જીટીએ ની જાહેર જનતાનો
‘ખ ખબ આભાર

અમે “ધ કાશ્મિર ફાઈલ્સ ચલચિત્ર જાહેર જનતા માટે વડસાઈડ સિનેમા, સ્કારબરો માં ૨૦ મી માર્ચ, રવિવારે ૩.૦૦ વાગે રજૂ કરવા ની જાહેરપત કરી અને થોડા કલાકો માં જ લોકો નો અપ્રતિમ સહકાર સાંપડ્યો. થિયેટર ની કેપેસીટી કરતા દોઢગણી ટિકીટા ની માંગ થઈ ગઈ. લોકો ની લાગણી અને ધસારા ને અનુલક્ષી ને અમે તેની સાથે નું જ બીજું થિયેટર પણ બુક કરાવ્યું. તેનો સમય પણ સરખો જ રાખ્યો કે જેથી બધા લોકો એક સાથે જ આવી શકે અને એકબીજા ને મળી શકે.

તેની ટિકીટો પણ થોડા કલાકો માં જ બધી બુક થઈ ગઈ.આ ચલચિત્ર કમાવવા માટે નહીં પણ એક ઈતિહાસ – બતાવી લોકો ને જગડિવા માટે બનાવવા માં આવ્યું હોવાથી અને આપણા લોકો ઉપર કેવો અત્યાચાર થયેલ તે જોવા માટે સૌ આક્રોશપૂર્ણ રીતે ઉમટી પડ્યા હતા. પિશ્ચર પુરુ થયા પછી પણ લોકો સ્તબ્ધ રીતે ગમગીન થઈ ને બેસી જ રહ્યા હતા. પછી જય શ્રી રામ અને વંદેમાતરમ ના ઉઘોષ સાથે બધા હતપ્રભ દશા માં આક્રોશ સાથે બહાર | નીકળ્યા હતા અને બહાર પણ નારા લગાવ્યા હતા. જનતાએ, અમને ન્યુનતમ દર માં સુંદર સગવડ પુરી પાડી આવું આયોજન કરવા માટે ભાવુકતા સાથે આયોજકો શ્રી વિજય પટેલ, શ્રી કુનાલ પટેલ, શ્રીમતિ ચિંતનબેન ભાવસાર તથા શ્રી અજીત પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. અમે આયોજકો પણ જાહેર જનતા નો અભૂતપૂર્વ સહકાર આપી, આ પ્રોગ્રામ ને સફળ બનાવવા બદલ આપ સૌનો ખરા દિલ થી આભાર માનીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.