‘હિજાબ ફરજિયાત નથી

કર્ણાટક માં સ્કુલ યુનિફોર્મ ના બદલે હિજાબ પહેરવા મામલે વકરેલા વિવાદ અંગે કર્ણાટક હાઈકોર્ટે બન્ને પક્ષો ની દલીલ પુરી થયા બાદ આપેલા ચુકાદા માં સ્પષ્ટ કર્યું હતું કે ઈસ્લામ માં હિજાબ પહેરવો તે ફરજીયાત નથી અને શાળા-કોલેજો ના વિદ્યાર્થીઓ સંસ્થાઓ એ નક્કી કરેલા યુનિફોર્મ પહેરવા નો ઈન્કાર કરી શકે નહીં.મ દાર ક ણ ટ ક હાઈકોર્ટે પોતના ચૂકાદા માં અનેક ધાર્મિક ગ્રંથો નો ઉલ્લેખ કરવા ઉપરાંત ઐતિહાસિક ઉદાહરણો પણ આપ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઈસ્લામ ધર્મ ના પવિત્ર ગ્રંથ કુરાનપ્રમાણે મહિલાઓ માટે હિજાબ ફરજિયાત નથી. હિજાબ પહેરવા ની પરંપરા ને સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નથી અને તેનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આમ જે બાબતો ધર્મ માં જ બંધિકાર નથી તેને કોર્ટ માં ઝનુની ચર્ચાઓ તેમ જ જાહેર પ્રદર્શનો મારફતે કોઈ ધર્મ માં અતિ જરુરી માની શકાય નહીં. હિજાબ ને ઈસ્લામ ધર્મ ની આધારભૂત વેશભૂષા સાથે કદાપિ જોડી ના શકાય. શાળાઓ તરફ થી નિયત યુનિફોર્મ બાળકો માં સન્માન, અનુશાસન અને મર્યાદા નું જતન કરનારી જગ્યા છે. યુનિફોર્મ દર્શાવે છે કે શાળા માં સૌ વિદ્યાર્થીઓ એક સમાન છે.

શાળા માં વિદ્યાર્થીઓ દ્વારા હિજાબ પહેરવા થી એક સામાજીક અલગતાવાદ ની ભાવના સ્થપિત થવા લાગશે જે બિલકુલ અનિચ્છનીય છે. વળી આવી મંજુરી આપવા થી શાળાઓ માં યુનિફોર્મ નક્કી કરવા નો ઉદેશ્ય જ ખતમ થઈ જશે. યુનિફોર્મ ના નિયમ થી એવી એક સુરક્ષિત જગ્યા બનાવાય છે જ્યાં સૌ કોઈ સમાન છે અને વિભાજનકારી રેખાઓ ને કોઈ સ્થાન જ નથી. સ્કુલ ડ્રેસ લાગુ કરાતા હિ જા , ભ ૨ | વ | અને અન્ય ધાર્મિક ચિહ્નો ની મનાઈ મુક્તિ ની દિશા માં એક મહત્વ નું પગલું છે. અમારા આ નિર્ણય થી મહિલાઓ ની સ્વાયત્તતા કે તેમના શિક્ષણ ના અધિકાર ને છીનવવા માં આવતો નથી કારણ કે સ્કુલ ની વ્હાર તેઓ પોતાની મરજી મુજબ ની વેશભૂષા પહેરવા માટે સ્વતંત્ર છે.જો કે હાઈકોર્ટ ના આટલા તર્કસંગત ચૂકાદા છતા ધાર્મિક ઝનુનીઓ ને આ ચૂકાદો માન્ય ના હોવાથી હાઈકોર્ટના આ ચૂકાદા ને સુપ્રિમ કોર્ટમાં પડકારાયો છે. સુપ્રિમ કોર્ટ માં હિન્દુ સેના દ્વારા એક કેવિએટ દાખલ કરાઈ છે જેમાં કર્ણાટક દ્વારા અપાયેલા આદેશ વિરુધ્ધ ની કોઈ અપીલ માં કોઈ આદેશ પસાર કરતા પહેલા સુનાવણી ની માંગ કરાઈ છે. આમ હવે હિજાબ વિવાદ સર્વોચ્ચ અદાલત માં પહોંચ્યો

Leave a Reply

Your email address will not be published.