‘ઈમરાન આઉટ – શાહબાઝ ઈન ?

પાકિસ્તાન માં હાલ ના વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી ના શાસન ના ગણતરી ના દિવસો બાકી રહ્યા છે. વિપક્ષી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ એ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ના નાનાભાઈ શાહબાઝ શરીફ ને વડાપ્રધાનપદ ના ઉમેદવાર જાહેર કર્યા છે.પાકિસ્તાન માં તમામ વિપક્ષો, સેના તેમજ ઈમરાન નીખુદની તહરીક એ ઈન્સાફ પાર્ટી ના અમુક સાંસદો ઈમરાન ને સત્તા ઉપર થી હટાવવા માંગે છે. આથી અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવા પાકિસ્તાન નેશનલ એસેમ્બલી નું સંસદ સત્ર બોલાવાયું છે. પાકિસ્તાન સંસદ ની કુલ ૩૪૨ સિટો પૈકી બહુમત માટે ૧૭૨ થી અધિક વોટ ની જરૂર છે. ઈમરાન ખાન ની તહરીક એ ઈન્સાફ પાર્ટી ના ૧૫૫ સભ્યો જ છે. આથી સત્તા માં રહેવા તેઓ એ ઓછા માં ઓછી છ નાની રાજકીય પાર્ટીઓ ના ૨૩ સભ્યો નું સમર્થન મેળવ્યું હતું. હવે ઈમરાન ખાન નિયાઝી ને પહેલે થી જ પાકિસ્તાન ના વિપક્ષો તેમ જ દેશ ની જનતા ઈલેક્ટડ નહીં પરંતુ સિલેક્ટડ પ્રાઈમ મિનિસ્ટર કહે છે. તેઓ પાકિસ્તાની સેના ના પસંદીદા વડાપ્રધાન બન્યા હતા. જો કે ગત વર્ષે પાકિસ્તાન ની કુખ્યાત જાસસી સંસ્થા આઈએસઆઈ ચીફ ને બદલવા મામલે વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી અને લશ્કરી વડા કમર બાજવા વચ્ચે વિખવાદ થયો હોવાનું સૌ જાણે છે. ત્યારથી સેના પણ ઈમરાન ને હટાવવા માંગે છે. હાલ માં ઈમરાન ને સમર્થન કરી રહેલા છે પાટ ઓ ના ર૩ સભ્યો નું સમર્થન તો નથી રહ્યું તદુપરાંત પીટીઆઈ ના જ ૨૪ સાંસદો ખૂલી ને ઈમરાન ના વિરોધ માં અને વિપક્ષો તરફેણ માં મતદાન કરવા નો મનસૂબો જાહેર કરી ચુક્યા છે. આવી પરિસ્થિતિ માં ઈમરાન નું વડાપ્રધાન પદે ટકી રહેવું મુશ્કેલ છે.

ઈમરાન ને સેના એ પણ સપોર્ટ કરવા નો સ્પષ્ટ ઈન્કાર કરી આઈઓસી ની બેઠક બાદ રાજીનામુ આપી દેવાની તાકીદ કરી છે. આથી વિફરેલા ઈમરાન ખાને પાક. સેના પ્રમુખ કમર બાજવા ની વિરુધ્ધ પ્રહારો કરતા ભારતીય સેના ની પ્રશંસા કરી હતી. ઈમરાને પોતાના સંબોધન માં કહ્યું હતું કે ભારતીય સેના ભ્રષ્ટ નથી. તેઓ ક્યારેય તેમની ચૂંટાયેલી સરકાર માં દરમિયાનગીરી નથી કરતા. આ ઉપરા‘ત અન્ય એક સંબોધન માં ભારત ની વિદેશ નીતિ ની પણ પ્રશંસા કરતા કહ્યું હતું કે હું આપણા પાડોશી દેશ ની પ્રશંસા કરું છું. તેમણે હંમેશા પોતાની વિદેશનીતિ ને સ્વતંત્ર રાખી છે. આજે હિન્દુસ્તાન અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે મળેલું છે. ક્વાડ માં ભારતે અમેરિકા સાથે ગઠબંધન બનાવી ને રાખ્યું છે તેમ છતાં ભારત કહે છે કે અમે તા ટ સ થા છરી અને . અમેરિકા એ રશિયા વિ રુ દ ધ દુનિયાભર માં પ્રતિબંધો લગાવ્યા પરંતુ ભારત આજે પણ રશિયા પાસે થી ઓઈલ અને ગેસ ખરીદે છે, કારણ કે હિન્દુસ્તાન ની પોલિરૂ ઓિ પોતાના દેશ, પોતાની પ્રજા માટે છે.અવિશ્વાસ ના પ્રસ્તાવ માં ઈમરાન સરકાર પડવા નું નક્કી છે. પરિણામે સરકાર બચાવવા ઈમરાન વિવિધ મોરચે ધમપછપડા મારી રહ્યા છે. ઈમરાન ની પાર્ટી પીટપીઆઈ એ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે કે ખરીદી માં સામેલ બળવાખોર સાંસદો ના વોટ ની ગણતરી અવિશ્વાસ દરખાસ્તમાં ના થવી જોઈએ. તે માટે બંધારણ ના અનુચ્છેદ ૬૩ ની ભલામણ કરાઈ છે.

પીટીઆઈ એ સુપ્રિમ કોર્ટ માં આપેલી અરજી માં હોર્સ ટ્રેડીંગ માં સામેલ સાંસદો ને અયોગ્ય જાહેર કરવા ની અનુચ્છેદ ૬૩ ની જોગવાઈ નો ઉલ્લેખ કરતા આવા સાંસદો ને ફરી ગૃહ માં ના આવવા દેવા તેમ જ લોકતાંત્રિક પ્રક્રિયા માં સામેલ ના કરવા દાદ મંગાઈ છે. આમ સુપ્રિમ કોર્ટ ની મદદ થી તેઓ વોટીંગ ટાળવા નો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ તેઓ વિપક્ષી પાર્ટીઓ ઉપરાંત પોતાની પાર્ટી ના પણ એવા સાંસદો ને ધમકાવી રહ્યા છે જેઓ સરકાર વિરુધ્ધ માં મતદાન કરવા ની સંભાવનાઓ છે. આની સાથોસાથ તેઓ પોતાની પાર્ટી ના બળવાખોર સાંસદો ને જો પાર્ટી માં પરત આવી જશે તો તેમને માફ કરવા પણ તૈયાર છે. અને જે બળવાખોર સાંસદો તેમની વાત ને ધ્યાન માં નહીં લે તેઓ સામાજીક બહિષ્કાર માટે તૈયાર રહેવા ની ધમકી પણ આપે છે.જ્યારે ત્રીજી તરફ તેઓ એ પાકિસ્તાની સેના સાથે પણ સમાધાન માટે ના પ્રયત્નો કરી જોયા, જોકે સેના એ તેમને વધારે માં વધારે વિપક્ષો એ ઓઆઈસી ની બેઠક અગાઉ રાજીનામા ની માંગ સાથે ઈમરાન ને ઓઆઈસી ની બેઠક બાદ રાજીનામુ આપવા જણાવી દીધું છે. હાલ માં તો ઈમરાન ની ત્રીજી વાર ની પત્ની બુશરા બેગમ પણ ઈમરાન ને છોડી ને ચાલી ગઈ છે જેથી તેના જાદુટોના કે જીન પણ ઈમરાન ને બચાવવા આવે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published.