ગુજરાત કોંગ્રેસ ના નેતાઓ ને કોર્ટ નું સમન્સ
ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સામે કથિતરૂપે થયેલા ભ્રષ્ટાચાર ના પ્રેસ કોન્ફરન્સ ભરી ને કરાયેલા આક્ષેપ મામલે આ કોંગ્રેસી નેતાઓ સામે ની વિજય રુપાણી ની ફોજદારી અરજી ગાંધીનગર કોર્ટે માન્ય રાખતા ત્રણ કોંગ્રેસી નેતાઓ અને પરૂ નલ સેક્રેટરી સહિત ચાર જણા ને સમન્સ પાઠવાયું છે.ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજય પાણી અમેરિકાના પ્રવાસેહતા ત્યારે કોંગ્રેસી નેતા તેમ જ વિરોધપક્ષ ના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને પર્સનલ આસિસ્ટન્ટ સાથે પ્રેસ કોન્ફરન્સ આયોજી ને ૨૨મી ફેબ્રુઆરી એ પ00 કરોડની જમીન કૌભાંડ અંગે આરોપ મુક્યો હતો. ત્યાર બાદ અમેરિકા થી પરત ફરેલા વિજયરુપાણી એ પોતાના એડવોકેટ એંશ ભારદ્વાજ દ્વારા આ ચારેય ને કાનુની નોટિસ પાઠવી ને તેમના આ નિરાધાર આક્ષેપો થી પ્રતિષ્ઠા ને મોટું નુક્સાન થયું છે આથી ૧૫ દિવસની અંદર લેખિત માફી માંગે અને તમામ આરોપો પાછા ખેંચે. આ લેખિત માફી તમામ મિડીયા ને મોકલી આપે નહીંતર કોર્ટ માં બદનક્ષી નો દાવો દાખલ કરવા માં આવશે.જો કે આ ચારેય દ્વારા કોઈ પ્રત્યુત્તર કે જણાવાયેલી કાર્યવાહી ના કરાતા આખરે બીજી માર્ચે કોર્ટ સમક્ષ થયેલી અરજી માં ચારેય સામે સીઆરપીસી ની કલમ ૨૦૨ હેઠળ કાર્યવાહી હાથ ધરવા દાદ માંગવા માં આવી હતી. ગાંધીનગર ની કોર્ટે ક્રિમીનલ ઈન્કવાયરી ને લગતા આ કેસ માં ફરિયાદી વિજય રુપાણી ના વકીલ ની દલીલો, નિવેદનો અને પુરાવાઓ ને ધ્યાન માં રાખી ને ચારેય પ્રતિવાદી સામે આઈપીએલ કલમ ૫૦૦, ૧૧૫ અન્વયે કાર્યવાહી ચલાવવા અને ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ ૨૦૪ હેઠળ ફોજદારી કેસ નોંધી ને ચારેય પ્રતિવાદીઓ ના નામે સમન્સ કાઢવા નિર્દેશો અપાયા હતા.આમ ગાંધીનગર કોર્ટ દ્વારા વિપક્ષ ના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસ ના દંડક સી.જે. ચાવડા અને અન્ય એક પર્સનલ આસિસ્ટન્ટ સામે સમન્સ પાઠવતા હવે કોંગ્રેસી નેતાઓ ને કોર્ટ નું તેડું આવ્યું છે અને ચારેય પ્રતિવાદીઓ ને કોર્ટમાં હાજર રહેવા ફરમાન થયું છે. આ અગાઉ ભાજપા આગેવાન નીતિન ભારદ્વાજે પણ રાજકોટ પોલિસ કમિશ્નર ને લેખિત ફરિયાદ માં ૨૨મી એ આ ચારેય પ્રતિવાદીઓ એ જાહેર કરેલી પ્રેસનોટ માં નીતિન ભારદ્વાજ ના કહેવા થી વિજય રુપાણી એ કૌભાંડ કર્યું હતું તેવા ઉલ્લેખ સામે ફરિયાદ નોંધાવી હતી.