આપ એ જાહેર કર્યા ૫ રાજ્યસભા સાંસદો.
પંજાબ માં આપ એ મેળવેલી પ્રચંડ જીત બાદ હવે આપ એ પોતાના પાંચ રાજ્ય ભા ના ઉમેદવારો ના નામ જાહેર કર્યા છે. જેમાં આપ ના રાષ્ટ્રીય પ્રવક્તા રાઘવ ચઢ્ઢા, પંજાબ માં આપ ને ફતેહ અપાવનાર ડૉ. સંદિપ પાઠક, સંજીવ અરોડા, અશોક મિત્તલ અને પૂર્વ ક્રિકેટર ભજી ઉર્ફે હરભજનસિંગ નો સમાવેશ થા છે.ભજી ઉર્ફે હરભજન સિંગ એ ક્રિકેટ માં થી નિવૃત્તિ બાદ એક્ટિગ અને મોડેલિંગ ક્ષેત્રે ધારી સફળતા ના મળતા રાજકારણ તરફ મીટ માંડી હતી. સૌ પ્રથમ ભાજપા સાથે અને બાદ માં કોંગ્રેસ માં સિધ્ધ દ્વારા પ્રવેશવા માં વિવિધ વિદનો આવ્યા બાદ હવે આખરી આપ પાર્ટી દ્વારા રાજકીય કારિકીર્દી નો શુભારંભ થઈ ગયો. વળી ભજી પંજાબ માં ક્રિકેટ એકેડમી પણ ચલાવે છે. આથી જ ભાજપે યુ.પી.માં રાજ્યસભા મોકલવા ની ખાત્રી આપતા તેઓ પાછા હટી ગયા હતા અને પંજાબ થી જ રાજ્યસભા ની ખાત્રી મળતા આપ માં જોડાઈ ગયા હતા. પંજાબ ના રાજકારણ માં એક ક્રિકેટર ની કારકિર્દી અસ્તાચળે પહોંચી ચૂકી છે – નવજોત સિંગ સિધુ ની ત્યારે જ આપ પાર્ટી માં ભજી નો ઉદય થયો છે.પંજાબ માં આપ ની જીત નું શ્રેય આઈઆઈટી પ્રોફેસર ડૉ. સંદિપ પાઠક ને આપવા માં આવ્યું હતું. તેમણે ૨૦૧૧ માં કે બ્રજ માં થી પોતાનું પીએચડી કર્યું હતું. તેમણે પંજાબમાં જ સંગઠન ની કેડર બનાવી હતી.
પંજાબ માં સર્વે ઉમેદવારો ની પસંદગી અને શાનદાર જીત નું શ્રેય સંદિપ પાઠક ને જ જાય છે. મૂળ છત્તીસગઢ ના રહેવાસી સંદિપ ની કામગિરી ને બિરદાવતા તેમને ઈનામ સ્વરુપે રાજ્યસભા ના ઉમેદવાર જાહેર કરાયા હતા. પંજાબ ના વિજય બાદ હવે આત્મવિશ્વાસ થી છલકતા આપે ૯ રાજ્યો માં આપ ના સંગઠન ને મજબૂત કરવા ની શરુઆત કરી દેવા માં આવી છે. જેના અંતર્ગત ડૉ. સંદિપ પાઠક ને ગુજરત ની જવાબદારી સોંપાઈ છે. જ્યારે ચૂંટણી ઈન્ચાર્જ ની જવાબદારી ગુલાબસિંગ ને આપવા માં આવી છે. ૧૯૭૯ માં જન્મેલા ડૉ. સંદિપ પાઠક નો એમએસ સી સુધી નો અભ્યાસ | બિલાસપુર થી કર્યા બાદ હૈદરાબાદ અભ્યાસ માટે ગયા અને આખરે પીએચડી કરવા બ્રિટન ગયા હતા. ત્યાં છ વર્ષ મેસેગ્યુએટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી માં પ્રોફેસર પ્લાદિમિર બુલોવિક સાથે કામ કર્યું. ૨૦૦૬ થી તેઓ દિલ્હી આઈ.આઈ.ટી. માં પ્રોફેસર છે. તેઓ અરવિંદ કેજરીવાલ ના ભ્રષ્ટાચાર મુક્ત ભારત ના સપના ને પુરુ કરવા માટે પાર્ટી માં સામેલ થયા હતા. પંજાબ માં સર્વે ઉમેદવારો ની પસંદગી અને પંજાબ માં શાનદાર જીત બાદ હવે તેમને ગુજરાત ના પ્રભારી બનવી ને અરવિંદ કેજરીવાલ ગુજરાત ની આગામી વિધાનસભા ની ચૂંટણી ને કેટલું મહત્વ આપે છે તેનો સંકેત આપી જ દીધો છે. હવે રાજ્યસભા ના સાંસદ બની ને ડૉ. સંદિપ પાઠક ગુજરાત માં કેટલા સફળ થાય છે તે જોવું રસપ્રદ રહેશે.