‘આપ’ યોજશે અમદાવાદ માં રોડ શો

સ્વાભાવિક રીતે જ દિલ્હી બાદ પંજાબ માં પણ ભગવંત માન ન મુખ્યમંત્રીપદ સાથે સરકાર ના ગઠન બાદ “આપ” નેતા કેજરવાલ ની મહત્વકાંક્ષાઓ બુલંદી ઉપર હોય. હવે તેમની નજર આગામી | ગુજરાત અને હિમાચલ પ્રદેશ ની વિધાનસભા ની ચૂંટણી ઉપર છે.પંજાબ માં સરકાર ના ગઠન બાદ મુખ્યમંત્રી ભગવંત માન એ પ્રથમ કેબિનેટ મિટીંગ માં ૨૫ હજાર નોકરીઓ જાહેર કરી ને સસ્તી લોકપ્રિયતા મેળવવા નો “આપ” નો રસ્તો તો અપનાવી લીધો છે, પરંતુ વાસ્તવ માં આ નોકરીઓ અપાશે? અપાશે તો ક્યારે? અને આ ૨૫ હજાર કર્મચારીઓ ના પગાર ના તેમ જ ચૂંટણી સમયે પંજાબ માં દરેક મહિલાઓ ને માસિક ૧૦૦૦ રૂા. આપવા માટે પૈસા ક્યાથી આવશે? કે પછી કેજરીવાલ ની દિલ્હી ની ૨૦૦ સ્કુલો અને યુનિ.ના વાયદા જેવું? પરંતુ માન અને આપ ના કેજરીવાલ એ ના ભૂલે કે આ પંજાબ છે, દિલ્હી નહીં. ખેર અત્યારે તો પંજાબ ની જીત કેશ કરવા આપ દ્વારા અમદાવાદ પૂર્વ માં ૨ જી એપ્રિલ એ રોડ શો કરવા નું આયોજન કર્યું છે. આ રેલી માં આપ ના સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહેનાર છે. દિલ્હી મોડલ બાદ પંજાબ માં પણ સત્તા સ્થાપિત કર્યા બાદ હવે આપ ફરી એક વાર ૨૦૨૪ ની લોકસભા ની ચૂંટણી અગાઉ સમગ્ર દેશ માં પોતાનું સામ્રાજ્ય ફેલાવવા ઉતાવળીયું બન્યું છે. માન ના નવનિર્મિત ૧૧ સભ્યો ના મંત્રીમંડળ પૈકી ૭ મંત્રીઓ સામે ફોજદારી કેસો નોંધાયેલા છે અને પાંચ મંત્રીઓ ની શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ થી ધો.૧૨ વચ્ચે ના અભ્યાસ ની વિગત ચૂંટણી પંચ ને અપાઈ છે. તેમની તરફ થી “સ્વચ્છ શાસન’ આપવા ની કેજરીવાલ જાહેરાતો કરી રહ્યા છે !!! જો કે ગુજરાત માં ગઈ વખતે સૂરત મહાનગર પાલિકા ના ચૂંટણી પરિણામો થી પોરસાયેલા “આપ” માટે આઘાતજનક બાબત એ રહી હતી કે તેમના ૭ જેટલા કોર્પોરેટરો એ ઝાડુ છોડી ને કમળ પકડી લેતા ભાજપા માં જોડાઈ ગયા હતા. ત્યાર બાદ ગુજરાત, સૂરત ના જાણિતા ઉદ્યોગપતિ અને ગુજરાત-આપ ના વરિષ્ઠ નેતા મહેશ સવાણી લોકગાયક વિજય સુંવાળા અને નિલમ વ્યાસે આપ છોડી હતી જે પૈકી છેલ્લા બે એ તો ભાજપ માં જોડાઈ ગયા હતા. જ્યારે બુધવારે જ ગુજરાત આપ ના ૧૫૦ કાર્યકરો અને અમુક નેતાઓ આપ છોડી ને ભાજપ માં જોડાઈ ગયા હતા. આમ ગુજરત માં આપ માટે કપરા ચઢાણ છે.

Leave a Reply

Your email address will not be published.