કાશ્મિર નરસંહાર મામલે એસઆઈટી ?
દેશભર માં “ધ કાશ્મિર ફાઈલ્સ’ પિશ્ચર બાદ દેશ ની જનતા કાશિમર નરસંહાર અને કાશ્મિરી વિસ્થાપિતો બાબતે ખૂબ આવેશ માં છે અને તેમને ન્યાય અપાવવા ની પ્રચંડ માંગ ઉઠી રહી છે. આ સંદર્ભે વકીલ અને સામાજિક કાર્યકર્તા એ સમગ્ર ઘટનાક્રમ ની યોગ્ય તપાસ માટે એસઆઈટી રચવા ની માંગ કરતો પત્ર રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ને લખ્યો છે.જેમના ના ઉપર થી તત્કાલિન ભારત ની પુણ્યભૂમિ મનાતા કાશ્મિર નું નામ પડ્યું હતું તે કશ્યપ મુનિ ની તપોભૂમિ, આદિ શંકરાચાર્ય ની પણ તપોભૂમિ અને સંસ્કૃતિ અને આદ્યાત્મિક્તા ની ભારતવર્ષ ની એક સમયે ધરોહર રહેલા કાશ્મિર ની પવિત્ર ભૂમિ ઉપર કાશ્મિરી પંડિતો તેમ જ હિન્દુઓ-શીખો દાયકાઓ થી, પેઢીઓ થી રહેતા હતા. પરંતુ દેશ ના ૧૯૪૬ માં વિભાજન બાદ એક માત્ર જમ્મુ-કાશ્મિર નો હવાલો સંભાળનાર અને પોતાની જાત ને કાશ્મિરી પંડિત ગણાવનાર ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ ના દ્વારા જમ્મુ-કાશ્મિર ને અપાયેલા ખાસ રાજ્ય ના દરજ્જા તથા બાદ માં આર્ટિકલ ૩૭૦ અને ૩૫ એ દ્વારા રાજ્ય ને અપાયેલી અમુક વિવાદાસ્પદ ખાસ મંજુરી ના કારણે કાશ્મિર માં હંમેશા અશાંતિ રહી હતી. જેમાં સિંહફાળો પાડોશી દેશ પાકિસ્તાન નો હતો જેના દ્વારા ધર્મ-ઈસ્લામ ના નામે આ ઈસ્લામ બહુમત રાજ્ય માં અલગાવવાદ અને ધાર્મિક કટ્ટરતાવાદ ને સતત પ્રોત્સાહન અને આર્થિક અને શસ્ત્ર સહાય મળતી હતી. આખરે ૧૯ મી જાન્યુ. ૧૯૯૦ ના રોજ કાશ્મિર માં થયેલા સ્થલનિક પંડિતો અને હિન્દુઓ ના નરસંહાર અગાઉ પલાયન થઈ જવા અથવા ધર્મપરિવર્તન કરવા અથવા મરવા માટે તૈયાર રહેવા ની હાકલ કરાઈ હતી.
