા, ક્રિકેટર શુભમન ગિલ અને ગુજરાત ટાઈટન્સ ના કોચ આશિષ નેહરા ના ડિજીટલ અવતાર જોવા મળ્યા હતા. ગુજરત ટાઈટન્સ ની ટીમ માં યશ દયાળ, મોહમ્મદ સામી, લોકી ફર્ગ્યુસન જેવા ફાસ્ટ બોલર્સ ઉપરાંત હાર્દિક પંડ્યા અને રાહુત તેવટિયા જેવા ગેમ ચેન્જર ખેલાડીઓ છે. આ ઉપરાંત રાશિદ ખાન, જેસન રોય, અભિનય સદારંગની, આર સાઈ કિશોર, અલ્ઝારી જોસેફ, મેથ્ય વેડ, ડેવિડ મિલર અને રિધ્ધિમાન સાહા જેવા જાણિતા તેમ જ અન્ય ક્રિકેટરો પણ ટીમ માં સામેલ છે. જો કે ગુજરાત ટાઈટન્સ માટે હાર્દિક પંડ્યા ની ફિટનેસ મોટો સવાલ હતો. ગુરુવારે ૧૭ મી માર્ચે બેંગ્લરની નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે યો યો ટેસ્ટ પસાર કરીને હાર્દિક એ સતત ઘણા સમય થી અનફીટ રહ્યા બાદ હવે પોતે સંપૂર્ણ ફીટ હોવા નો પૂરાવો આપી દીધો હતો. જો કે દિલ્હી કેપિટલ્સ ને આંચકો લાગે તેવા સમાચાર એવા છે કે ઈજામાંથી પરત ફરી રહેલા દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓપનર પૃથ્વી શો યો યો ટેસ્ટ માં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો એનસીએ ખાતે યો યો ટેસ્ટ પસાર કરવા તેણે પુરી તાકાત લગાવી દેવા છતા ૧૫ પોઈન્ટ્સ જ મેળવી શક્યો હતો. યો યો ટેસ્ટ માટે પાસિંગ પોઈન્ટ ૧૬.૫ છે. જો કે આનાથી પૃથ્વિ શ ને આઈપીએલ ટુર્નામેન્ટ રમવા માં કોઈ તકલીફ નહીં પડે. યો યો ટેસ્ટ થકી તે આંતરરાષ્ટ્રીય સ્તરે જરુરી ફિટનેશ હાંસલ કરી શક્યો નથી, પરંતુ તે આઈપીએલ માટે મેદાન માં ઉતરી શકે