ધ કાશ્મિર ફાઈલ્સ ૨૦૦ કરોડ ને પાર

ભારત જેવા લોકશાહી દેશ માં જ્યારે બોલિવુડ ના બની બેઠેલા ગોડફાધરો ની જોહુકમી સામે દેશ ની જનતા બંડ પોકારે છે ત્યારે જનશક્તિ શું કરી શકે તેનો પૂરાવા ધ કાશ્મિર ફાઈલ્સે આપી દીધો છે. માત્ર ૧૩ દિવસ માં કમાણી ના મામલે ૨૦૦ કરોડ નો આંક પાર કરવા ની અભૂતપૂર્વ સફળતા બાદ બોલિવુડ ના ગોડફાધરો પોતાના દર માં છૂપાઈ ને મ્હોં સંતાડી રહ્યા છે.બોલિવુડ ગેંગ એ કાશ્મિરી હિન્દુઓ ના નરસંહાર જેવા જઘન્ય અપરાધ ઉપર ૩૨ વર્ષો બાદ એક ડિરેક્ટરે પ્રમાણિકતા થી સચ્ચાઈ વ્હાર લાવવા નો નિષ્ઠાપુર્વક કરેલા પ્રયાસ ને પ્રોત્સાહિત કરવા ના બદલે ફિલ્મ પ્રદર્શિત જ ના થાય, લોકો ફિલ્મ જોવા થિયેટરોમાં ના પહોંચે તે માટે વિવિધ પ્રયત્નો જનતા જનદર્દન ની જાણ માં આવતા લોકો એ આ ફિલ્મ ને પોતાના ખભે ઉંચકી લઈ ને સફળતા ના સર્વોચ્ચ સિંહાસન તરફ લઈ જઈ રહી છે. ભારત માં લગભગ ૮ રાજ્યો ની સરકારો એ આ ફિલ્મ ને કરમુક્ત જાહેર કરી દીધી છે. આ ફિલ્મ જોઈ ને વ્હાર આવતા લોકો આઘાત માં કાશ્મિરી હિન્દુઓ માટે ઉંડી સંવેદના વ્યક્ત કરતા ભારત માતા કી જય, વંદે માતરમ જેવા સૂત્રોચ્ચાર કરવા ઉપરાંત શિસ્તપૂર્વક રાષ્ટ્રગાન ગાતા પણ વિવિધ શહેરો માં નજરે પડ્યા હતા.

અને ન માત્ર ભારત માં પરંતુ નોર્થ અમેરિકા સહિત વિદેશો માં જ્યાં જ્યાં આ ફિલ્મ રજૂ થઈ છે ત્યાં ત્યાં આવા જ દેશ્યો જોવા મળ્યા હતા.સૌથી વિશિષ્ટ બાબત તો એ જોવા મળી છે કે સામાન્ય વ્યાપારી, હોટલ અને રેસ્ટોરેન્ટવાળા થી માંડી ને રિક્ષા ડ્રાઈવરો સુધી આ ફિલ્મ જોવા પ્રોત્સાહિત કરતા વિવિધ આકર્ષક ડિસ્કાઉન્ટ થી માંડી ને નિઃશુલ્ક સેવા સુધી ની ઓફર કરી રહ્યા છે. જેના ઉપર થી પ્રતિત થાય છે કે ભારત માં દાયકાઓ થી ચલાવાતી દંભિક બિન સામ્પ્રદાયિકતા ની સામે હવે દેશ ની જનતા અને સવિશેષ રુપે દેશ નો હિન્દુ જાગ્રત થઈ રહ્યો છે. જો કે સાથોસાથ કમનસીબે એક વિશિષ્ટ સમુદાય ના લોકો દ્વારા આ ફિલ્મ નો સંપૂર્ણ બહિષ્કાર કરાયો હોય તેમ આ સમુદાય નો એક પણ વ્યક્તિ થિયેટરો માં દૃષ્ટિમાન થયો નથી તેમ છતા આ ફિલ્મ માત્ર ૧૩ દિવસ માં કમાણી ના મામલે ૨૦૦ કરોડ નો આંક પાર કરવા ની અભૂતપૂર્વ સફળતા મળી છે.પોતાની અંગપ્રદર્શન અને બિભત્સતા પિરસતી અને સભ્ય સમાજના સ્થાપિત રીત| રિવાજો સામે બંડ પોકારતી વાહિયાત ફિલ્મો ના પણ બોક્સ ઓફિસ કલેક્શન ના ગોટાળાવાળા વિકએન્ડ કલેક્શન ના આંકડા દર્શાવી, ફિલ્મ ની સક્સેસ પાર્ટી ના નામે ફિલ્મ ને બુસ્ટ કરવા, પ્રમોશન કરતા ગોડફાધરો આ ફિલ્મ ની માત્ર ૧૩ દિવસ માં 200 કરોડની ક્લબ માં સામેલ થતા એવા આઘાત માં એ અવાચક સ્થિતિ માં મુકાઈ ગયા છે કે જોહરો જોકર બની ગયા છે અને પોતાને આંખે ધૂંધળું દેખાવા ની પણ પોસ્ટ મુકનારા બચ્ચન્સ અને ખાન્સ ના મોઢે ખંભાતી તાળા લાગી ગયા છે. જો કે દેશ ની જનતા બધુ જ જોઈ અને સમજી રહી છે. આ અગાઉ સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ મામલે પણ જનઆક્રોશ છતા આ ગેંગ એ આવી જ પ્રતિક્રિયા આપી હતી.જો કે ધ કાશ્મિર ફાઈલ્સ મામલે આખરે મિ.પરફેક્ટનિસ્ટ આમિર ખાન અને અજય દેવગન ની પ્રતિક્રિયા આવી છે.

આમિર ને જ્યારે આ ફિલ્મ બાબતે પત્રકારે પ્રશ્ન પૂછ્યો ત્યારે આમિરે કહ્યું હતું કે હું આ ફિલ્મ જરૂર થી જોઈશ. કાશ્મિરી પંડિતો સાથે જે થયું તે દુઃખદ બાબત છે. દરેક હિન્દુસ્તાની એ આ ફિલ્મ જોવી જોઈએ. તે આપણા ઈતિહાસ નું એક એવું પાનું છે જેના થી તમામ નું દિલ દુભાયુ હતું. જ્યારે અજય દેવગન ને આ ફિલ્મ બાબતે પૂછાતા અજયે જણાવ્યું હતું કે કેટલુક સત્ય જ કમાલ નું હોય છે. ઘણી વાર કોઈ સત્ય હોય છે તે જ એટલું તાકતવર હોય છે કે તમે તેનું ફિક્શન લખી શકો નહી. આવી ફિલ્મ બનાવવા આઈડીયા એ નથી હોતો કે કોઈ સત્ય ઘટના શોધો. જ્યારે તમે એવું કંઈક સાંભળો છો તો તમને જ ફુરણા થાય છે કે આ બહુ એકસ્ટ્રા ઓર્ડિનરી બાબત છે અને આ વાત દુનિયા ની સામે આવવી જોઈએ. આથી તમે તેને પસંદ કરો છો.આ અગાઉ બોલિવુડ માં થી ફિલ્મ ધ કાશ્મિર ફાઈલ્સ માટે માત્ર આખાબોલી, ફાયરબ્રાન્ડ મણિકર્ણિકા ઉર્ફે કંગના રાણાવત એ ફિલમ ઉપર પ્રતિભાવ આપતા ફિલ્મ અને તમામ કલાકારો અને કસબીઓની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.