આર આર આર ૨૫ મી માર્ચ
ચાર વર્ષ માં પૂર્ણ થયેલી દિગ્ગજ ડિરેક્ટર એસ.આર. રાજામૌલી ની બિગ બજેટ ફિલ્મ આરઆરઆર ૨૫ મી માર્ચે ચાર ભાષાઓ માં દેશ વિદેશો માં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ રિલીઝ અગાઉ જ એડવાન્સ બુકીંગ માં રેકર્ડબ્રેક કલેક્શન્સ મેળવ્યા છે.આ અગાઉ ગત વર્ષે પુષ્પા-ધ રાઈઝ પાર્ટ-૧ નો એડવાન્સ બુકીંગ નો રેકર્ડ ૬.૧૪ કરોડ નો હતો. જે આ વર્ષે રજુ થયેલી ફિલ્મ ભીમલા નાયક એ ૬.૩૦ કરોડ નું કલેક્શન મેળવીને ફેબ્રુઆરી માસ માં નવો રેકર્ડ બનાવ્યો હતો. પરંતુ માર્ચ માસ માં આરઆરઆર નું બુકીંગ શરુ થતા જ ત્રણ દિવસ માં ૭ કરોડ થી અધિક નું એડવાન્સ બુકીંગ બુધવાર સુધી માં જ થઈ જતા રજુઆત પૂર્વે જ એડવાન્સ બુકીંગ માં દસ કરોડ ના આંક ને પાર કરી જશે તેમ મનાય છે. આ ફિલમ તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષા માં બનેલી છે. આ ઉપરાંત ફિલ્મ ના તેલુગુ સંસ્કરણ ના કેટલાક શો ચેરીટી માટે ઓપન એડવાન્સ બુકીંગ માં પણ વેચવા માં આવ્યા છે જેમાં આની ટિકીટ ૫-૫ હજાર રૂા. માં પણ વેચાઈ હતી. આંધ્રપ્રદેશ માં સામાન્ય રીતે ટિકીટ ના દર સરકાર દ્વારા નક્કી કરાતા હોય છે, જો કે આ ફિલ્મ માટે રાજ્ય સરકારે ટિકીટ ના ભાવ માં વધારો કરવા ની છૂટ આપેલી છે. જો કે ભારતભર માં કોઈ પણ ભાષા માં ફર્સ્ટ ડે કલેક્શન નો રેકર્ડ રાજામૌલી ની જ ફિલ્મ બાહુબલી-૨ નો છે જેણે પ્રથમ જ દિવસે બધા સંસ્કરણો માં થઈ ને પ્રથમ દિવસે જ ૧૨૧ કરોડ ની કમાણી કરી હતી. જો કે આ રેકર્ડ આરઆરઆર માટે પણ તોડવા નો સહેલો નહીં હોય. સાઉથ ના સુપરસ્ટાર રામચરણ તેજા તથા જુનિયર એનટીઆર સ્ટારર આ ફિલ્મની રિલીઝ નો તેમના ચાહકો ને બે બ્રિી થી ઈંતેજાર છે. જો કે આવા ક્રેઝી ચાહકો થી થિયેટરો ના સ્કીન ને બચાવવા આંધ્રપ્રદેશ ના એક થિયેટર માં તો સ્ક્રીન ની આગળ કાંટાળા તાર ની રીતસર ફેન્સીંગ કરવા માં આવી છે. ફિલ્મ ની હિન્દી સંસ્કરણ માં બોલિવુડ ના રસિયાઓ ને આકર્ષવા ફિલ્મ માં આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ જોવા મળશે. ૪00 કરોડ ના બજેટ માં બનેલી આ ફિલ્મ માટે ડિરેક્ટર એસ એસ રાજામૌલી, રામચરણ તેજા તથા જુનિયર એનટીઆર સાઉથ માં તેમ જ બેંલુરુ, હૈદરબાદ, દિલ્હી, જયપુર, વારાણસી અને અમૃ તસર સહિત ભારતભર માં પરિભ્રમણ કરી રહ્યા છે.