અલ્લુ અર્જુન ની હાઈ ડિમાન્ડ
ભારતીય સિને જગત માં અલ્લુ અર્જુન ની ફિલ્મ : પુષ્પા – ધ રાઈઝ પાર્ટ-૧ એ અનેકવિધ રેકર્ડ સર્જવા ઉપરાંત આમ આદમી થી લઈ ને સેલિબ્રિટીઝ ને પુષ્પા ના ડાન્સ સ્ટેપ ઉપર ઝૂમવા મજબૂર કરી દીધા હતા. આ ફિલમે તોતિંગ ૩૫૫ કરોડ નો ધંધો કરી ને સૌને અચંબિત કરી દીધા હતા.આ ફિલ્મ ના હિરો અલ્લુ અર્જુન ની અલાયદી ડાયલોગ ડિલીવરી, આગવા અનોખા ડાન્સ સ્ટેપ્સ અને એક્ટિગ ના લોકો | દિવાના બન્યા હતા. જેની સાથે રિલીઝ થયેલી બોલિવુડ ફિલ્મો પણ ફિક્કી પડી ગઈ હતી. અલ્લુ અર્જુન નો રફ એન્ડ ટફ દેખાવ અને એંગ્રી યંગમેન ની ઈમેજ લોકો ને ખૂબ પસંદ આવ્યા હતા. ઘણા બધા બોલિવુડ અને ટેલિવુડ એક્ટરા થી માંડી ને સ્ટાર ક્રિકેટર્સ જેવા કે રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા તેમજ સુરેશ રૈના પણ તેની સ્ટાઈલ ની કોપી કરી ચૂક્યા હતા. આ ઉપરાંત આંતરર|ાષ્ટ્રીય ક્રિકેટરો એ પણ કોપી કરી હતી. આવી પ્રચંડ લોકપ્રિયતા બાદ થોડા સમય અગાઉ જ અલ્લુ અર્જુન મુંબઈ આવ્યા ત્યારે ભણશાલી પ્રોડક્શન ની ઓફિસ બહાર સ્પોટ થયા હતા. બોલિવુડ ના ધરખમ બેનર અને દિગ્ગજ
ડિરેક્ટર સંજય લીલા ભણશાલી ને મળવા આવેલા અલ્લુ અર્જુન ના સમાચાર વાયુવેગે બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં ફેલાઈ ગયા હતા. જો કે બન્ને માં થી કોઈ એ આ મુલાકાત અંગે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ અંદર ના સમાચાર પ્રમાણે સંજય લીલા ભણશાલી એ અલ્લુ અર્જુન ની એક્ટિગ થી પ્રભાવિત થઈ ને મળવા બોલાવ્યો હતો અને ટૂંક સમય માં તેઓ અલુ અર્જુન સ્ટારર પોતાની આગામી ફિલ્મ નું એનાઉન્સમેન્ટ કરી શકે છે. અ સા . અા ૨ . રાજામૌલી ભારતભર માં | બહુ જાણિતા ડિરેક્ટર છે. ન જેમની બહુભાષી ફિલ્મો બાહુબલી અને બાહબલી-૨ એ પ્રચંડ સફળતા મેળવતા બોક્સ ઓફિસ ઉપર વિક્રમ સર્જક કમાણી કરી હતી. હવે આ શુક્રવારે, ૨૫ મી માર્ચે તેમની આવનાર આરઆરઆર વિશ્વભર માં રિલીઝ થઈ રહી છે. સાઉથ ના સુપરસ્ટાર રામચરણ તેજા અને જુનિયર એનટીઆર ઉપરાંત અજય દેવગન અને આલિયા ભટ્ટ પણ આ ફિલ્મ માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ બાદ રાજામૌલી તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે એક જંગલ એડવેન્ચર ફિલ્મ બનાવી રહ્યા છે. હવે મળતા સમાચારો પ્રમાણે ફિલ્મ નું શુટિંગ પૂર્ણ થયા બાદ એસ.આર.રાજામૌલી અલ્લુ અર્જુન સાથે ફિલમ બનાવવા ના છે. આમ અલ્લુ અર્જુન ધરખમ ડિરેક્ટરો સાથે તેમની આગગામી ફિલમો માં જોવા મળશે.