ઈમરાન ના ખાસ વ્યક્તિઓ એ દેશ છોડ્યો

ઈમરાન ખાન ના શાસન ની પાકિસ્તાન માં ઘડીઓ ગણાઈ રહી છે. હવે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ રાજીનામુ આપી દે છે કે સંસદ માં પ્રસ્તાવ ઉપર સંબોધન કરતા રાજીનામા ની જાહેરાત કરે છે તેની જ અટકળો લાગી રહી છે. જો કે આ દરમ્યિાન ઈમરાન ના ખાસ ત્રણ વ્યક્તિઓ – પૂર્વ સલાહકાર, પૂર્વ ચીફ જસ્ટિસ અને ચીફ સેક્રેટરી દેશ છોડી ને વિદેશ જવા રવાના થઈ ચૂક્યા છે.આપણા ગુજરાતી માં કહેવત છે ને કે જ્યારે જહાજ ડૂબવા નું હોય ત્યારે સૌ પ્રથમ ઉંદરો કૂદી ને બહાર નિકળી જાય છે તે જ રીતે પાકિસ્તાન માં ઈમરાન શાસન ના અંત અગાઉ જ ચીફ સેક્રેટરી આઝમ ખઆન, પૂર્વ સલાહકાર શહઝાદ અકબર તેમ જ પૂર્વ ચીફ જસ્ટિસ ગુલઝાર એહમદ દેશ છોડી ને ભાગી ગયા છે. ઈમરાન સરકાર ના ચીફ સેક્રેટરી આઝમ ખાન જ સરકાર ના મુખ્ય નિર્ણયો પાછળ નું દિમાગ ગણાય છે. તેમના જ ઈશારે પાકિસ્તાન માં ચેનલો એ તમામ મોટા પત્રકારો ને નોકરી માં થી કાઢી મુક્યા હતા. શુક્રવારે તેઓ ઈસ્લામાબાદ થી દુબાઈ પહોંચ્યા હતા. ત્યાંથી એક પ્રાઈવેટ પ્લેન માં અમેરિકા પહોચી ગયા હતા. જ્યારે પૂર્વ ચીફ જસ્ટિસ ગુલઝાર અહેમદ એ મિશ્ર પ્રતિભાવો આપે છે. અમુક કિસ્સાઓ જેવા કે શાસન ચલાવવા કે સરકાર ની પધ્ધતિઓ ઉપર તેમણે ઠપકો આપ્યો હતો. ત્યારે તેઓ સેના ના ઈશારે કામ કરી રહ્યા છે તેમ મનાતું હતું. જો કે નિવૃત્તિ ના થોડા સમય અગાઉ તેમણે સેના ની પણ એમ કહી ને ઝાટકણી કાઢી હતી કે સેના ને જમીન દેશ ની રક્ષા કરવા આપવા માં આવે છે તેની ઉપર થિયેટરો અને મેરેજ હોલ બનાવી ને કમાણી કેવી રીતે કરી શકો છો? તેમનો પરિવાર જાન્યુઆરી માસ માં તેમની નિવૃત્તિ અગાઉ જ દેશ છોડી અમેરિકા જતો રહ્યો હતો. આ માસ ની શરુઆત માં તેમણે પણ દેશ છોડી દીધો હતો. જ્યારે પૂર્વ સલાહકાર શાહઝાદ અકબર ને ઈમરાન જ બ્રિટન થી પાકિસ્તાન લાવ્યા હતા. ખાસ કરી ને નવાઝ શરીફ અને તેમના પરિવાર ને ભ્રષ્ટાચાર મામલે દોષિત ઠેરવવા સંખ્યાબંધ આક્ષેપો અને પ્રેસ કોન્ફરન્સો કરી હતી. પરંતુ કોઈ પુરાવા કોર્ટ માં ના ટકી શકતા કોર્ટે તેમને નિર્દોષ ઠેરવ્યા હતા. જાન્યુઆરી ના અંત માં તેમના રાજીનામા ના અહેવાલ પછી તેઓ જાહેર માં ક્યાંય દેખાયા નથી. જાણકાર સૂત્રો અનુસાર તેઓ સપરિવાર લંડન પરત ફરી ગયા છે. આ ઉપરાંત પાકિસ્તન ના એન.એસ.એ. અને અમેરિકન નાગરિક મોઈદ યુસુફ સહિત આઠ નેતાઓ દેશ છોડી દેશે એવી ચર્ચા નો વંટોળ પાકિસ્તાન માં ફૂંકાયો છે.

Leave a Reply

Your email address will not be published.