સ્થાનિક મસ્જિદો ના લાઉડસ્પિક રો માં થી હિન્દુઓ ને કાશ્મિર છોડી ને ચાલ્યા જવા અને હિન્દુ મહિલાઓ ને યુવતિઓ ને છોડી જવા ની હાકલ કરાતી હતી. આખરે ૧૯ મી જાન્યુ. ૧૯૯૦ ના એ ગોઝારા દિવસે કાશિમર માં વસતા હિન્દુઓ ઉપર ત્રાટકતા ઘાતકી નરસંહાર, મહિલાઓ ઉપર બળાત્કારો અને બાળકો સુધ્ધા ને મારી નંખાયા હતા. ૧૯ અને ૨૦ જાન્યુ. ૧૯૯૦માં બે દિવસ ચાલેલા નરસંહાર ના પરિણામે કાશ્મિર માં થી લગભગ સાડાપાંચ લાખ હિન્દુઓ વિસ્થાપિત થયા. જે ઘટના ના ૩૨ વર્ષો બાદ પણ પોતાના જ દેશ માં નિરાશ્રિતો ની જિંદગી જીવી રહ્યા છે. તત્કાલિન કાશ્મિર ના અલગાવવાદી જેકેએલએફ- જમ્મુકાશ્મિર લિબરેશન ફન્ટ, હુરિયત જેવા કટ્ટરવાદી સંગઠનો, નેશનલ કોન્ફરન્સ અને નાના-મોટા સ્થાનિક રાજકીય પક્ષો અને મહતત્મ સમય કેન્દ્ર માં રહેલી કોંગ્રેસી સરકાર ના અલગાવવાદીઓ ની આવભગત ની નીતિ જ્યારે કાશ્મિરી પંડિતો તરફ ના ઓરમાયા વર્તન થી તેમને ક્યારેય ન્યાય મળ્યો ન હતો.
જો કે દેશ માં થયેલા આટલા જઘન્ય નરસંહાર ની બાબત લોકો થી છૂપાવવા માં અમુક રાજકીય પક્ષો, લુટિયન્સ જૂથ તેમ જ ડાબેરી વિચારધારા એ સમગ્ર ઘટનાક્રમ દેશ થી છૂપાવ્યો. જો કે સત્ય હંમેશા છૂપાવી નથી શકાતું તે ન્યાયે આખરે ૩૨ વર્ષ પછી કાશ્મિરી પંડિતો ની વેદના ને વાચા આપતી પ્રથમ ફિલ્મ “ધ કાશ્મિર ફાઈલ્સ” રજુઆત પામી અને દેશવિદેશો માં આ ઘટના પ્રત્યે હાહાકાર વ્યાપી ગયો. જો કે આ ફિલ્મ ને બનતી અટકાવવા તેના પ્રમોશન્સ ના થવા દેવા તેમ જ રજુઆત માટે થિયેટરો ઉપલબ્ધ ના થવા દેવા જેવી પેતરાબાજી સામે જાગ્રત બનેલી જનતા એ સોશ્યિલ મિડીયા ઉપર એટલું જબરદસ્ત પ્રમોશન કર્યું કે આ ફિલ્મ ૧૦ દિવસ માં જ ભારત માં થી ૧૭૦ કરોડ રૂા.નો ધંધો કરી લીધો છે. કાશ્મિરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર અને ૩૨ વર્ષ ના નિર્વાસિત જીવન બાદ હવે દેશ ની જનતા તેમના માટે ન્યાય માંગી રહી છે. તેમ જ આ ઘટનાક્રમ ના દોષિતો ને ઉચીત સજા અપાવી કામિરી પંડિતો ને ન્યાય અપાવવા મક્કમ બની છે. આ ફિલ્મ ને દેશ ના ઘણા રાજ્યો જેવા કે ગોવા, ત્રિપુરા, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ એ ટેક્સ ફી જાહેર કરી છે જેથી વધારે માં વધારે લોકો ફિલ્મ જોઈ શકે અને પાછલી સરકારો એ છૂપાવેલા દેશ ના જ ઈતિહાસ ના એક કાળા અધ્યાય ને ઉજાગર કરી શકાય.
