રશિયા એ કિંજલ નો પ્રયોગ કર્યો

રશિયા એ તેની અતિ ઘાતક હાઈપર સોનિક મિસાઈલ કિંજલ નો યુક્રેન ના પશ્ચિમી વિસ્તાર ના ઈવાનો-ફાંકિયસ્ક વિસ્તાર | માં એક શસ્ત્રો ના ગોદામ ને ઉડાડવા ૧૯ મી માર્ચ ઉપયોગ કર્યો હતો.રશિયા ની આ હાઈપરસોનિક મિસાઈલ | નો તોડ અમેરિકા પાસે પણ નથી. કિંજલ હવા માં થી લોંચ કરવા માં આવનાર એક હાઈપર ( સોનિક મિસાઈલ છે જે | અવાજ ની ઝડપ થી ૧૦ ગણી વધારે ઝડપે | ઉડી શકે છે અને દુનિયા ની કોઈ પણ ડિફેન્સ સિસ્ટમ ને થાપ આપી શકવા સક્ષમ છે. આ | કિંજલ મિસાઈલ ને રશિયન સૈન્ય માં ૨૦૧૭ માં સામેલ કરવા માં આવી હતી અને તેનું પ્રથમ જાહેર પ્રદર્શન ૨૦૧૮ માં પુતિન ના રાષ્ટ્રજોગ | સંદેશા દરમ્યાન કરાયું હતું. આ મિસાઈલ ની રેન્જ ૨૦૦૦ કિ.મી.ની છે તેમ જ ૪૮૦ કિલો સુધી ના પરંપરારીક કે પરમાણુ હથિયારો નું વહન કરી શકે છે. તેની લંબાઈ ૮ મીટર અને (પહોળાઈ ૧ મીટર ની છે. તેનું વજન લગભગ (૪૩00 કિલો હોય છે. કિંજલ મિસાઈલ ને | લોંચ કરાતા ત્વરા એ મેક ૪ સ્પીડ ધારણ કર્યા | બાદ તુર્ત જ મેક ૧૦ સ્પીડ (૧૨૩૫૦ કિમી) કલાક ની હાંસલ કરી શકે છે. ડિફેન્સ એક્સપર્ટ | ના જણાવ્યા પ્રમાણે પોતાની અત્યંત હાઈસ્પીડ હોવા ના કારણે હાઈપરસોનિક મિસાઈલ વધારે વિધ્વંસક હોય છે. અંડરગ્રાઉન્ડ હથિયાર ગોદામો ને તબાહ કરવા માં હાઈપરસોનિક મિસાઈલો સબસોનિક ક્રુઝ મિસાઈલો થી પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.૧૯મી માર્ચે પશ્ચિમી યુક્રેન બાદ ૨૦ મી માર્ચે રશિયા એ ફરી એક વાર દક્ષિણી યુક્રેન ના માઈકોલાઈવ વિસ્તાર ના એક ફ્યુઅલ ડિપો ને કિંજલ મિસાઈલ થી ઉડાવી દીધો હતો. દુનિયા માં પ્રથમવાર કોઈ બે દેશો વચ્ચે ના યુદ્ધ માં હાઈપરસોનિક મિસાઈલ નો ઉપયોગ કરાયો હતો. કિંજલ ઉપરાંત રશિયા પાસે અવનગાર્ડ નામક અન્ય એક હાઈપરસોનિક મિસાઈલ પણ છે. જ્યારે ૩ એમરર જિસ્કોન નામક એન્ટિશીપ હાઈપરસગેનિક ક્રૂઝ મિસાઈલ પણ છે. જ્યારે આ મામલે પાછળ રહી ગયેલા અમેરિકા એ ૨૦૧૧ થી જ હાઈપરસોનિક મિસાઈલ બનાવવા માં લાગેલું છે. જો કે તેની પ્રથમ હાઈપરસોનિક મિસાઈલ ૨૦૨૩ સુધી માં આવવા ની સંભાવનાઓ છે. જો કે રશિયા એ આ એવી એક મિસાઈલ નો ઉપયોગ કર્યો છે જેને અમેરિકા સહિત વિશ્વ ની કોઈ ડિફેન્સ સિસ્ટમ પકડી નથી શકતી. તેમ જ કોઈ રડાર પણ ભાળ લગાવી શકતું નથી. આના થી દુનિયા નું શક્તિ સંતુલન બગડશે જે આખરે રશિયા તરફી ઝુકશે જેનાથી વિશ્વ માં શક્તિ સંઘર્ષ તીવ્ર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.