‘જાનકીપુર માં વિરાટ રામાયણ મંદિર
બિહાર ના પૂર્વી ચંપારણય ના ચકિયા-કેસરિયા પાસે જાનકપુર માં બિહાર નું સૌથી ભવ્ય અને દેશના સૌથી મોટા મંદિરો પૈકી નું એક એવા ૧૨૫ એકર જમીન ઉપર વિરાટ રામાયણ મંદિર નું નિર્માણ થનાર છે.આ ભવ્ય અને વિરાટ મંદિર માટે મૂળ બિહાર ના અને ગૌહાટીના ધંધાર્થી ઈગ્લિાયક અહમત ખાને ૨૩ કટ્ટા જમીન ટ્રસ્ટ ને દાન માં આપી હતી. આ અગાઉ પણ મંદિર ટ્રસ્ટ ને સૌ પ્રથમ જ મા – પણ સસ્તા દરે આપી જ મરી ના સામ – દિન ની પ્રક્રિયા તેમના થી જ શરુઆત થઈ હતી. વિરાટ રામાયણ મંદિર માટે અત્યાર સુધી માં ૧૦૧ એકર જમીન સંપાદન થઈ ચૂકી છે. હજુ ૨૫ એકર જમીન મળશે. બિહાર ની રાજધાની પટના થી ૧૨૦ કિ.મી. અને વેશાલી થી ૬૦ કિ.મી. અંતરે સ્થિત બનનારા આ ભવ્ય મંદિર ૨૭૦ ફૂટ ઊંચુ, ૧૦૮૦ ફૂટ લાંબુ અને પ૪૦ ફૂટ પહોળુ હશે. આ મંદિર ને ટેમ્પલ ઓફ ટાવર્સ ના નામ થી ઓળખવા માં આવશે. આ મંદિર પરિસર માં અન્ય ૧૩ મંદિરો પણ બનાવવા માં આવશે. બાજુ માં જ બનનારા ચાર મંદિરો પણ ૧૮૦ ફૂટ ની ઊંચાઈ ધરાવતા શિખરોવાળા બનશે. મંદિર માં વિરાટ શિવલીંગ ની પણ સ્થપના થનારી છે. આ શિવલીંગ ૩૩ ફૂટ ઊંચાઈ અને તેટલી જ ગોળાઈ નું હશે. તેમાં ૩ સીડીઓ અને ૪ લિફ્ટ મુકાશે જેના થકી ભાવિક ભક્તો ઉપર જઈ ને અભિષેક કરવા નો લ્હાવો લઈ શકશે. આ ભવ્ય મંદિર બનાવવા નો કોન્સેપ્ટ પટના ના મહાવીર મંદિર ના સચિવ આચાર્ય કિશોર કપાલ નો છે. ત્યાર બાદ વિશ્વ ના સૌથી મોટા હિન્દુ મંદિર અંગકોરવાટ-કંબરેડિયા, ના કંબોડિયાના ભારત ખાતે ના રાજદૂતે પણ નિર્માણ સ્થળ નું પરીક્ષણ કરી, પ્લાન જોઈ ને જરુરી સૂચનો કરતા તે પ્રમાણે ફેરફારો કરાયા હતા. આ પ્રોજેક્ટ સાથે કેન્દ્રિય લોક નિર્માણ વિભાગ ના પૂર્વ ડી.જી. વિનીતકુમાર જયસ્વાલ પણ સેવાનિવૃ ત્તિ બાદ જોડાયા છે. નિવૃત્તિ પૂર્વે તેઓ નવા સંસદ ભવન ના નિર્માણ કાર્ય સાથે જોડાયેલા હતા. તેમના નિર્દેશો પ્રમાણે મંદિર ના સ્ટ્રકચરલ ડિઝાઈન માં જરૂરી ફેરફારો કરાયા હતા. આ | ઉપરાંત પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ના પૂર્વ સીએમડી આર.પી. સિંહ પણ મંદિર | નિર્માણ સમિતિ ના સભ્ય છે. આમ બિહાર ના જાનકીપુર માં વિશાળ, ભવ્ય અને દિવ્ય વિરાટ રામાયણ મંદિર નું નિર્માણ થનાર છે.