દાદીમા ના નુસખા

-જૂના મરડાને મટાડવા માટે દરરોજ સવારે કંઈપણ ખાધાપિધાવિના બે ચમચી આદુનો રસ, થોડું સિંધવ મીઠું નાંખી લો.

– નાની હરડના ચૂરણને ઘી માં સાંતળો ત્યારબાદ તેમાંથી એક ચપટી ચૂરણ અને ચાર ગ્રામ વરિયાળીનું ચૂરણ મેળવી રોગીને આપો.


પથ્થ-અપથ્ય – વાસી ભોજન, મસાલાવાળા પદાર્થો, મોડેથી પચનાર વસ્તુઓ, ચણા, વટાણા, મગ વગેરેનું સેવન કરવું જોઈએ નહીં. વાયુ (ગેસ) બનવિનારી વસ્તુઓ ખાવાથી પણ મરડામાં આરામ મળતો નથી. તેથી ચણાનો લોટ, મેંદો, બટાકા, ફુલાવર, ટામેટાં, રિંગણા, ભીંડા, કારેલા, ટિંડા વગેરે ખાવા જોઈએ નહીં. રોગીને ભૂખ લાગે તો છાશ સાથે મગની દાળની ખિચડી આપો. પાણીમાં લીંબૂનિચોવી આખા દિવસમાં ચાર ગ્લાસ પાણી પીઓ. એનાથી મરડાને કારણે થનારી પેટની શુષ્કતા દૂર થશે. જમવાની સાથે પાતળુ દહીં, છાશ મઠો વગેરે જરૂર લો. સવાર-સાંજ ખુલ્લી હવામાં ટહેલો. સ્નાન કરતા પહેલા સરસિયાનું તેલ અથવા તલના તેલની માલિશ જરૂર કરવી જોઈએ. રાત્રે સૂતી વખતે દૂધની સાથે એક ચમચી જેટલી ઈસબગોલની ભૂસી લેવાથી સવારમાં બધો જ આમ નીકળી જાય છે.

ઉલ્ટી – ઉલ્ટી એક અજીરણ રોગનું લક્ષણ માનવામાં આવે છે. ઘણીવાર જોયું છે કે ખાલી પેટમાં ગેસ અથવા વિકાર આવી જાય છે જે ઉબકાં રૂપે પ્રગટ થાય છે. તેમાં કડવો પિત્ત અથવા અમ્લ નિકળે છે. જો તે વખતે પાણી પીઓ તો તે પણ પેટમાં ટકતું નથી અને ઉલ્ટી થઈ બહાર નિકળી જાય છે. આ ઉલ્ટી દુર્ગધવાળી હોય છે જે દૂર સુધી ફેલાય છે. રોગી પોતે પણ ખરાબ વાસને કારણે બેચેન થઈ જાય છે.


કારણો :- માણસના પેટમાં માં પેશીઓનું સંકોચન અને પાચનતંત્રમાં કાર્ડેયક છિદ્ર થઈ જાય છે. તેથી આંતરડા કમજોર થઈ જાય છે અને પિત્ત ગ્રહી શકતો નથી. તે પિત્તને, વાયુ ઉપર તરફ લઈ જાય છે જે ઉલ્ટી રૂપે બહાર નિકળી જાય છે. પેટમાં ગેસ અને પિત્ત વધવાથી, કેટલીક દવાઓને કારણે, તણાવ, ચિંતા, ભય, આશંકા, ગભરામણ,પેટમાં દુખાવો, મેલેરિયાની બિમારી, ખરાબ (ઝેરીલા) પદાર્થોનું સેવન વગેરે કરાણોસર ઉલ્ટી થાય છે.
લક્ષણો – પેટમાંનું ઝેરીલું પાણી, વિકારયુક્ત ભોજન તથા પચ્યા વિનાનું દૂધ ઉલ્ટી દ્વારા બહાર નિકળી જાય છે. ઉલ્ટી દુર્ગધવાળી હોય છે. રોગીને બેચેની, ગભરામણ, મોઢાનો સ્વાદ ફીકો તથા કડવો, છાતીમાં ભારેપણું, પેટમાં બળતરા, આંખો સામે અંધારા જેવા લક્ષણો દેખાવા માંડે છે. કેટલાક રોગીઓનું મોં પણ સૂકાય છે. જીભ પર મેલના થર જામી જાય છે.
નુસખાં – શેરડીના રસમાં થોડો બરફ અને અડધું લીંબૂ નિચોવી પીવાથી ઉલ્ટી મટી જાય છે.

– પાણીમાં ચાર-પાંચ ટીપાં ફૂડીનાનો રસ અને થોડું કપૂર નાંખી પી લો.

– ચપટી હીંગ અને ચાર લવિંગને વાટી અડધા કપ પાણીમાં ઘોળીને પીવાથી ઉલ્ટી બંધ થાય છે.૨ ગ્રામ એલચી પાવડરને એક કપ દાડમના રસમાં ઘોળી પી જાવ.

– ૧૦ ગ્રામ વરિયાળીને ૫૦૦ ગ્રામ પાણીમાં નાંખી સારી રીતે ઉકાળો ત્યારબાદ તેને ગાળીને કાચની શીશી અથવા તાંબાના વાસણમાં ભરી રાખો. તેમાંથી પીતી વખતે થોડી ખાંડ મેળવો અને દિવસમાં સાત-આઠ વાર પીઓ.

– જાયફળને પાણીમાં ઘસો. એક ચમચી જેટલા જાયફળના પાણીને ભાતના ઓસામણમાં મેળવી પીઓ.

– લીલી કોથમીર અને દીનાની ચટણી બનાવી તેમાં શેકેલા જીરૂ નો પાવડર ૪ ગ્રામ, ૨ ગ્રામ સંચળ અને ૧ ગ્રામ મરી મેળવી સેવન કરો.

Leave a Reply

Your email address will not be published.