‘બાઈડન ની નારાજગી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન પોતાના પુરોગામી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના કારણે બિલકુલ મૃતપ્રાય થઈ ગયેલા નાટો સંગઠન ને ફરી સુગઠશત કરવા ની ચાલ માં તો સફળ રહ્યા છે, પરંતુ તે જ રીતે ક્વાડ સંગઠન ને પણ રશિયા સામે ઉભુ કરવા ના ઓરતા ઉપર ભારતે ઠંડુ પાણી રેડી દેતા રશિયા અંગે ના ભારત ના વલણ સામે નારાજગી દર્શાવી હતી.રશિયા-યુક્રેન યુધ્ધ માં યુકેનને પોતની હાલત ઉપર છોડી અમેરિકા માત્ર શસ્ત્રો અને આર્થિક મદદ મોકલી રહ્યું છે જ્યારે અમેરિકા અને નાટો એ સૈન્ય મોકલવા ની સ્પષ્ટ ના પાડી દીધી છે. જ્યારે આ યુધ્ધ ની આડ માં અમેરિકા એ રશિયા ઉપર સખ્ત આર્થિક પ્રતિબંધો લગાવવા માં નાટો અને યુરોપિયન દેશો નો પણ સાથ મેળવ્યો છે. આમ વેરવિખેર થયેલું નાટો અગાઉ ક્યારેય ન્હોતું એટલે રશિયા મામલે સુસંગઠીત થઈ ને ઉભુ છે. અમેરિકા આ યુધ્ધ થી ફરી એક વાર બેઠા થઈ રહેલા અને સિરીયા અને અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર અમેરિકા સામે ટક્કર લેવા ઉપરાંત જર્મની અને અન્ય યુરોપિયન દેશો સાથે ઓઈલ અને ગેસ સપ્લાય ના કારણે અમેરિકા ને આંખ માં કણા ની માફક ખૂંચતું હતું. પરંતુ ચીન સામે બાંયો ચડાવી ચૂકેલું અમેરિકા રશિયા સામે સીધુ ટકરાવા ના ઈચ્છતું હોવા થી યુક્રેન ને નાટો રુપી ઘી વાળું ગાજર બતાવી ને રશિયા ની સામે બલી નો બકરો બનાવી દીધું. નાટો અને અમેરિકાએ રશિયા ની ક્રૂડ અને ગેસ સપ્લાય બંધ કર્યા બાદ રશિયા એ ભારત ને સસ્તા ભાવે ઓફર કરતા અમેરિકા ને આ સોદા સામે અગાઉ કોઈ વાંધો ન હતો. પરંતુ ક્વાડ સંગઠન માં પણ નાટો ની માફક યુક્રેન યુધ્ધ મામલે રશિયા સામે આક્રમક પગલા ની અમેરિકા એ હિમાયત કરતા જાપાન અને ઓસ્ટ્રેલિયા તો તૈયાર થઈ ગયા હતા, પરંતુ ભારતે વિરોધ કરતા ક્વાડ મૂળ જે સિધ્ધાંતો માટે રચાયું હતું તેના થી ધ્યાન ભટકાવવા અન્ય બાબતો માં પડવા ની અનિચ્છા દર્શાવતા અમેરિકા ની મન ની મન માં જ રહી ગઈ. આથી અમેરિકા માં વ્યાપારી નેતાઓ ની બેઠક ને સંબોધતા જો બાયડન એ કહ્યું હતું કે રશિયા ની સામે ભારત નું વલણ ડગમગી રહ્યું છે. ભારત એ યુએન માં પણ રશિયા વિરોધી મતદાન થી દૂર રહેતા તટસ્થ વલણ અપનાવ્યું હતું. આથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન એ નારાજગી દર્શાવતા કહ્યું હતું કે રશિયા સામે ભારત નું વલણ થોડું ઢીલું રહ્યું છે. આમ બાયડન રશિયા મામલે ભારત ના વલણ થી નારાજ થયા છે.

Leave a Reply

Your email address will not be published.