અલિના સ્વિઝર્લેન્ડ માં ?

રશિયા-યુક્રેન યુધ્ધ અને રશિયા દ્વારા યુધ્ધ માં મહાવિનાશક શસ્ત્રો ના ઉપયોગ બાદ વિશ્વભર માં થી રશિયા અને તેના રાષ્ટ્રપતિ પુતિન સામે વિરોધ અને આક્રોશ વધતો જાય છે. રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ની સિક્રેટ ગર્લફ્રેન્ડ અલિના કાબેવા સ્વિન્ઝર્લેન્ડ ના લક્ઝરી વિલા માં ત્રણ બાળકો સાથે છુપાઈ હોવા ના સમાચાર છે. રાષ્ટ્રપતિ પુતિન ની કથિત ગર્લફ્રેન્ડ અને પૂર્વ જિમનાસ્ટ અલિના કાબેવા ૩૮ વર્ષીય છે. તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ તેમ જ પુતિન ની યુનાઈટેડ રશિયા પાર્ટી ની સાંસદ પણ રહી ચૂકી છે. અલિના એક રશિયન રાજનેતા, નિવૃત્ત રિધમીક જિમનાસ્ટ અને મિડીયા મેનેજર છે. અલિના ને અત્યાર સુધી ની વિશ્વ ની સૌથી સફળ જિમનાસ્ટ માનવા માં આવે છે. તેણે પોતાની કારકિર્દી માં ઓલિમ્પિક મેડલ-૨, વર્લ્ડ ચેમ્પિયનશીપ-૧૪ અને યુરોપિયન ચેમ્પિયનશીપ-૨૧ મેડલો જીત્યા છે. અલિના ભાગ્યે જ જાહેર સ્થળો એ જોવા મળે છે. છેલ્લે તે ડિસે.-૨૦૨૧ માં મોસ્કો માં પ્રેસ રિધમિક જિમ્નસ્ટીક ટુર્નામેન્ટ માં ડાન્સ કરતી જોવા મળી હતી. અલિના ૭ વર્ષ થી વધુ સમય સુધી રશિયન સરકાર સમર્થિત નેશનલ મિડીયા ગૃપ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રમુખ પણ રહી ચુકીછે. ડેઈલી મેલ ના જણાવ્યા પ્રમાણે તેને વાર્ષિક ૮ મિલિયન યુરો નું વેતન પણ મળી રહ્યું છે. અલિના અને રાષ્ટ્રપતિ પુતિન ની નિકટતા ના અને બાળકો ના સમાચાર અવારનવાર વિવિધ મિડીયા જૂથો માં આવતા રહે છે. ધ ગાર્ડિયન અને બીજા પણ અનેક અખબારો એ અલિના પુતિન ની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કર્યો છે, જો કે અલિના કે પુતિન એ ક્યારેય જાહેર માં આ વાત નો સ્વિકાર કર્યો નથી. અલિના I સાથે તેની ૧૮ વર્ષીય પુત્રી એલિઝાબેથ | કિવોનોગીબ ને પુતિન ની સિક્રેટ પુત્રી હોવા નું રશિયન મિડીયા માને છે. બ્રિટન ની બ્રેડફોર્ડ યુનિ. ના વિઝયુઅલ કપ્યુટીંગ સેન્ટર ના ડિરેક્ટર હસન ઉગેલ ના જણાવ્યા પ્રમાણે પુતિન અને તેમની કથિત પુત્રી નો ચહેરો એટલો મળતો આવે છે કે કોઈ પણ બન્ને ને પિતા-પુત્રી હોવા નો ઈન્કાર કરી શકે નહીં. રશિયા, યુક્રેન અને બેલારુસ ના લોકો એ અલિના વિરુધ્ધ એક ઓનલાઈન પિટીશન કરી છે જેમાં તેને સ્વિન્ઝર્લેન્ડ માં થી વ્હાર કરવા ની માંગ કરાઈ છે. તેમાં યુધ્ધ છતાં સ્વિન્ઝર્લેન્ડ પુતિન સરકાર ની એક સહયોગી ની યજમાની ચાલુ રાખે છે તે અંગે વિરોધ વ્યક્ત કરાયો છે. અત્યાર સુધી માં આ ઓનલાઈન પિટિશન ઉપર ૫૦,૦૦૦ લોકો ના હસ્તાક્ષર થઈ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.