કાશ્મિરી પંડિતો ના કાશ્મિર માં ૧૯-૨૦ જાન્યુ. ૧૯૯૦ના થયેલા જઘન્ય નરહાર અને તેમણે કરવી પડેલી હિજરત મામલે હવે દેશ ના નાગરિકો માં વ્યાપેલા રોષ અને આક્રોશ તેમ જ તેમને ન્યાય અપાવવા ની માંગ ના પગલે એક વકીલ અને સામાજીક કાર્યકરે વિનિત જિંદલે દેશ ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ને પત્ર લખી ને કાશ્મિરી પંડિતો ના નરસંહાર સંબંધિત તમામ મામલાઓ ને ફરી થી ખોલવા અને કાશ્મિર ઘાટી માં હત્યાઓ ની ઘટનાઓ ની ફરી થી તપાસ કરવા માટે એક સ્પેશ્યિલ એસઈટી ટીમ ની રચના કરવા ના નિર્દેશો આપવા ની માંગ કરી છે. આ ઉપરાંત જિંદલે રાષ્ટ્રપતિ ને વિનંતી કરી છે કે એસઆઈટી ને અત્યાર સુધી નોંધાયેલા કેસો ની તપાસ કરવી જોઈએ અને આ નરસંહાર ના પિડીતો ને એક મંચ પૂરુ પાડવું જોઈએ. જે તેઓ ને ન્યાય અપાવવા માટે સક્ષમ હોય. આ સાથે જ વકીલે એવો તર્ક આપ્યો છે કે જો ૩૩ વર્ષો પહેલા થયેલા શિખ વિરોધી રમખાણો સંબંધિત મામલાઓ ને ફરી ખોલી શકાતા હોય તો તેના પછી અર્થાત કે ૨૭ વર્ષો પહેલા થયેલા કાશ્મિરી પંડિતો ના મામલા ને પણ ફરી થી ખોલી શકાય અને તેની પણ ન્યાયોચિત તપાસ કરી શકાય.
વિનીત જિંદલ એ પોતાના પત્ર માં એનો પણ ઉલ્લેખ કર્યો છે કે ઘટના નો શિકાર લોકો શારિરીક, ભાવનાત્મક અને માનસિક આઘાત ની સ્થિતિ માં હતા અને છેલ્લા કેટલાય વર્ષો થી પોતાની બદલાયેલી પરિસ્થિતિ માં આજિવિકા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને તે પોતાની ફરિયાદ નોંધાવવા માટે, નિવેદન નોંધાવવા માટે ની સ્થિતિ માં ન હતા. એટલા માટે તેઓ ન્યાય થી વંચિત રહી ગયા છે. પિડીતો માટે ન્યાય ની માંગ કરતા જિંદલે તર્ક આપ્યો હતો કે જેવું કે પહેલા થી કહેવાયું છે તે પ્રમાણે ન્યાય નું દાયિત્વ ઘણા બધા અંશે પોલિસ અધિકારીઓ અને પ્રશાસનિક અધિકારીઓ પાસે છે, જે નરસંહાર અને નુક્સાન થી એકદમ અજાણ છે ત્યારે આવા સમયે કાશ્મિરી પંડિતો ને સરકાર અને સંબ’ધિત અધિકારીઓ દ્વારા વધુ એક મોકો અપાવો જોઈએ.અત્યારે જ્યારે ફિલ્મ ૧૭0 કરોડ નો ધંધો કરી લીધો છે ત્યારે અંદાજ લગાવતા દેશ માં ૧ કરોડ ૭૦ લાખ લોકો એ આ ફિલ્મ જોઈ લીધી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું સુપ્રિમ કોર્ટના જજ ને અધિકારીઓ પૈકી કોઈ એ હજુ સુધી આ ફિલ્મ નહીં જોઈ હોય? ઘણી બધી બાબતો માં સુપ્રિમ કોર્ટ સ્વયં સંજ્ઞાન થઈ ને કેસ દાખલ કરી નોટિસો પાઠવતી હોય છે તો દેશ માં આટલી હદે ચર્ચાતા મુદ્દા પરત્વે હજુ પણ સુપ્રિમ કોર્ટે સ્વયં કોઈ પગલાં કેમ નહીં લીધા હોય? હજારો કાશ્મિરી પંડિતો ના નરસંહાર અને લાખો વિસ્થાપિત થયેલા અને નિરાશ્રિત – પોતાના જ દેશ માં નિરાશ્રિત થયેલા લોકો પ્રત્યે સંવેદનશીલતા ક્યારે દાખવશે?