પંજાબ માં ‘આપ’ સરકાર ની અસલિયત
ભારતીય રાજકારણ માં ચૂંટણી ચિહ્ન ઝાડુ સાથે મેદાન માં ઉતરેલા આમ આદમી પાર્ટી – આપ ના સંયોજક રાજકારણ માં થી ભ્રષ્ટાચાર, દાગી નેતાઓ રુપી ગંદકી દૂર કરવા ના આશય થી આવ્યા હતા. હાલ માં જ પંજાબ માં સત્તા સંભાળી ૧૧ સભ્યો ના મંત્રીમંડળ માં થી સાત મંત્રીઓ સામે ફોજદારી કેસ થયેલા છે જેમાં મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ છે.આપ ના નેતા અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત અને બીજી વખત માત્ર એક વર્ષ બાદ જ જ્યારે દિલ્હી ની ચૂંટણી માં પ્રચાર માટે ઉતરતા હતા ત્યારે માથે સફેદ ગાંધી ટોપી અને ઉપર કાળા અક્ષરે આમ આદમી લખેલું, હાથ માં સાવરણો લઈ ને દિલ્હી ની સડકો વાળતા વાળતા પ્રચાર કરતા હતા. સાત વર્ષો માં કેજરીવાલ ના માથે થી ગાંધી ટોપી અને હાથ માં થી ઝાડુ તો ક્યારના ય ગાયબ થઈ ગયા છે અને મફલર અને સ્વેટર માં હંમેશા ખાંસતા રહેતા કેજરીવાલ હવે ડિઝાઈનર કપડા અને ડિઝાઈનર ચશ્મા માં હંમેશા નજરે પડે છે. દિલ્હી બાદ પંજાબ માં પણ સત્તા પ્રાપ્ત કરતા કોમેડિયન ટર્ડ પોલિટિશ્યિન ભગવંત માન સામે એ મુખ્યમંત્રીપદે જ્યારે ૧૦ મંત્રીઓ એ “સ્વચ્છ સરકાર ના નામે શપથ લીધા હતા. હવે એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર) એ સોમવારે જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે પંજાબ મંત્રીમંડળ ના ૧૧ મંત્રીઓ પૈકી સાત ની સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. જે પૈકી પણ ચાર મંત્રીઓ તો ગંભીર આરોપો નો સામનો કરી રહ્યા છે.ગંભીર ગુન્હો અર્થાત કે જે ગુન્હા માં પાંચ વર્ષ કે તેથી અધિક ની સજા નું પ્રાવિધાન હોય. આ ચાર મંત્રીઓ માં સી.એમ.માન, કુલદીપ સિંગ ઘાલીવાલ, હરપ લસિંગ ચીમા, ગુરમિત સિંગ હેર નો સમાવેશ થાય છે. તેમાં પણ કુલદીપ સિંગ ઘાલીવાલ સામે હત્યા નો કેસ નોંધાયેલો છે. જ્યારે અન્ય ત્રણ સામે જાહેર સેવક ને કામ કરતા અટકાવવા અને તેની ઉપર હુમલો કરવા ના આરોપ છે. વળી આમ આદમી ની સરકાર ના ૨૧ મંત્રીઓ માં થી ૯ મંત્રીઓ કરોડપતિઓ છે. જ્યારે ૧૧ મંત્રીઓ પૈકી પાંચ મંત્રીઓ એ તેમની શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ અને ૧૨ ની વચ્ચે ની જણાવી છે. હવે પંજાબ માં સ્વચ્છ વહીવટ ના નારા સાથે સરકાર રચનરા આવા મંત્રીઓ આઈ.એ.એસ. અને આઈ. પી.એસ. ઓફિસરો ઉપર હુકમ ચલાવશે. રાજકારણ માં થી ગંદકી દૂર કરવા ઉતરેલા કેજરીવાલ અને તેમની આપ પાર્ટી અત્યારે તો તે જ કળણ માં ખૂંપી ગયા નું પ્રતિત થાય છે.