ધોની એ ચેન્નાઈ સુપર કિંગ્સ ની કપ્તાની જાડેજા ને સોંપી
ટીમ ઈન્ડિયા ના સૌથી સફળ કપ્તાન પૈકી ના એક મિ.કૂલ અને હંમેશા પોતના આગવા નિર્ણયો થી સૌથી ચોંકાવતા ટીમ ઈન્ડિયા ના પૂર્વ કપ્તાન ચેન્નાઈ સુપર કિંગ્સ ના આઈપીએલ ના કપ્તાન માહી ઉર્ફે મહેન્દ્રસિંહ ધોની એ આઈપીએલ-૧૫ મી સિઝન શરુ થવા ના માત્ર બે દિવસ અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ ની કપ્તાની છોડી ને હવે માત્ર ક્રિકેટર તરીકે જ રમશે ની જાહેરાત કરી ને સોં ને ચોંકાવ્યા હતા.
આઈપીએલ-૧૫ માં હવે સીએસકે ની કપ્તાની રવિન્દ્ર જાડેજા સંભાળશે એવું મનાય છે કે માહી એ આ નિર્ણય ભવિષ્ય ને ધ્યાન માં રાખી ને લીધો હતો. આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સ (સી.એસ.કે.) એ ફક્ત ચાર ખેલાડીઓ ને રિટેઈન કર્યા હતા જેમાં રવિન્દ્ર જાડેજા-૧૬ કરોડ, મહેન્દ્રસિંહ ધોની-૧૨ કરોડ, મોઈન અલી-૮ કરોડ અને ઋતુરાજ ગાયકવાડ ૬ કરોડ માં રિટેઈન કરાયાં હતા. મિ. કૂલ મહેન્દ્રસિંહ ઝોની એ ટેસ્ટ ટીમ માં થી તેમ જ વન-ડે અને ટી-૨૦ મા થી પણ કપતાની છા ડચા બાદ થોડા સમય સુધી વિ ૨ | ટ કોહલી ની કસ્તાની માં ખેલાડી તરીકે મેચ રમી હતી. આથી નવા કપ્તાન ને અનુકૂળ સમય આપી ને તે અગાઉ ની નિવૃત્તિઓ ને જોતા ધોની ની આ અંતિમ આઈપીએલ હોવા નું અનુમાન લગાવી રહ્યા છે.
ધોની એ પોત|ાની કપ્તાની માં આઈ પી એ લ માં સીએસકે ને મોખરા નું સ્થાન અપાવતા અનેક કિર્તીમાનો બનવ્યા હતા. ધોની એ આઈપીએલ ની ૨૨૦ મેચો રમી ને ૩૯.૫૫ ની એવરેજ થી ૪૭૪૬ રન ફટકાર્યા છે, આ ઉપરાંત તેણે ૨૦૧૦, ૨૦૧૧,૨ ૦ ૧ ૮ અ – ૫) ૨૦૨૧ માં સીએસકે ને ચેમ્પિયન પણ બનાવ્યું હતું. આ ઉપરાંત તેણે ચેન્નાઈ ને ૯ વખત ફાયનલ માં પહોંચાડવા નો પણ વિક્રમ બનાવ્યો હતો. તેણે આઈપીએલમાં ૨૦૪ મેચો માં કરેલી કપ્તાની માં થી પોતાની ટીમ ને સૌથી વધારે ૧૨૧ વાર જીતાડવા નો વિક્રમ પણ માહી ના નામે જ છે. આઈપીએલ માં સૌથી વધારે મેચો જીતાડનાર એક માત્ર કપ્તનિ મિકૂલ જ છે. બીજા નંબરે રહેનાર હાલ ના ટીમ ઈન્ડિયા ના કપ્તાન રોહિત શર્મા એ પોતાની કપ્તાની માં ૧૨૯મેચો પૈકી ૭૫ માં જીત મેળવી છે. ચેન્નાઈ ના નવા બનેલા કપ્તાન રવિન્દ્ર જાડેજા ને ૨૦૦૮ ની પ્રથમ આઈપીએલ સિઝન માં રાજસ્થાન રોયલ્સે ૧૨ લાખ રૂા. માં ખરીદ્યો હતો. તે સમયે ઈન્ડિયા ની અંડર-૧૯ ટીમ નો વાઈસ કેપ્ટન હતો.

આ સમયે તેને આઈપીએલ માં ૧૪ મેચો રમવા ની તક મળી હતી. જેમાં તેણે ૧૯.૨૮ ની એવરેજ થી ૧૩૫ રન બનવ્યા હતા. જો કે એક પણ વિકેટ મળી ન હતી. જો કે ૨૦૦૯ ની શેન વોર્ન ની કપ્તાની હેઠળ ની સિઝન શાનદાર રહી જેમાં તેણે ૨૯૫ રન બનાવવા ઉપરાંત ૬ વિકેટો પણ લીધી હતી.શેન વોર્ન એ ત્યારે જ ભવિષ્યવાણી ભાખી હતી કે એક દિવસ હું ભારત માટે ચોક્કસ રમીશ. આઈપીએલ ૨૦૦૯ પછી જાડેજા ટીમ ઈન્ડિયા ની લિમિટેડ ઓવર મેચ નો નિયમિત સભ્ય બની ગયો. આખરે ૨૦૧૨ માં આઈપીએલ માં જાડેજા ને ચેન્નાઈ એ ૨૦ લાખ ડોલર માં ખરીદ્યો. ચેન્નાઈ સાથે જોડાયા પછી ધોની ની કપ્તાની માં જાડેજા ની રમત પણ બદલાઈ ગઈ. હવે તે વધુ સાવધાનીપૂર્વક રમતો થઈ ગયો.આઈપીએલ ની ૧૫ મી સિઝન માં પ્રથમવાર ચેન્નાઈ એ પોતાનો કપ્તાન બદલ્યો છે. સતત ૧૪ સિઝન માં કપ્તાની કર્યા બાદ ગુરુ ધોની એ કપ્તાની છોડી ને પોતાના શિષ્ય સમાન દોસ્ત જાડેજા ને હવે આ જવાબદારી સોંપી છે.
જો કે જાડેજા કેપ્ટન બનતા જ ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરો ની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે. આ અગાઉ જ ભારત ના પૂર્વ કપ્ત|ાન લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે ચેન્નાઈ ની ટીમ માં થી એક બે મેચો માટે ધોની આરામ લે તો તેની જગ્યા એ કપ્તાની કરવા જાડેજા તૈયાર થઈ ગયો છે. તે આ જવાબદારી ઉઠાવવા સક્ષમ છે. જ્યારે પૂર્વ કપ્તાન અને ટીમ ઈન્ડિયા ના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી એ આગાહી કરી હતી કે આઈપીએલ માંથી જ ભારત ને નવો કપ્તાન મળશે. આમ હવે ટીમ ઈન્ડિયા ના ફાંકડા અને વિશ્વ ના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરો માં જેની ગણના થાય છે તેવા સર રવિન્દ્ર જાડેજા આઈપીએલ-૧૫ સિઝન માં ચેન્નાઈ સુપર કિંગ્સ ના કેપ્ટન તરીકે રમવા ઉતરશે.