ઈઝરાયેલ ના વડાપ્રધાન ભારત આવશે

રશિયા-યુક્રેન યુધ્ધ ના પરિપ્રેક્ષ્ય માં જ્યાં અમેરિકા, નાટો અને યુરોપિયન દેશો રશિયા ને કાબુ માં રાખવાની મથામણ માં પડેલા છે ત્યારે વિચક્ષણ રાજનીતિ દાખવતા ભારત જાપાન ના વડાપ્રધાન ની યજમાની કરી ચૂક્યા બાદ હવે ઈઝરાયેલ વજન કરવા ના વડાપ્રધાન નફતાલિ બેનેટ ભારત ની મુલાકાતે ૨ જી : એપ્રિલે આવી રહ્યા ઈઝરાયેલી પીએમ ના વિદેશી સલાહકાર મિડીયા એ એક નિવેદન માં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નફતાલિ બેનેટ શનિવાર ને ૨ જી એપ્રિલ ૨૦૨૨ ના રોજ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આમંત્રણ ઉપર ભારત ની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત કરશે. ઈઝરાયેલી વડાપ્રધાન બેનેટ એ પણ કહ્યું હતું કે ભારત-ઈઝરયેલી સંબંધો પરસ્પર ફળદાયી સહકાર ઉપર આધારીત છે. તેઓ બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ની સ્થાપના ની ૩૦ મી વર્ષગાંઠ નિમિત્તે એપ્રિલ ના પ્રથમ સપ્તાહમાં ભારત ની મુલાકાત કરશે. જેનો હેતુ બન્ને દેશો વચ્ચે નવીનતા અને ટેકનોલોજી, સુરક્ષા અને સાયબર જેવા ક્ષેત્રો માં સહયોગ વધારવા નો છે. તદુપરાંત આ મુલાકાત નો હેતુ કૃષિ અને જળવાયુ પરિવર્તન ના ક્ષેત્રો માં ચાલી રહેલા સહ્યોગ ને વધારવા નો છે. ઈઝરાયલી વડાપ્રધાન બેનેટ ની આ ભારત યાત્રા ચાર દિવસ ની રહેશે. જે ૨ જી એપ્રિલ થી ૫ મી એપ્રિલ સુધી ચાલશે. આ દરમ્યિાન બન્ને નેતાઓ નવીનતા, અર્થતંત્ર, સંશોધન અને વિકાસ, કૃષિ અને અન્ય મુદ્દાઓ સહિત વિવિધ ક્ષેત્રો માં સહકાર ને મજબૂત કરવા અંગે ચર્ચાઓ કરશે. આ મુલાકાત નો હેતુ બન્ને દેશો વચ્ચે ના વ્યુહાત્મક જોડાણ ને આગળ વધારવા નો, દ્વિપક્ષીય સંબધો ને મજબૂત અને વિસ્તૃત કરવા નો છે. આ મુલાકાત દરમ્યિાન બેનેટ તેમના ભારતીય સમકક્ષ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, તેમજ સ્થાનિક યહુદી સમાજ ને પણ મળશે. પોતાની ભારત યાત્રા પૂર્વે ના અખબારી નિવેદન માં વડાપ્રધાન બેનેટ એ કહ્યું હતું કે મારા મિત્ર વડાપ્રધાન મોદી ના આમંત્રણ ઉપર મારી ભારત ની પ્રથમ સત્તાવાર મુલાકાત ને લઈ ને હું ખુશ છું. અમે સાથે મળી ને બન્ને દેશો વચ્ચે ના સંબંધો ને આગળ લઈ જઈશું. વડાપ્રધાન મોદી એ ભારત અને ઈઝરાયેલ વચ્ચે ના સંબંધો ફરી શરુ કર્યા એ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અમારી બે અનન્ય સંસ્કૃતિઓ (હિન્દુ સંસ્કૃતિ અને યહુદી સંસ્કૃતિ) વચ્ચે ના સંબંધો ઊંડા છે અને તેઓ અર્થપૂર્ણ સહયોગ ઉપર આધારીત છે.

Leave a Reply

Your email address will not be published.