નરેશ પટેલ ની રાજકીય અભિલાષા

ખોડલધામ, કાગવડ ના નરેશ પટેલ દર વતે ગુજરાત વિધાનસભા ની ચૂંટણી વખતે સક્રિયતા દાખવે છે. પાટીદાર નેતા ના નામે તમામ રાજકીય પક્ષો સાથે સંબંધ રાખી પોતાની અંગત રાજકીય મહત્વકાંક્ષા માટે રાજકીય ભૂમિ તપાસતા રહે છે.પાટીદાર સમાજ ના નામે પોતની મહેચ્છાઓ સંતમેષતા નરેશ પટેલ સામે હવે વિછીયા ના સન1ળી ગામ ના રહેવાસી અને જસદણ-વિંછીયા પંથક ના કડવા પટેલ સમાજ ના અગ્રણી પોપટભાઈ ફતેપરા એ ઊંઝા, સિદસર અને ગાંઠીલા ઉમિયાધામ ના પ્રમુખ ને પત્ર લખ્યો છે. જેમાં તેણે બેધારી નીતિવાળા નરેશ પટેલ ને આ ત્રણેય મંદિરો માં પ્રવેશ ના આપવા જણાવ્યું છે. પાટીદાર સમાજ ની એકતા ની ભારતીય જનતા પાર્ટી એ પાટીદાર સમાજ ના એક મુખ્યમંત્રી અને ૬ મંત્રીઓ ને મંત્રીમંડળ માં સ્થાન આપ્યું છે. મુખ્યમંત્રી કડવા પાટીદાર સમાજ ના હોવા ના કારણે નરેશ પટેલ એવા નિવેદનો કરતા હોય છે કે લેઉઆ પટેલ સમાજ ના ધારાભ્યો ને મુખ્ય ખાતાઓ ફાળવાયા નથી. જ્યારે કડવા અને લેઉવા પટેલ સમાજ ની મિટીંગ માં આગેવાનો ની હાજરી માં નરેશ પટેલ એવું કહે છે કે હવે થી લેઉવા અને કડવા એમ નહીં, પરંતુ પાટીદાર સમાજ ના છીએ તેવી વાતો કરે છે.જ્યારે પાછળ થી નરેશ પટેલ જ એમ કહે છે કે લેઉવા પટેલ સમાજ ને મંત્રીમંડળ માં મુખ્ય ખાતાઓ ફાળવાયા નથી. જો નરેશ પટેલ એ હજુ પણ લેઉવા પટેલ અને કડવા પટેલ નો વિવાદ ઉભો રાખવા નો હોય તો નરેશ પટેલ એ પોતે પાટીદાર સમાજ ના આગેવાન નહીં પરંતુ લેઉવા પાટીદાર સમાજ બોલવું પડશે અને પાટીદાર સમાજ ની એકતા ભૂલી જવી પડશે. જ્યાં સુધી નરેશ પટેલ માં પાટીદારવાદ અને રાષ્ટ્રવાદ નહીં જાગે ત્યાં સુધી એમ જ ચાલ્યા કરશે.તેમણે પત્ર માં એમ પણ જણાવ્યું છે કે કડવા પટેલ સમાજ ની ઉમિયા માતાજી ની સંસ્થા ઉંઝા, સિદસર અને ગાંઠીલા ની સંસ્થાઓ માં ક્યારેય રાજકારણ ને કોઈ સ્થાન આપવા માં આવ્યું નથી. જ્યારે નરેશ પટેલ એ ખુલ્લેઆમ ખોડલધામ કાગવડ ને રાજકીય અખાડો બનવવા તરફ જઈ રહ્યા છે. નરેશ પટેલ કડવા પટેલો ને હળાહળ નફરત કરે છે તેવા અનેક દાખલાઓ અગાઉ ના વર્ષો માં પણ સૌરાષ્ટ્ર ખાતે જોવા મળ્યા છે. સૌરાષ્ટ્ર નો કડવા પાટદાર સમાજ ભૂતકાળ માં ખૂબ જ છેતરાયો છે. સમાજ માં ભાગલા પાડવા ની નરેશ પટેલ ની માનસિકતા ધરાવતા સંકુચિત માનસ થી પિડતા નરેશ ની નોંધ પણ લેવી ના જોઈએ.

Leave a Reply

Your email address will not be published.